રેજો સાવચેત, બંધ કારમાં AC ની ઠંડકથી ‘ઠંડી’ થઇ ગઈ 35 જિંદગી, હમણાં જ થયું બે લોકોનું મૃત્યુ.

કારનું એયર કંડીશનર (એસી) ની ઠંડક માણસના શ્વાસમાં જામી જાય છે. મેરઠ ઝોનમાં એક વર્ષમાં બંધ કારમાં એસી ચલાવીને સુઈ જવા કે પછી આરામ કરવાથી ૩૫ લોકોના મૃત્યુ થઇ ગયા છે. પોલીસે આ મૃત્યુને ગંભીર ગણાવીને તપાસ કરાવી. પોસ્ટમોર્ટમમાં પોલીસ ગૂંચવાઈ ગઈ. પોસ્ટમોર્ટમ નિષ્ણાંત પાસેથી તેમની માહિતી મેળવી તો સત્ય સામે આવી ગયું. જેમાં ખુલાસો થયો કે કારમાં જીવ ગૂંગળાવાથી જ તેમના મૃત્યુ થયા છે.

આ ઘટનાઓ જોઇને પોલીસ ચકિત થઇ ગઈ છે. મેરઠમાં જાની ભોલાઝાલ ઉપર ગંગનહર પાસે બે લોકોના મૃત્યુ અને ગંગાનગરમાં એક યુવકનું મૃત્યુનું કારણ પણ બંધ કારમાં એસી ચલાવવું સામે આવ્યું છે. એક અઠવાડિયામાં ત્રણ લોકોના મૃત્યુ થયા પછી પોલીસે ત્રણેના પોસ્ટમોર્ટમ રીપોર્ટ ઉપર ઝીણવટભરી તપાસ કરાવી.

ત્યાર પછી પોલીસે લખનઉ, આગ્રા અને મોદીનગર લેબના પોસ્ટમોર્ટમ નિષ્ણાંત પાસેથી સલાહ લઈને લોકોના બંધ કારમાં એસીમાં સુઈ જવા ઉપર કે પછી આરામ કરવા પ્રત્યે જાગૃતતા રાખવા માટે જાગૃતતા અભિયાન ચલાવવાની વાત કરી છે.

નશાની બેભાન હાલતમાં તેમના થયા મૃત્યુ :-

મેરઠ જોનમાં બંધ કારમાં એસીથી લોકોના મૃત્યુ પાછળનું નશાની બેભાન હાલત પણ મુખ્ય કારણ ગણાવવામાં આવે છે. મેરઠમાં ૮ મેં ૨૦૧૯ ના રોજ ભોલાઝાલના અબ્દુલ્લાપુર ભાવનપુરના રહેવાસી વ્રજલાલ અને નરેન્દ્ર ત્યાગી ૧૪ મેં ૨૦૧૯ માં ગંગાનગરમાં નરેન્દ્ર કુમારનું મૃત્યુ કરમાં સુઈ જવાથી થયું. ૨ ડીસેમ્બર ૨૦૧૮ માં જાનીમાં હરેન્દ્ર, હસ્તીનાપુરમાં ઓક્ટોબર ૨૦૧૮ માં અમિત અને બહસુમામાં સપ્ટેમ્બર ૨૦૧૮ ઇમરાનનું શબ કારમાં મળ્યું હતું.

નોયડામાં ત્રણ, ગાઝીયાબાદમાં પાંચ, બુલંદશહરમાં પાંચ, હાપુડમાં બે, મુઝફ્ફરનગરમાં પાંચ, સહારનપુરમાં ચાર, શામલીમાં ત્રણ અને બાગપતમાં બે મૃત્યુ થયાનું ગણાવવામાં આવ્યું.

ગળું સુકાયું અને શરીર કામ કરતું ન હતું :-

મેરઠમાં ત્રણ લોકોના મૃત્યુ પછી પોલીસે પોસ્ટમોર્ટમ કરવા વાળા ત્રણ ડોકટરો સાથે વાતચીત કરી. ડોકટરોએ જણાવ્યું છે કે બંધ કારમાં એસી ચલાવવાથી મોનોઓક્સાઈડ ગેસ ઝેરીલો બની જાય છે. જેને લીધે કારમાં બેઠેલા વ્યક્તિનું ૩૦ કે ૪૦ મિનીટ પછી જ ગળું સુકાવાનું શરુ થઇ જાય છે. અવાજ બેસવા લાગે છે. ત્યાર પછી શરીર સમજો કે કામ કરવાનું બંધ કરી દે છે. એવી હાલતમાં વ્યક્તિ જો નશામાં છે તો તે સુઈ જાય છે. ધીમે ધીમે હ્રદય કામ કરવાનું બંધ કરી દે છે.

કારમાં બે વાયુ પહોચાડે છે આરોગ્યને નુકશાન :-

ફીઝીશીયન ડૉ. તનુરાજ સિરોહીએ જણાવ્યું કે બંધ કારમાં એસી સાથે આવતી ગેસ ધીમે ધીમે શરીરની અંદર જતી રહે છે. જો વ્યક્તિ સુઈ ગયા છે તો તેને બિલકુલ ધ્યાન નથી રહેતું કે તેના શરીરમાં ઓક્સીજનની ઉણપ થઇ રહી છે. શરીરમાં કાર્બન ડાઈઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે અને ઘણી વખત તો શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પણ થઇ જાય છે.

