દ્રાક્ષમાંથી કાંઈક અલગ બનાવવા માંગો છો, તો હલવાથી લઈને કેન્ડી સુધી ટ્રાય કરો આ બેસ્ટ રેસિપીઓ.

ઘરવાળા માટે બનાવવા માંગો છો કાંઈક સ્પેશિયલ તો ટ્રાઈ કરો દ્રાક્ષની આ 3 ટેસ્ટી રેસિપી. રજાના દિવસે જયારે આખું કુટુંબ એક સાથે હોય છે, તો આપણે હંમેશા કાંઈક સ્પેશ્યલ બનાવવા વિષે વિચારીએ છીએ. આમ તો મોટાભાગની મહિલાઓ એ વાતને લઈને વધુ પરેશાન રહે છે કે, ખરેખર એવી કઈ વસ્તુ બનાવવામાં આવે જે બાળકોની સાથે સાથે મોટાને પણ પસંદ આવે. પરંતુ હવે તમારે વધુ પરેશાન થવાની જરૂર નથી. આજે આ લેખમાં અમે જણાવીશું દ્રાક્ષમાંથી બનતી ત્રણ એવી રેસિપી વિષે જે બાળકોની સાથે સાથે મોટાને પણ ઘણી પસંદ આવશે.

ખાટા મીઠા સ્વાદવાળી દ્રાક્ષ હાલના દિવસોમાં માર્કેટમાં સરળતાથી મળી રહે છે. તેથી તમે તે ખરીદીને આ રેસિપીઓ ટ્રાઈ કરી શકો છો. બાળકોને કેન્ડી ખાવાનું ઘણું ગમે છે, તેથી તમે ધારો તો તેમાંથી કેન્ડી પણ બનાવી શકો છો. અને દ્રાક્ષ માંથી બનેલી આ રેસિપીઓ ફટાફટ બનાવી શકાય છે, તેથી તમે ધારો તો મહેમાનોને પણ સર્વ કરી શકો છો.

દ્રાક્ષનો હલવો :

સામગ્રી :

દ્રાક્ષ – 1 કપ

ખાંડ – 2 વાટકી

સોજી – 1 નાની વાટકી

દેશી ઘી – 1 નાની વાટકી

ઈલાયચી પાવડર – 1 નાની ચમચી

પાણી – જરૂરીયાત મુજબ

બનાવવાની રીત :

આ વાનગી બનાવવા માટે સૌથી પહેલા દ્રાક્ષને સારી રીતે ધોઈને મીક્ષરમાં ગ્રાઈન્ડ કરી લો અને તેની પેસ્ટને એક વાસણમાં કાઢીને અલગ મૂકી દો.

હવે ગેસ ઉપર કડાઈ ચડાવી તેમાં ઘી નાખી દો. જયારે ઘી ઓગળી જાય તો તેમાં સોજી નાખીને તે બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તે દરમિયાન સોજીને સતત હલાવતા રહો અને ગેસને મીડીયમ તાપ ઉપર રાખો.

10 થી 12 મિનીટ પછી જયારે સોજી સંપૂર્ણ રીતે શેકાઈ જાય એટલે કે બ્રાઉન થઇ જાય, ત્યારે તેમાં ચાર કપ પાણી મિક્સ કરી દો. એક મિનીટ પછી તેમાં દ્રાક્ષની પેસ્ટ પણ નાખી દો. ત્યાર પછી તેમાં ખાંડ મિક્સ કરી દો.

તે દરમિયાન હલાવતા રહો અને જયારે પાણી સુકાવા લાગે તો તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાઈ ફ્રુટ્સ મિક્સ કરી દો. એક કે બે વખત હલાવ્યા પછી ગેસ બંધ કરી દો અને થોડું ઠંડું થાય પછી તમે તેને સર્વ કરી શકો છો.

દ્રાક્ષનું જ્યુસ :

સામગ્રી :

લીલી દ્રાક્ષ – 1 વાટકી

પાણી – એક કપ

ખાંડ – 1 કપ

લીંબુનો રસ – જરૂરિયાત મુજબ

બનાવવાની રીત :

દ્રાક્ષનું જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા તેને પાણીમાં બાફી લો. બફાઈ ગયા પછી ગેસ બંધ કરી દો અને તેને ઠંડું થવા માટે મૂકી દો.

બફાયેલી દ્રાક્ષને ચારણીની મદદથી અલગ કરી દો અને તેના છોતરા કાઢી લો. તમે ધારો તો તેમાં છોતરાને પણ મિક્સ કરી શકો છો.

એક વખત ફરી ગેસ ઉપર કડાઈ ચડાવો અને તેમાં તે દ્રાક્ષનો રસ નાખી દો અને તેમાં ખાંડ મિક્સ કરો. જયારે તે ખાંડ સારી રીતે તેમાં ઓગળી જાય તો ગેસ બંધ કરી દો.

હવે આ જ્યુસમાં લીંબુનો રસ મિક્સ કરી સર્વ કરો. સર્વ કરતી વખતે તમે ધારો તો બરફનો ટુકડો પણ ઉમેરી શકો છો.

દ્રાક્ષની કેન્ડી :

સામગ્રી :

દ્રાક્ષ – એક વાટકી

દળેલી ખાંડ – ½ કપ

બેકિંગ પાવડર – ¼ ચમચી

બટર – 1 ચમચી

ફૂડ કલર – 2 ટીપા

સ્ટીક – 10 થી 15

બનાવવાની રીત :

બાળકો માટે દ્રાક્ષની કેન્ડી બનાવી રહ્યા છો તો સૌથી પહેલા તેને ધોઈ લો. ધોયા પછી એક એક કરીને બધી દ્રાક્ષને સ્ટીકમાં લગાવી લો.

ગેસ ઉપર કડાઈ ચડાવો અને થોડી ગરમ થાય એટલે એક ચમચી પાણી અને દળેલી ખાંડ નાખી દો. જયારે તે ઓગળી જાય તો લગભગ એક મિનીટ પછી તેમાં એક-બે ટીપા ફૂડ કલર અને બેકિંગ પાવડર નાખીને કેરેમલ બનાવો.

તે દરમિયાન તેને બે થી ત્રણ મિનીટ સુધી હલાવતા રહો. હવે કેરેમલ તૈયાર છે કે નહિ તે ચેક કરવા માટે એક વાટકીમાં થોડું પાણી લો અને તેમાં એક ચમચી કેરેમલ મિક્ષ કરી દો. જો તે પાણીની ઉપર આવી રહ્યું છે તો સમજી જાવ કે તે તૈયાર છે.

જયારે તે તૈયાર થઇ જાય તો તેમાં એક ચમચી બટર મિક્સ કરી દો. બટરને સારી રીતે મિક્સ કર્યા પછી ગેસ બંધ કરી દો. આ મિશ્રણમાં એક એક કરી બધી દ્રાક્ષ ડુબાડી અને એક પ્લેટમાં રાખતા જાવ.

થોડી વાર પછી દ્રાક્ષની કેન્ડી બનીને તૈયાર છે, હવે તમે તેને બાળકોને ખાવા માટે આપી શકો છો.

આ માહિતી હર ઝીંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.