દિવાળીના દિવસે આ સરળ ઉપાય કરવાથી બની જશો ‘ધનવાન’, વરસશે માં લક્ષ્મીની કૃપા

દિવાળીના દિવસે દેવામાંથી મુક્તિ મેળવવા તમે નીચે જણાવેલ ઉપાયો કરો. આ ઉપાયો કરવાથી દેવું ઉતરી જાય છે અને જીવનમાં ધનની કમી પણ નથી થતી. એટલું જ નહિ જો આ ઉપાયો સાચા મનથી કરવામાં આવે, તો ઘરમાં માં લક્ષ્મીનો વાસ પણ થાય છે. એટલા માટે તમે દિવાળીના દિવસે ધન લાભ હેતુ આ ઉપાયોને જરૂર કરો.

દિવાળીના દિવસે કરો આ સરળ ઉપાય, જે બનાવી દેશે તમને ધનવાન :

(1) દિવાળીના દિવસે તમે 13 દીવડા પ્રગટાવો અને દરેક દીવડાની અંદર કોડી નાખી દો. આ દીવડાને તમે ઘરના દરેક ખૂણામાં મૂકી દો અને જયારે આ દીવડા ઓલવાય જાય તો તમે એમાંથી કોડી કાઢી લો, અને એ કોડીઓને પોતાની તિજોરી અથવા વ્યાપારના સ્થળ પર મૂકી દો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહિ થાય અને લક્ષ્મી માં નો વાસ થઈ જશે.

(2) કાળી ચૌદશ જેને નરક ચતૃદર્શી પણ કહેવામાં આવે છે તે દિવાળી સાથે જ આવી રહી છે. આ દિવસે તમે પાંચ પ્રકારના ફૂલોની માળા બનાવીને એને માં લક્ષ્મીને અર્પણ કરો અને આ માળાને અર્પણ કરતા સમયે તમે પોતાના મનમાં પોતાની મનોકામના બોલી દો. એવું કરવાથી તમારી મનોકામના પુરી થઈ જશે.

(3) દિવાળીની રાત્રે તમે માં લક્ષ્મીના નામનો જાપ કરો અને જાપ કરતા સમયે માં ને પ્રાર્થના કરો કે તે તમારા ઘરમાં સદા માટે વાસ કરે અને પોતાની કૃપા તમારા પર બનાવી રાખે.

(4) લક્ષ્મી માં ની પૂજા કરતા સમયે તમે માં ને કમળના ફૂલ અર્પણ કરો. પૂજા પુરી થયા પછી આ કમળના ફૂલોને તમે પોતાની તિજોરીમાં મૂકી દો. એવું કરવાથી લક્ષ્મી માં ની કૃપા તમારા પર બની જશે.

(5) દિવાળી માટે નવું ઝાડુ ખરીદો અને આ ઝાડુથી ઘરની સફાઈ કરો. એવું કરવાથી તમારા પર જે પણ દેવું છે ઉતરી જશે.

(6) આ પર્વના દિવસે તમે રાતના સમયે માં લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરતા સમયે એમની સામે 21 દીવડા પ્રગટાવો અને પૂજા પુરી થયા પછી, આ દીવડાને પોતાના ઘરના મુખ્ય દરવાજા અને બારીઓ પાસે મૂકી દો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માં લક્ષ્મી જરૂર પ્રવેશ કરશે અને તમારે કયારેય પણ આર્થિક સંકટનો સામનો નહિ કરવો પડે.

(7) દેવાથી મુક્તિ મેળવવા માટે તમે દિવાળીના દિવસે મંદિરમાં જઈને માં લક્ષ્મીની પૂજા કરો અને એમને લાલ રંગનું સિંદૂર અર્પિત કરો અને એમની સામે એક તેલનો દીવડો પ્રગટાવી દો.

(8) કુબેર ભગવાનને ધનના દેવતા માનવામાં આવે છે. એટલા માટે તમે દિવાળીના દિવસે સાંજના સમયે કુબેર ભગવાનનું પણ પૂજન કરો અને એમની પૂજા કરતા સમયે એમને એક લાલ રંગનું ફૂલ એની સાથે થોડા ફળ અને મીઠાઈ ધરાવો.

(9) તમે માં લક્ષ્મીની સામે ચાર દીવડા પ્રગટાવીને એની અંદર લવિંગ નાખી દો. પછી આ દીવડાને એ રૂમની અંદર મૂકી દો, જ્યાં તમારી તિજોરી છે. આ રીતે તમે પોતાના વ્યાપાર સ્થળ પર પણ આ દીવો મૂકી શકો છો. એવું કરવાથી તમને ધનલાભ થશે અને વ્યાપાર સારી રીતે ચાલશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.