આ 5 વાતોને લગ્નના દિવસે જરૂર રાખો યાદ, જીવનમાં ક્યારેય નહિ થાય કોઈ સમસ્યા.

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

લગ્ન દરેક માણસના જીવનની એવી કડી છે, જેમાં દરેક જોડાવા નથી ઇચ્છતા પરંતુ તેને જોડાવું પણ જરૂરી છે. એક લગ્ન કરવામાં મહિનાઓ સુધીની મહેનત પડતી હોય છે. દરેક લગ્ન કરવા વાળાના મનમાં આ વાતો હોય છે. હંમેશા છોકરા અને છોકરી વાળાને લાગે છે કે જો લગ્ન વાળા દિવસે કોઈ ભૂલ ચૂક થઇ જાય તો લોકોનું માનવું છે કે આખુ જીવન ખરાબ થઇ ગયું. આ પાંચ વાતોને લગ્નના દિવસે જરૂર રાખો યાદ. તમારે આ વાતો વિષે વિચારવું જોઈએ.

આ પાંચ વાતોને લગ્નના દિવસે જરૂર રાખો યાદ

લગ્નની ચર્ચા થતા જ વ્યક્તિના મનમાં પ્રશ્ન થવા લાગે છે કે અમારા જીવનસાથી કેવા હશે અને આગળનું જીવન સારું પસાર થશે કે પછી ખરાબ રીતે પસાર થશે. જ્યોતિષ શાસ્ત્રની ગણતરીએ લગ્નનું વર્ણન થતા જ સૌથી જરૂરી વાત એ હોય છે કે લગ્નની તિથી નક્કી કરવી. જયારે લગ્નની વાતચીત થાય છે, તો લગ્નની તિથી સૌથી પહેલા નક્કી કરો અને પછી આ પાંચ જરૂરી વાતો કરો.

આ મહિનામાં ન કાઢો તિથી :-

જ્યોતિષવિદ્યા મુજબ, જે મહિનામાં વ્યક્તિના માતા પિતાના લગ્ન થયા હોય તે મહિનામાં વ્યક્તિના લગ્ન ક્યારે પણ ન કરાવો. તેનાથી તેનું લગ્નજીવન ખરાબ થઇ શકે છે.

આ નક્ષત્રમાં લગ્ન ન કરવા

પુષ્ય અને પુરવા ફાલ્ગુની નક્ષત્રોમાં પણ લગ્ન વિધિ કરવી શુભ નથી માનવામાં આવતી અને એટલા માટે આ મહિનામાં પણ લગ્ન કરવા વ્યક્તિઓ માટે ખુશીઓ નહી પરંતુ દુઃખ લઈને આવી શકે છે.

જયારે કરો પ્રથમ સંતાનના લગ્ન

જ્યોતિષવિદ્યા કહે છે કે કોઈ વ્યક્તિએ પોતાના પહેલા સંતાનના લગ્ન ક્યારે પણ જેઠ મહિનામાં ન કરવા જોઈએ. તેનું કારણ એ છે કે તે જેઠ મહિનો હોય છે અને સંતાન પણ જેઠ (મોટું) જે શુભ સંયોગ નથી માનવામાં આવતા. એટલા માટે તમારા પહેલા સંતાનના જેઠ મહિનામાં લગ્ન ન કરો તે સારું રહેશે.

ન કરો ગ્રહણમાં લગ્ન

સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણના ત્રણ દિવસ પહેલા અને ગ્રહણના ત્રણ દિવસ પછી કે અંદર લગ્ન કાર્ય ન કરવું જોઈએ. આ વર્ષે જુલાઈ મહિનામાં ૧૬ તારીખના રોજ ચંદ્ર ગ્રહણ લાગશે અને ત્યાર પછી ડીસેમ્બર મહિનાની ૨૬ તારીખનું અંતિમ સૂર્યગ્રહણ લાગશે જે ભારતમાં પણ દેખાવાનું છે.

આ યોગમાં ન રાખો તારીખ

ભ્રમણમાં ગુરુ, શુક્ર અને તારા અસ્ત થવાથી આ યોગમાં લગ્ન કાર્ય ન કરવા જોઈએ. ચતુર્માસામાં જયારે ભગવાન વિષ્ણુ શયન કરે છે, તો તે સમયથી લઈને દેવપ્રબોધિની એકાદશી દરમિયાન પણ લગ્ન સંસ્કાર ન કરવા. આ વર્ષે ૧૨ જુલાઈથી ચતુર્માસ શરુ થશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.