પહેલી ફિલ્મમાં સેક્સ વર્કર બનીને લૂંટી હતી પ્રશંસા, એજ ‘સેક્સી છબી’ એ બરબાદ કરી દીધી લાઈફ

બોલીવુડમાં ઘણા કલાકારો આવ્યા અને જતા રહ્યા છે, તેમાંના એક એવા કલાકાર વિષે આજે આપણે પરિચય મેળવીશું જેના વિષે કદાચ તમે અજાણ હશો. વર્ષ ૧૯૭૦માં આવેલી ફિલ્મ ‘ચેતના’ માં નાની ઉંમરની એક સેક્સ વર્કરનું પાત્ર નિભાવી રેહાના સુલ્તાન રાતોરાત પ્રસિદ્ધ થઈ ગઈ.

તેના નિર્દેશક બાબુ રામ ઈશારા હતા જેમની ફિલ્મે ભારતને હચમચાવીને રાખી દીધું હતું. આ હિરોઈનનો જન્મ 19 નવેમ્બર 1950 ના રોજ ઈલાહાબાદમાં થયો હતો. ફિલ્મોમાં ઘણા બોલ્ડ સીન્સ આપીને ફેમસ થયેલી રેહાના હાલના દિવસોમાં ગુપ્ત જીવન જીવી રહી છે.

રેહાનાના પિતા ઈલાહાબાદમાં ઈલેક્ટ્રોનિક સામાન વેચવાનું કામ કરતા હતા. ‘ચેતના’ ફિલ્મ પછી રેહાના ‘દસ્તક’ ફિલ્મમાં માં જોવા મળી. આ ફિલ્મના પોસ્ટરમાં જ રેહાના બોલ્ડ જોવા મળી હતી. ત્યાર પછી જ રેહાનાની છાપ બોલ્ડ હિરોઈનની બની ગઈ હતી. તેને ‘દસ્તક’ માટે સર્વશ્રેષ્ઠ અભિનયનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો.

રેહાના સુલ્તાન પાસે આવા પ્રકારના બોલ્ડ દ્રશ્ય વાળી ભૂમિકાઓનું પુર આવી ગયું. ફિલ્મોમાં પોતાની છાપને લઈને રેહાનાએ બીબીસી દ્વારા જણાવ્યું હતું કે, તે સમયે હું ફિલ્મોમાં માત્ર એક ટાઈપ્ડ હિરોઈન બનીને રહી ગઈ હતી. દર્શકોને લાગતું હતું કે, હું સેકશુએલીટીનું બીજું નામ છું. ત્યાં સુધી કે ડાયરેક્ટર મને માત્ર બાથટપ કે વરસાદમાં પલળવાનો રોલ જ આપતા હતા. મને તેનાથી ચીડ થવા લાગી હતી.

રેહાના સુલ્તાન મોટાભાગે ફિલ્મોની સ્ક્રીપ્ટ અશ્લીલ હોવાને કારણે જ ના કહી દેતી હતી. રેહાનાએ ૧૯૪૮ માં નિર્દેશક ઈશારા સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી તે ધીમે ધીમે ગુમ થઈ ગઈ. રેહાનાના પતિ બીઆર ઈશારાએ ૨૦૧૨ માં આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. છેલ્લા દિવસોમાં ઈશારાએ ફિલ્મો બનાવવાનું પણ છોડી દીધું હતું.

રેહાના જેવી વ્યક્તિ હવે ફિલ્મી દુનિયાથી ઘણી દુર છે. બોલીવુડમાં રેહાના સનસનીની જેમ જ આવી પણ પોતાની છાપમાં કેદ થઈને રહી ગઈ. સમાચાર તો એવા પણ મળી રહ્યા છે કે, રેહાનાની આર્થિક સ્થિતિ કાંઈ ઠીક નથી. તેની હાલત એટલી ખરાબ છે કે સીને એંડ ટેલીવિઝન આર્ટીસ્ટ એસોસીએશન દર મહીને તેને પૈસાની મદદ કરી રહ્યું છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.