રેખાની 6 બહેનો જે સુંદરતામાં છે એક થી એક ચડિયાતી, લોકો ઓછું જાણે છે એમના વિષે

હંમેશા આપણે ફિલ્મી કલાકારો વિષે વાત કરીએ છીએ, પણ એમના પરિવાર વિષે આપણે વાત કરવાનું પસંદ નથી કરતા, અથવા તો આપણને એમના વિષે ખબર નથી હોતી. પણ કયારેક ક્યારેક એમના વિષે જાણવું જરૂરી હોય છે, અને આપણને એમના વિષે ખબર હોવી જોઈએ.

આજે અમે તમને બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંથી એક રેખા અને એમના પરિવાર વિષે જણાવીશું. રેખા પોતાના કરિયરમાં સુંદરતાની સાથે જ ફિલ્મો દ્વારા અને પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહી છે. પણ શું તમને ખબર છે કે રેખાની 6 બહેનો છે? અને તે શું કામ કરે છે અને ક્યાંથી કમાય છે?

શું તમે જાણો છો કે રેખાની 6 બહેનો ક્યાં છે?

લાંબા સમયથી રેખા કોઈ ફિલ્મમાં દેખાઈ નથી. પણ તે કોઈને કોઈ ઈવેન્ટમાં દેખાઈ જ આવે છે. રેખા આજે પણ પોતાના ઘરમાં એકલી રહે છે, પણ એમનો પરિવાર ઘણો મોટો છે. આજે અમે તમને એમના ભાઈ બહેન વિષે જણાવીશું. રેખાની બહેનોના નામ જયા શ્રીધર, રેવતી સ્વામીનાથન, કમલા સેલ્વરાજ, રાધા ઉસ્માન સૈયદ, નારાયણી ગણેશન અને વિજયા ચામુંડેશ્વરી છે.

એમના પિતા સાઉથ ઈન્ડિયન સિનેમાના સુપર સ્ટાર જેમિની ગણેશન હતા, જે મોટે ભાગે તમિલ ફિલ્મોના સ્ટાર રહ્યા હતા. એમની ચાર પત્નીઓ હતી. એમની પહેલી પત્ની અલામેલુથી એમને ચાર છોકરીઓ, બીજી પત્ની પુષ્પાવલીથી બે છોકરીઓ રેખા અને રાધા, અને ત્રીજી પત્ની સાવિત્રી થકી એક છોકરી વિજ્યા ચામુંડેશ્વરી અને એક છોકરો સતીશ કુમાર એમ કુલ 8 સંતાન છે.

રેખાના પોતાના પિતા સાથે સારા સંબંધ નથી રહ્યાં, પણ એમની બહેનો સાથે એમનું બોન્ડિંગ ઘણું સારું રહ્યું છે. બધી બહેનો એકબીજા પર જીવ ન્યોછાવર કરે છે. અને ઘરમાં એક્ટિંગના માહોલની રેખા પર ઘણી અસર પડી છે.

માં અને ઘરની જવાબદારી ઉપાડવા માટે રેખા નાની ઉંમરમાં જ એક્ટિંગ કરીને પૈસા કમાવા લાગી હતી. પરિવારને સાચવવા વાળું કોઈ હતું નહિ તો રેખાએ પોતાનું અને પોતાની માં નું ધ્યાન રાખ્યું. રેખાની બહેનો પણ એકથી એક ચડિયાતી છે, અને બધી અલગ અલગ ક્ષેત્રોમાં ઘણું નામ કમાઈ રહી છે. ગ્લેમરની દુનિયાથી દૂર પણ પોતાની ફિલ્ડમાં બધી સફળ છે.

રેખાની સૌથી મોટી બહેન ડો. રેવતી સ્વામીનાથન યુએસમાં પોપ્યુલર ડોક્ટર છે. એમની બીજી બહેન કમલા સેલ્વરાજ પણ પ્રખ્યાત ડોક્ટર છે અને ચેન્નઈમાં એમની એક હોસ્પિટલ પણ ચાલે છે. એમની ત્રીજી બહેન નારાયણી ગણેશન એક જર્નલિસ્ટ છે અને તે એક લીડીંગ ન્યુઝપેપરમાં કામ કરે છે. રેખાની ચોથી બહેન રાધા સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચુકી છે, પણ લગ્ન પછી તે ફિલ્મોથી દૂર થઈ ગઈ. તમને જણાવી દઈએ કે જેમિની ગણેશનના રેખા અને એમની માં સાથે સંબંધ સારા નથી રહ્યા, પણ એ કારણે રેખાના બાકી ભાઈ બહેનો સાથેના પ્રેમમાં કોઈ ફરક નથી પડ્યો.

રેખા પણ કોઈ અપ્સરાથી ઓછી નથી :

રેખાએ ફિલ્મ અંજાના સફરથી પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ એમણે ખૂન પસીના, મુકદ્દર કા સિકંદર, સિલસિલા, કામસૂત્ર, આખરી ભૂલ, ખુબસુરત, ખૂન ભરી માંગ, સુહાગ, ઉમરાવ જાન, ફૂલ બને અંગારે, ખિલાડીઓ કા ખિલાડી, ઘર, સંસાર, દો અંજાને, નમક હરામ, કોઈ મિલ ગયા અને ક્રિશ જેવી ફિલ્મોમાં તે જોવા મળી. એના સિવાય રેખા પોતાની સુંદરતા માટે આજે પણ ઘણી પ્રખ્યાત છે, અને એમની પાસે કરોડોની પ્રોપર્ટી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.