લોકડાઉનમાં મળી રાહત તો ચીનની ફેક્ટરીમાં યોજાઈ વિચિત્ર હરીફાઈ.

કોરોનાની સાઈડ ઇફેક્ટ લોકડાઉનમાં રાહત અપાઈ તો ચીનની ફેક્ટરીમાં રાખવામાં આવી… જાતે જોઈ લો

ચીનના વુહાન શહેરમાંથી શરુ થયેલો કોરોના વાયરસનો આતંક આખી દુનિયામાં ચાલુ છે ત્યાં ચીનનો સમય પહેલા કરતા સારો થયો હોય એવું નજરે પડી રહ્યું છે, કોરોનાના આતંક પછી ચીને લોકડાઉનમાં ઢીલ આપવાનું શરુ કરી દીધું છે, કારણ કે કેટલાક જરૂરી કામ ધીરે ધીરે શરુ કરી શકાય, આ સમય દરમિયાન ચીનની એક ફેક્ટરીમાંથી કેટલાક અચરજ ફોટા સામે આવી રહ્યા છે. જ્યાં કેટલાક લોકો ચિત્ર વિચિત્ર રીતની રમત રમતા નજરે પડી રહ્યા છે.

આ રમતનું નામ રાખવામાં આવ્યું છે કિસિંગ કોન્ટેસ્ટ, આ કિસિંગ કોન્ટેસ્ટના ફોટા ઇન્ટરનેટ ઉપર ખુબ વાઇરલ થઇ રહ્યા છે, બીજી બાજુ લોકોની અલગ અલગ જાતની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

જણાવામાં આવી રહ્યું છે કે ચીનમાં કોરોના વાયરસના કેસ ઓછા થવાની સાથે ચીની સરકારે લોકડાઉનમાં થોડી ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. આના અનુસાર ચીનના સુજો શહેરમાં એક ફેક્ટરીના ફરીથી શરુ થવા ઉપર કર્મચારીઓએ ચિત્ર વિચિત્ર રીતે ઉત્સવ માણ્યો, તેમણે લોકોએ કિસિંગ કોન્ટેસ્ટનું આયોજન કર્યું. જેમાં કર્મચારી એકબીજાને કિસ કરતા નજરે પડ્યા. એવામાં કર્મચારીની વચ્ચે કાચ રાખવામાં આવ્યો હતો.

એવામાં સોસીયલ મીડિયા ઉપર સતત લોકો આવા પગલાની આલોચના કરતા રહ્યા છે. કેટલાય લોકોનું કહેવાનું છે કે જ્યાં ચીની સરકારે યોગ્ય અંતર જાળવવાની શરતે લોકડાઉનમાં છૂટછાટ આપી છે ત્યાં ફેક્ટરીના કર્મચારીઓ જાતે જ નિયમોના છોતરા કાઢતા નજરે પડે છે. ફોટોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકો ‘કિસિંગ કોન્ટેસ્ટ’ માં ભાગ લઇ રહ્યા છે, આ સમય દરમિયાન તેમણે ફેક્ટરીના કર્મચારીના કપડાં પહેલા છે.

ગ્લોબલ ટાઈમ્સનું કહેવાનું થાય છે કે આ ‘કિસિંગ કોન્ટેસ્ટ’ કારખાની ખુલવાની ખુશીમાં રાખવામાં આવ્યું છે. આ બાબતમાં ફેક્ટરીના મલિક માનુ કહેવું છે કે કિસિંગ કોન્ટેસ્ટ દરમિયાન જોખમ ઓછું કરવા આ હરીફાઈ વખતે વચ્ચે કાચ રાખ્યો હતો. ફેક્ટરીના માલિકે ખુલાસો કરતા કહ્યું કે પ્રતિસ્પર્ધી માંથી કેટલાક પરણેલા કપાલ હતા. જે કારખાનામાં કામ કરે છે, આ મહામારીના ચાલતા કેટલાય લોકો ટેન્શનનો સામનો કરી રહ્યા હતા જેથી તેમને ખુશ કરવા માટે કિસિંગ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.