રિલાયન્સ જીઓએ કર્યો ટૈરીફ વધારવાનો નિર્ણય, બધા પ્લાન્સ થઈ શકે છે મોંઘા જાણી લો

રિલાયન્સ જીઓએ (Reliance Jio) પોતાના ટેરિફની કિંમત વધારવાની જાહેરાત કરી દીધી છે. હાલમાં જ રિલાયન્સ જીઓએ નોન જીઓ કોલિંગ માટે પૈસા લેવાનું શરુ કર્યું છે, અને એના માટે નવા પેકની પણ શરૂઆત કરી દેવામાં આવી હતી.

બીજી ટેલિકોમ કંપનીઓ જેવી કે વોડાફોન આઈડિયા અને એયરટેલે પણ 1 ડિસેમ્બરથી ટેરિફની કિંમત વધારવાની જાહેરાત કરી દીધી છે. આ વધેલી કિંમતો પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પર લાગુ થશે.

રિલાયન્સ જીઓએ પોતાની એક પ્રેસ રિલીઝમાં કહ્યું, ‘મીડિયા રિપોર્ટમાં જેવું કહેવામાં આવી રહ્યું છે, અમે સમજીએ છીએ કે ટ્રાઈ (TRAI) ટેલિકોમ ટેરિફને લઈને કંસલ્ટેશન પ્રોસેસ શરુ કરવાનું છે. બીજા ઓપરેટર્સની જેમ અમે પણ સરકાર સાથે કામ કરશું અને રેગ્યુલેટરી રિજીમને મજબૂત કરશું, જેથી ભારતીય કસ્ટમર્સના ફાયદા માટે ઈન્ડસ્ટ્રી મજબૂત થઈ શકે. આવનારા થોડા અઠવાડિયામાં અમે ટેરીફની કિંમત વધારીશું.’

હાલમાં કંપની એ નથી કહ્યું કે, કયા પ્લાનમાં કેટલા રૂપિયા વધારવામાં આવશે, પણ જલ્દી જ એનું એલાન કરી દેવામાં આવશે.

વોડાફોન આઈડિયા અને એયરટેલે પણ જાહેરાત કરી છે કે, 1 ડિસેમ્બરથી ટેરિફ વધારવામાં આવી રહ્યા છે. આ બંને કંપનીઓએ પણ અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે પ્લાન પર કેટલા એક્સ્ટ્રા પૈસા આપવા પડશે. બધી કંપનીઓએ ટેરિફ વધારવાની પાછળ સરકાર દ્વારા વસુલવામાં આવતા AGR નો જ હવાલો આપ્યો છે. જો કે વોડાફોન આઈડિયા અને એયરટેલે વધારે પૈસા આપવાના છે.

વિચારવા જેવું છે કે સુપ્રીમ કોર્ટે ઓક્ટોબરમાં એક નિર્ણય સંભળાવ્યો હતો જેના અંતર્ગત ટેલિકોમ ડિપાર્ટમેન્ટને એ અધિકાર આપવામાં આવ્યો હતો કે, ટેલિકોમ કંપનીઓ પાસેથી AGR ના રૂપમાં 94,000 કરોડ રૂપિયા વસુલવામાં આવે. બધું મળીને 1.3 લાખ કરોડ રૂપિયાની રકમ છે, જેમાં સૌથી વધારે વોડાફોન આઈડિયાએ ચૂકવવાની છે.

તો હવે આપણે બધાએ પોતાના મોબાઈલના રિચાર્જ માટે ખીસા વધારે ઢીલા કરવા માટે તૈયાર રહેવું પડશે, પછી આપણે વોડાફોન આઈડિયા, એયરટેલ કે જીઓ વાપરતા હોય. ભાવ તો બધામાં વધવાના જ છે. એટલે આપણા મહિનામાં ખર્ચમાં વધારો થવાનો નક્કી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.