તેમણે જણાવ્યું કે જો કારમાં એસી ચલાવી રહ્યા છો, તો કાચને થોડો ખોલી દો. એમ કરવાથી કાર્બન ડાઈઓક્સાઈડ બહાર જશે અને ઓક્સીજન અંદર આવશે. તેનાથી કારમાં બેઠેલા લોકોને શ્વાસ લેવામાં કોઇપણ પ્રકારની તકલીફ નહિ પડે. શ્વાસ રોગ નિષ્ણાંત ડો. વીરોત્મન તોમરએ જણાવ્યું કે કારના એસીને લીધે અંદરનો ભાગ તો ઘણો ઠંડો થઇ જાય છે. તેને કારણે જ એન્જીન વધુ ગરમ થવા લાગે છે, એટલા માટે વધુ એસી ચલાવવાથી અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.

બંધ કારમાં આરામ કરવાથી દુર રહો :-

આઈપીએસ અવિનાશ પાંડ્યે (એસપીદેહાત મેરઠ) કહે છે કે આઈપીએસની તાલીમ આપવા વાળા મધ્ય પ્રદેશના ડોક્ટર એમ. ચંદ્ર સાથે તેમની વાત થઇ. તેમણે જણાવ્યું કે કારના રેડીએટર, એન્જીન અને એગ્જાસ્ટ ફેનની સર્વિસ કરાવતા રહેવું જોઈએ. ગરમીમાં બંધ કારમાં એસી ચલાવવાથી કાર્બન મોનોઓક્સાઈડ ગેસ એન્જીન માંથી થઇને ઝેરીલી બની જાય છે. દેશ આખામાં તેને લીધે ઘણા મૃત્યુ થઇ ગયા છે. બંધ કારમાં એગ્જાસ્ટ ફેનને હંમેશા ચાલુ રાખો.

ભોલાઝાલની પાસે કારમાં બે લોકોના મૃત્યુની ઘટના એકદમથી ઉકેલાઈ નથી કે મંગળવારની સાંજે ગંગાનગરમાં એક યુવકનું શબ કારમાં મળ્યું. પોલીસે મૃત્યુનું કારણ જીવ રૂંધાવાનું ગણાવ્યું તો યુવકના કુટુંબવાળાએ હત્યાનો આરોપ લગાવીને ધમાલ મચાવી દીધી.

પોલીસના જણાવ્યા મુજબ ગંગાનગર એમ બ્લોકમાં પાર્ક પાસે ઈઓન ગાડી બિનવારસી હાલતમાં બપોરની પડી હતી. રાત્રે ૯.૩૦ વાગ્યે સ્થાનિક લોકોએ કારમાં એક યુવકને પડેલો જોયો તો પોલીસને જાણ કરી. જાણ થતા ગંગાનગર પોલીસ અને પોસ્ટમોર્ટમ નિષ્ણાંત સ્થળ ઉપર પહોચ્યા. પોલીસે જણાવ્યું કે કારનું લોક ખુલ્લું હતું. કાર માંથી બેભાન મળેલા યુવકને હોસ્પિટલ લઇ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.

યુવકની ઓળખાણ મૂળ જેનપુર પરતાપુરના રહેવાસી નરેન્દ્ર (૩૫) પુત્ર કર્ણસિંહ હાલ રહેવાસી શ્રદ્ધાપૂરી કંકરખેડા તરીકે થઇ. અપરણિત નરેન્દ્ર હાલમાં પોતાની બહેનને ત્યાં ગંગાનગરમાં રહેતો હતો. પોલીસે શરુઆતની તપાસમાં જાણ્યું કે તેનું મૃત્યુ કારના એસીની ગેસને લીધે થયું છે. તેણે પહેલા દારુ પીધો અને પછી ડ્રાઈવરની બાજુની સીટ ઉપર સુઈ ગયો હતો. સીઓ અખિલેશ ભદોરિયાના જણાવ્યા મુજબ નરેન્દ્રએ ત્રણ મહિના પહેલા જમીન વેચીને કાર લીધી હતી. નરેન્દ્રનું શબ ડ્રાઈવરની બાજુની સીટ ઉપર મળ્યું.

કારમાં સુવું બની ગયું કાળ :-

ભોલાઝાલ પાસે કારમાં બે લોકોના મૃત્યુ, ગઈ ૮ મેં ના રોજ થયા હતા. પોલીસ તપાસમાં માનવામાં આવ્યું કે બન્ને લોકોના મૃત્યુ થઇ ગયા. ઉભી રહેલી ગાડીમાં આ ઝેરીલો ગેસ બની ગયો. જેની સીધી અસર હ્રદય ઉપર પડી હતી. બસ આવી જ રીતે ગંગાનગરમાં કારમાં નરેન્દ્રનું મૃત્યુ થયાનું માનવામાં આવી રહ્યું છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.