આ જોડિયા બાળકોમાં છે અઠવાડિયાનું અંતર, કિસ્સો જાણીને ચોંકી જશો

આ મહિલાએ જોડિયા બાળકોને આપ્યો જન્મ પરંતુ બંને વચ્ચે છે આટલા અઠવાડિયાનું અંતર

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે માત્ર 3 અઠવાડિયાનું અંતર હોવા છતાં પણ મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હોય? નહિ ને, એક એવી જ અજાયબી દુનિયામાં થઇ છે. એક મહિલાએ ટવીન્સ એટલે જોડિયા બાળકોને જન્મ તો આપ્યો, પણ બંને બાળકો વચ્ચે ત્રણ અઠવાડિયાનું અંતર છે. આ વિચિત્ર એવી ઘટના વિષે મહિલાએ એક ટીવી શો ઉપર ખુલાસો કર્યો.

ઇંગ્લેન્ડના વેલ્ટશાયરની એક મહિલાએ ગુડ મોર્નિંગ અમેરિકા શો માં ખુલાસો કર્યો કે તેણે ટવીન્સ (જોડિયા બાળકો) ને જન્મ તો આપ્યો, પણ ગર્ભમાં બંને વચ્ચે 3 અઠવાડિયાનું અંતર છે. આ ખુલાસો કરતા જ લોકો એકદમ અચંબીત થઇ ગયા. આ શો દરમિયાન મહિલાએ ચોંકાવનારી ઘણી વાતો શેર કરી.

ત્રણ અઠવાડિયાના અંતરમાં જોડિયા બાળકોને જન્મ દેવા વળી મહિલા રેબેકા રોબર્ટસે તેના નિવેદનમાં જણાવ્યું તે ઘણી જ ચોંકાવનારી વાત હતી જયારે મેં એક બાળકને બદલે બે બાળકોને જન્મ આપ્યો જોડિયા બાળકોની માં રેબેકા રોબર્ટસની જાણકારી મુજબ, બંને જ પ્રીમેચ્યોર બાળકો સ્વસ્થ છે અને હવે 6 મહિનાના થઇ ગયા.

આગળની જાણકારી મુજબ, જયારે રેબેકા તેના ત્રીજા અલ્ટ્રાસાઉંડ માટે તેના પાર્ટનર રાએસ વીવર સાથે ડોક્ટર પાસે ગયા તો તેમણે જાણ્યું કે ગર્ભમાં એક બાળક સિવાય બીજું બાળક પણ ગર્ભમાં આવી ગયું છે. આ કપલ છેલ્લા ઘણા વર્ષોથી બાળકો માટે પ્રેગનેન્સીના પ્રયત્ન કરી રહ્યા હતા. આ કપલ પ્રજનન માટે ડોકટરો દ્વારા જણાવેલી દવાઓ ઉપર હતા.

માં રેબેકાએ એ પણ જણાવ્યું કે અમે એક બાળક ઇચ્છતા હતા અને ઘણા વર્ષોથી એક બાળક માટે ઘણા પ્રયત્ન કરી રહ્યા હતા અને હું ગર્ભવતી નહોતી થઈ શકતી, રેબેકાએ જયારે છેવટે બાળકને કંસીવ કર્યા તો ત્રીજા અલ્ટ્રાસાઉંડ દરમિયાન ડોક્ટર્સ પણ દંગ હતા કે ગર્ભમાં પહેલાથી એક બાળક હતું, અને ત્રીજા અઠવાડિયામાં એક બીજા બાળકે ગર્ભમાં જગ્યા બનાવી લીધી.

રોયલ યુનાઇટેડ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. ડેવિડ વોકરે જયારે સ્કેન રિજલ્ટ જોયું તો તે ઘણા ચકિત થઇ ગયા. ટેસ્ટ રીપોર્ટસને લઈને તેમણે જણાવ્યું, ઉપચાર દરમિયાન અમે બાળકોને ધ્યાન બહાર કેવી રીતે કરી ગયા? તે મારી ભૂલ નહિ, પણ તે એક અસાધારણ ગર્ભાવસ્થા હતી.

તે અસાધારણ ગર્ભાવસ્થા એટલે ગર્ભાવસ્થાના સમયગાળામાં બીજા ગર્ભસ્થ બાળકની પરીકલ્પનાને કારણે થયું. આ એક દુર્લભ ઘટના છે જયારે એક મહિલાના અંડાશય માંથી એક ઈંડું નીકળે છે જયારે તે પહેલાથી જ ગર્ભવતી હોઈ શકે છે, અને થોડા સમય પછી ગર્ભાશયમાં પહેલા ભ્રુણ સાથે પ્રવેશ કરી જાય છે. એ કારણ છે કે રેબેકા રોબર્ટસની બાબતમાં એક જ સમયે બે બાળકોનો જન્મ થયો.

બેક રોબર્ટસના બંને જોડિયા બાળકીઓના નામ નોહા અને રોજલી રાખવામાં આવ્યા છે. બંનેના એક્સપ્રેંશન ઘણા જ હ્રદયને સ્પર્શી લેવા વાળા છે. બંનેના ઈંસ્ટાગ્રામ ઉપર @roberts.supertwins નાસથી એકાઉન્ટ છે. રોજીલાએ જન્મના 95માં દિવસ સુધી Neonatal Intensive Care Unit (NICU) માં પસાર કર્યા, જયારે નોહા ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી અલગ NICU માં રહી. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલી પોસ્ટમાં રેબેકા રોબર્ટસે લખ્યું, તે મારા સુપરટવિંસ છે. દરરોજ તેમની તરફ જોઉં છું અને વિચારું છું કે હું ઘણી લકી છું.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.