ખરાબ મેમોરી કાર્ડને 2 મિનિટમાં મફતમાં ઘરેબેઠા રીપેર કરો

સ્માર્ટફોનનો ઉપયોગ આજના સમયમાં દરેક કરે છે, અને એ કારણ છે કે સ્માર્ટફોન હેંગ ન થાય તેના માટે મેમરી કાર્ડનો પણ ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત મેમરી કાર્ડમાં અચાનક બધા ડેટા ડીલીટ થઇ જાય છે અને આપણે તકલીફનો સામનો કરવો પડે છે. તેનું જો સૌથી મોટું કારણ છે તે છે વાયરસ જે તમારો બધો જ ડેટા અચાનકથી ગુમ કરી દે છે. તેવામાં આજે અમે તમને જણાવીશું કે ખરેખર તમારા મેમરી કાર્ડને વાયરસથી બચાવીને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ છીએ.

તેના માટે સૌથી પહેલા તમારા મેમરી કાર્ડને કાર્ડ રીડરમાં લગાવો અને પછી કમ્પ્યુટર સાથે કનેક્ટ કરો. ત્યાર પછી ડ્રાઈવ ચેક કરો જે તમને મેમરી કાર્ડનું લોકેશન દેખાડી રહ્યું છે. ત્યાર પછી મેમરી કાર્ડ પર રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીઝ ઓપ્શનમાં જઈને ફોર્મેટ ઓપ્શન ક્લિક કરો. તે દરમિયાન એક પોપઅપ બોક્સ જોવા મળશે જે ફાઈલ સીસ્ટમ ફેટ નામથી હશે. ત્યાર પછી સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો પરંતુ ફોર્મેટ ઓપ્શનને ચેક ન કરો. હવે મેમરી કાર્ડને ચેક કરો કે તે કામ કરી રહ્યું છે કે નહિ. આ આખી પ્રોસેસ પછી તમારું મેમરી કાર્ડ ઠીક થઇ જશે.

તે ઉપરાંત તમે તમારા મેમરી કાર્ડને કોમ્પ્યુટરમાં કનેક્ટ કરીને Ctrl+R પ્રેસ કરી RUN કમાન્ડને ઓપન કરો. પછી તેમાં CMD ટાઈપ કરી એન્ટર કરો અને તેમાં તમારું મેમરી કાર્ડનું નામ નાખો. ત્યાર પછી Format પોતાનું મેમરી કાર્ડનું નામ ટાઈપ કરીને એન્ટર કરો. તે દરમિયાન તમારી પાસે એક મેસેજ પણ આવશે. જ્યાં તમારે Yes અને No નો વિકલ્પ મળશે, જેમાંથી તમે Yes ઉપર ક્લિક દો. એમ કરતા જ તમારી ફાઈલ ફોર્મેટ થવા લાગશે અને મેમરી કાર્ડ સારું થઈ જશે.

આ રીતોથી તમે પોતાનો મેમરી કાર્ડ રીપેર કરી શકશો અને એને લાંબા સમય સુધી એને વ્યવસ્થિત રીતે ઉપયોગી રાખી શકશો. મેમરી કાર્ડ સાચવવો એટલા માટે જરૂરી છે કારણ છે કે એમાં આપણા ