લોન કે વ્યાજે લેતા વખતે આ 5 વાતોનું રાખો ધ્યાન, નહીતો ચૂકવવાનું થશે મુશ્કેલ

આ વાતોને ધ્યાનમાં રાખીને લેશો વ્યાજે રૂપિયા તો જલ્દી થશો દેવા મુક્ત. જ્યોતિષ વિજ્ઞાન મુજબ દેવું (ઉધાર) લેતી વખતે પાંચ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. જો આ બાબતોનું ધ્યાન નહિ રાખો તો દેવું ચૂકવી નહિ શકાય, પરંતુ તેનું વ્યાજ વધતું જશે. આવો જાણીએ કયા સમયે દેવું ન લેવું જોઈએ, અને તે દરમિયાન કઈ પાંચ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

1. આ દિવસે ભૂલથી પણ ન લેશો ઉધાર : જ્યોતિષ વિજ્ઞાન મુજબ ઉધાર લેતી વખતે દિવસનો વિચાર જરૂર કરવો જોઈએ. મંગળવાર, શનિવાર અને રવિવારે ઉધાર લેવું જોઈએ નહી. કહેવામાં આવે છે કે, અઠવાડિયાના આ દિવસોમાં લેવામાં આવેલું ઉધાર ઘણી મુશ્કેલીથી ચૂકવી શકાય છે. ઉધારમાં મૂળ રકમથી વધુ વ્યાજ ચૂકવવું પડે છે. એટલા માટે આ ત્રણ દિવસમાં ક્યારે પણ ઉધાર ન લેવું જોઈએ.

2. ઉધાર લેતી વખતે આ યોગોનું રાખો ધ્યાન : પંચાંગના પાંચ અંગોમાંથી એક અંગ છે યોગ, અને કુલ 27 યોગ હોય છે. જ્યોતિષ ગણના અનુસાર એવા ત્રણ યોગ છે જેમાં ક્યારે પણ ઉધાર ન લેવું જોઈએ. તેમાં વુદ્ધી યોગ, દ્વિપુષ્કર યોગ અને ત્રીપુષ્કર યોગ આવે છે. એવું માનવામાં આવે છે કે, વૃદ્ધિ યોગમાં ઉધાર લેવાથી તેનું પ્રમાણ વધે છે, દ્વિપુષ્કર યોગમાં ઉધાર લેવાથી તે બમણું થાય છે અને ત્રીપુષ્કર યોગમાં ઉધાર ત્રણ ગણું વધી જાય છે.

3. આ નક્ષત્રમાં ક્યારે પણ ન લો ઉધાર પૈસા : કોઈ વ્યક્તિ પાસેથી ધન ઉધાર લેતી વખતે નક્ષત્રનો પણ વિચાર કરવામાં આવે છે. એવું માનવવામાં આવે છે કે, હસ્ત નક્ષત્રમાં લેવામાં આવેલું ઉધાર જલ્દી ચૂકવી શકાતું નથી. તે ઉપરાંત મૂળ, આદ્રા, જયેષ્ઠા, વિશાખા, કૃતિકા, ઉત્તર ફાલ્ગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદ અને રોહિણી નક્ષત્રોમાં પણ ઉધાર લેવું ભારે પડે છે.

4. આ લગ્નમાં કોઈને પૈસા ન આપો ઉધાર : જ્યોતિષ વિજ્ઞાન મુજબ ચર લગ્નમાં ઉધાર આપવું જોઈએ નહી. ચર લગ્નમાં પાંચમાં અને નવમાં સ્થાનમાં શુભ ગ્રહ અને આઠમાં સ્થાનમાં કોઈ પણ ગ્રહ ન હોવો જોઈએ. પરંતુ મેષ, કર્ક, તુલા અને મકર જેવા ચર લગ્નમાં ઉધાર લેવાથી તે તરત જ ઉતરી જાય છે. તેનાથી વિપરીત ઉપરોક્ત ચર લગ્નમાં ક્યારે પણ કોઈને ઉધાર આપવું જોઈએ નહી.

5. ઉધાર લેતી વખતે સંક્રાંતિનું રાખો વિશેષ ધ્યાન : જ્યોતિષ ગણના મુજબ કોઈ પાસેથી ઉધાર લેતી વખતે સંક્રાંતિનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. દર મહિને (અધિક માસ છોડીને) સંક્રાંતિ આવે છે. સંક્રાંતિ ઉપર ક્યારેય પણ ધન ઉધાર ન લેવું જોઈએ અને ન તો કોઈને પૈસા ઉધાર આપવા જોઈએ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.