પતિ પત્ની વચ્ચે આ 5 વસ્તુઓને લઈને થાય છે સૌથી વધારે લડાઈ, ચોથું કારણ છે સૌથી ખતરનાક

તે પતિ પત્ની શું જેમની વચ્ચે લડાઈ ઝગડા ન થાય. એટલા માટે તો એ કહેવત પણ બની છે કે, લગ્નના લાડુ ખાય તે પણ પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય. લગ્ન પહેલા અને શરુઆતના દિવસોમાં તો પતિ પત્ની વચ્ચે હદથી વધુ પ્રેમ અને સ્નેહ હોય છે. આમ તો સાચી સ્ટોરી લગ્નના થોડા વર્ષો પછી શરુ થાય છે. એક બીજા સાથે એક જ છતની નીચે રહેવું સરળ નથી હોતું. નાનીથી લઈને મોટી વાતો સુધી પણ વસ્તુને લઈને બંને વચ્ચે યુદ્ધ ઉભું થઇ જાય છે. તેવામાં આજે અમે તમને પતિ પત્ની વચ્ચે ઝગડાના પાંચ સૌથી જાણીતા કારણ જણાવી રહ્યા છીએ.

શોપિંગ :

તે વાત કોઈનાથી છુપાઈ નથી કે મહિલાઓને શોપિંગ કરવું ઘણું ગમે છે. તેની ઉપર તે વાત એટલી મજબુત થઇ ગઈ હોય છે કે, હંમેશા તે એ વસ્તુ પણ ખરીદી લે છે જે તેના બજેટમાં નથી કે તેને જરૂર નથી. તેવામાં પતિ તે વાતને લઈને પત્નીથી નારાજ થઇ જાય છે. ઘણી બાબતમાં એવું પણ બને છે કે, જયારે પત્ની કોઈ ખાસ વસ્તુ ખરીદવાની જિદ્દ કરે છે, પરંતુ પતિ તે ખરીદવા નથી માંગતા તો આ સ્થિતિમાં ભયંકર ઝગડા થઇ શકે છે.

સાસરિયાના લોકો સાથે અણબનાવ :

એક પત્નીને તેના સાસરીયામાં બધા સાથે સારું બને એ જરૂરી નથી. તેવામાં પત્નીનો જયારે સાસરીયામાં કોઈ સાથે લડાઈ ઝગડો થાય છે, તો પતિ નારાજ થઇ જાય છે. ઘણી વખત પતિની તે વ્યક્તિની કોઈ તરફેણ કરવાને કારણે પત્ની નારાજ થઇ જાય છે. આવી રીતે પતિ પોતાની અને ઘરના સભ્યો વચ્ચે પીસાતો રહે છે.

કામકાજ :

જો કોઈ મહિલા આળસુ છે અને ઘરમાં કામકાજ કરવામાં કામચોરી કરે છે તો પતિનો તેની સાથે ઝગડો થવાનું નક્કી છે. એક સ્થિતિ એ પણ હોય છે કે, પત્ની કામ તો કરી લે છે પરંતુ તે સારું નથી થતું. એટલે કે ખાવાનું બનાવવું જરૂરી છે, પરંતુ તેમાં કોઈ ખામી રહી જાય અને પતિ ખામીઓ કાઢી લે તો ઘરમાં મહાયુદ્ધ ઉભું થઇ જાય છે.

પ્રોપર્ટી :

આ ઘરમાં લડાઈનું સૌથી મોટું કારણ હોય છે, તેને કારણે જ એક દીકરો માતા પિતાથી અલગ થઇ જાય છે. ભાઈ ભાઈ એક બીજા સાથે બોલવાના સબંધ પણ તોડી નાખે છે. લગ્ન પછી પત્નીને એ વાત ખટકે છે કે, તેને તેના વારસાની પ્રોપર્ટીમાંથી શું મળશે અને કેટલું મળશે? બસ તેને લઈને ઘરની તમામ વહુઓ ઝગડવા લાગે છે, જેમાં પતિ પણ જોડાઈ જાય છે.

રોકટોક :

મહિલાઓને આઝાદી પસંદ હોય છે. પરંતુ ઘણા પતિઓ તેની પર દરેક બાબતમાં રોકટોક લગાવતા રહે છે. આમ ન કરવું, તેમ ન કરવું, ત્યાં ન જવું, ફલાણા સાથે વાત ન કરવી વગેરે. અમુક તો પોતાની પત્ની ઉપર શંકા પણ કરે છે. આ વાત તો પત્નીઓ ઉપર પણ લાગુ પડે છે. તે પોતાના પતિને કંટ્રોલમાં રાખવાનો પ્રયાસ કરે છે. બંને તરફથી જ્યારે આ પ્રકારની રોકટોક થાય છે, તો ઝગડાની સ્થિતિ ઉભી થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.