Reliance Jio GigaFiber : શરૂમાં 1,100 શહેરોમાં મળશે આ સર્વિસ, 3 મહિના સુધી મફત મળશે સુવિધાઓ જાણો કેવી રીતે?

મુકેશ અંબાણીએ જુલાઈ 2018 ના રોજ પોતાની કંપનીની નવી સર્વિસ જીઓ ગીગા ફાયબર (jio GigaFiber) ની જાહેરાત, કંપનની 41 મી વાર્ષિક જનરલ મિટિંગમાં કરી હતી. ત્યારબાદ સામાન્ય લોકો માટે રજીસ્ટ્રેશન પણ શરુ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ કંપનીએ આ બ્રોડબેન્ડ સર્વિસની ઉપલબ્ધતાને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર જાણકારી નથી આપી.

થોડા મહિના પહેલા જ jio GigaFiber ને લઈને સમાચાર આવી રહ્યા છે કે એને માર્ચ 2019 માં સંપૂર્ણ રીતે લોન્ચ કરી દેવામાં આવશે. અમારું માનો તો અત્યારે આ સર્વિસ ટેસ્ટિંગ ફેઝ માંથી પસાર થઇ રહી છે. અને એ પાસ કર્યા પછી જ આ સર્વિસને વ્યવસાયિક રીતે જાહેર કરવામાં આવશે.

5 કરોડ ઘરો સુધી આ સર્વિસ પહોંચાડવાનું લક્ષ્ય :

આ સર્વિસને શરૂઆતમાં 1100 શહેરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીનું માનીએ તો આ સર્વિસને લગભગ 5 કરોડ ઘરો સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. મહાનગરો સિવાય આ સર્વિસને પહેલા 30 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે.

જેમાં બેંગ્લોર, ચેન્નઈ, રાંચી, પુણે, કોયમ્બટૂર, ગુવાહાટી, આગ્રા, મેરઠ, રાજકોટ, શ્રીનગર, અમૃતસર, પટના, ઇન્દોર, થાણે, ભોપાલ, લખનઉં, કાનપુર, લુધિયાણા, મદુરઈ, નાશિક, ફરીદાબાદ, પ્રયાગરાજ, રાયપુર, નાગપુર, ગાઝિયાબાદ, ચંડીગઢ, જોધપુર, કોટા, નવી દિલ્હી અને સોલાપુર શામેલ છે. જો કે જે શહેરોમાં આ સર્વિસ માટે સૌથી વધારે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હશે, એમને સૌથી પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે.

Jio GigaFiber પ્લાન્સ :

જીઓ ગીગા ફાઈબર રિલાયન્સ કંપનીની FTTH બ્રોડબેન્ડ સર્વિસ અંતર્ગત આવે છે. જીઓ ગીગા ફાઈબર પ્લાનની શરૂઆત 500 રૂપિયાથી થશે, જેમાં ગ્રાહકોને 100 Mbps ની સ્પીડ સાથે 300 જીબી ડેટા મળશે. સાથે જ એવા સમાચાર આવ્યા છે કે, કંપની ગ્રાહકોને શરૂઆતના 3 મહિના માટે 100 Mbps ની સ્પીડ સાથે 100 જીબી ડેટા દર મહિને ત્રણ મહિના સુધી ફ્રી માં આપશે. એટલે કે ત્રણ મહિના તમને આ સર્વિસ મફત મળશે.

ત્યારબાદ તમારે જે પ્લાન લેવો હોય એના અનુસાર રકમ ચુકવવાની રહેશે. જણાવી દઈએ કે ગ્રાહકોએ શરૂઆતમાં સિક્યોરિટી ડિપોઝીટ તરીકે 4,500 રૂપિયા ચૂકવવાના રહેશે. એટલું જ નહિ આ સર્વિસને લેવા પર તમને ગીગા ફાઈબર અને જીઓ ટીવી રાઉટર ફ્રી માં મળશે. એના સિવાય કંપની 750 રૂ., 999 રૂ. અને 1299 રૂ. ના પ્લાન પણ લોન્ચ કરી શકે છે. કંપની દ્વારા અપાતા આ બધા પ્લાન 1 મહિનાની વેલિડિટી વાળા હશે.

જીઓ ગીગા ફાઈબર એ જીઓ ગીગા ટીવી અને જીઓ સ્માર્ટ હોમ ડિવાઈઝને પણ પાવર આપશે. જીઓ ગીગા ટીવીમાં ઘણી બધી ફિલ્મો અને ગીતો તેમજ અન્ય વિભિન્ન સામગ્રીઓ સાથે 600 કરતા વધારે ટીવી ચેનલ હોવાની આશા છે. ટીવી સિવાય ગ્રાહક JioTVCall, JioCloud અને JioCinema નો પણ લાભ મેળવી શકશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.