રેલવેએ સૈનિકને આપ્યું ગિફ્ટ, હવે ખીચોખીચ ટ્રેનોમાં પણ સીટ મળવી થશે સરળ.

દેશના રક્ષણ માટે દેશની સરહદ ઉપર સામી છાતીએ ઉભા રહેલા સેનાના જવાનો અને ઓફિસરો માટે રેલ્વેએ ડીફેન્સ ડીપાર્ટમેંટ કોટા આપવાનો નિર્ણય લીધો છે.

દેશના રક્ષણ માટે દેશની સરહદ ઉપર સામી છાતીએ ઉભા રહેલા સેનાના જવાનો અને ઓફિસરો માટે રેલ્વેએ ડીફેન્સ ડીપાર્ટમેંટ કોટા આપવાનો નિર્ણય લીધો છે. રેલ્વે વિભાગે તેની સાથે જોડાયેલો આદેશ જાહેર કરી દીધો છે. બનારસમાં પણ તેની નકલ રેલવેના ઓફીસરોને મળી ગઈ છે.

તેનાથી અહિયાંથી રવાના થવા વાળા જવાનોને ઘણી રાહત મળી ગઈ છે. ટ્રેને જવા આવવા માટે હવે કન્ફર્મ ટીકીટની ચિંતા નહિ રહે. આ નવા આદેશનો લાભ ખાસ કરીને તેમને મળશે જેને ફરજને કારણે જવું આવવું પડે છે.

પોલીસીમાં કર્યો ફેરફાર :-

રેલ્વેએ પોતાની પોલીસીમાં ફેરફાર કરીને નિર્ણય લીધો છે કે જે ટ્રેનમાં ૯૦ ટકાથી વધુ સીટો બુક છે, ત્યાં સેનાના જવાનોની જરૂરિયાત મુજબ કોટા આપવામાં આવશે. આ નિર્ણયથી જવાનોને ઘણી રાહત મળશે. કેમ કે સેનાની હંમેશા માંગ રહે છે કે ટ્રેનમાં સેના માટે સીટોનો કોટો વધારવામાં આવે.

આ કોટા ૧૫ માર્ચ ૨૦૧૫ નારોજ રેલ્વે વિભાગે આદેશ જાહેર કરી રહ્યા હતા કે જો ગયા નાણાકીય વર્ષ દરમિયાન સામાન્ય કોટાના ૯૦ ટકાથી વધુ ઉપયોગ હોય અને સમય રીઝર્વેશન કોટાની જરૂરિયાત ઉપર અસર ન પડે, ત્યારે કોટા આપવામાં આવે, આ આદેશો પછી સેના માટે ડીડી કોટા લેવા મુશ્કેલ બની ગયા, કેમ કે રેલ્વેમાં મોટાભાગની ટ્રેનોમાં સીટો ફૂલ રહેતી હોય છે.

લાંબા સમયથી લટકી હતી ફાઈલ :-

પહેલા સેનામાં કોટા વધારવા અને ઘટાડવાની સત્તા રેલ્વે વિભાગના હાથમાં હતી. એટલે કે કોટાને લઈને ઝોન અને રેલ્વે બોર્ડ વચ્ચે લખાણ પટ્ટી થતી હતી, જેમાં નિર્ણય લેવામાં ઘણો સમય લાગી જતો હતો. તેવામાં રેલ્વેએ ઝોનને સત્તાઓ આપીને સેના અને રેલ્વે અધિકારીઓને રાહત આપી દીધી છે. તેનાથી કેંટ સ્ટેશન ઉપર રહેલી સેનાના આવવા જવા ઉપર કંટ્રોલ ઓફિસને કોટા માટે ઓફીસના આંટા નહી કરવા પડે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી આઈ નેક્સ્ટ લાઈવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.