નાની છોકરી સાથે સંબંધી કરતો હતો ખોટી હરકત, સિક્રેટ કેમેરામાં કેદ થઈ ઘટના.

સંબંધી નાનકડી બાળકી સાથે કરતો હતો એવું કામ કે તમે વિચારી પણ ના શકો, કેમેરામાં કેદ થઈ સંપૂર્ણ ઘટના

મોટાભાગના લોકો તેમના સંબંધીઓ ઉપર વિશ્વાસ કરે છે અને તેમના વિશ્વાસને કારણે, જો તેઓ કામથી બહાર જાય છે, તો તેઓ તેમના બાળકોને તેમની પાસે છોડી દે છે. સંબંધીઓ સમય ઉપર કામ આવે છે, પરંતુ સંબંધીઓ ઉપર વધારે પડતો વિશ્વાસ કરવો તે યોગ્ય નથી. હવે, મનમાં એ પ્રશ્ન ઉભો થઇ રહ્યો હશે કે અમે આવી વાત કેમ કરી રહ્યા છીએ?

અમે તમને આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંબંધીએ જ બાળકી સાથે દુષ્કર્મ આચરેલું છે. હકીકતમાં, સમાચાર મુજબ કહેવામાં આવી રહ્યું છે કે બાળકીના માતા-પિતા કોઈ કામ માટે ઘરેથી બહાર ગયા હતા અને તેમણે પોતાની બાળકીને કોઈ સબંધી પાસે છોડી દીધી હતી, પરંતુ સંબંધીએ એ બાળકીનું શારીરિક શોષણ કર્યું.

અમે તમને જે ઘટના વિશે જણાવી રહ્યા છીએ તે ઘટના અર્જેન્ટીનાની છે, અને આરોપીની ઉંમર 41 વર્ષ કહેવામાં આવી રહી છે. છોકરી સાથે જે જે દુષ્કર્મ આરોપીએ કર્યું છે તે તમામ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. જ્યારે સંબંધીએ તે બાળકી સાથે ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. ત્યાર પછી બાળકીએ તેની સાથે બનેલી ઘટના અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી.

જ્યારે છોકરીના માતાપિતાએ તેને તેના સંબંધી પાસે છોડી દીધી, ત્યારે પોતાની સાથે થયેલા દુષ્કર્મ વિષે તેણે શાળામાં સૌથી પહેલા તેના મિત્રોને કહ્યું હતું કે તેની સાથે અંકલ કેવું દુષ્કર્મ કરતા હતા અને કેવી ખરાબ રીતે તેને સ્પર્શ કરતા હતા, સંબંધી પિતાના પિતરાઇ બહેનનો પતિ હતો.

જ્યારે બાળકીએ તેના મિત્રોને તેની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું, ત્યારે તેના મિત્રોની માતાએ આ માહિતી બાળકીના માતા-પિતાને આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી સંબંધીની પત્ની તે દરમિયાન ગર્ભવતી હતી, જેના કારણે બાળકીના માતા-પિતાએ તેની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવાનું યોગ્ય માન્યું ન હતું, પીડિત બાળકીના માતા-પિતાએ એ વિચાર્યું હતું કે જ્યાં સુધી તેમને કોઈ નક્કર પુરાવા નહીં મળે ત્યાં સુધી તેઓ તેની સામે કોઈ પણ પ્રકારનું પગલું ભરી શકશે નહીં.

આરોપી સબંધી બાળકી સાથે વારંવાર દુર્વ્યવહાર કરતો હતો, તે પોતાના કૃત્યથી બિલકુલ સુધરતો ન હતો પરંતુ જ્યારે તે 1 દિવસ દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે છોકરીએ કેમેરા તરફ ઈશારો કરતા કહ્યું કે તમે જાણો છો કે મારા રૂમમાં એક ગુપ્ત કેમેરો છે, ત્યાર પછી આરોપી સંબંધી ખૂબ ગુસ્સે થયો અને તેણે છોકરીના ગળાને ખૂબ જ સખત પકડી લીધું હતું.

કોઈ પણ રીતે તે છોકરી ત્યાંથી છટકીને ભાગી ગઈ હતી, છોકરીના માતાપિતાને કેમેરામાં કેદ થયેલા વીડિયોના આધારે પુરાવા મળ્યા હતા અને તેઓએ પોલીસને આ મામલે સંપૂર્ણ માહિતી આપી હતી, પોલીસ પાસે કેસ પહોંચતાંની સાથે જ આરોપીની શોધખોળ શરૂ કરી હતી, જેમ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી હજી પકડાયો નથી, પરંતુ પોલીસ તેની શોધ કરી રહી છે અને આ મામલાની તપાસ કરી રહી છે, પોલીસ કહે છે કે આરોપી વધુ દિવસો સુધી તેમની પકડ માંથી છટકી શકતા નથી, ટૂંક સમયમાં તેઓ તેમની પકડમાં આવી જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.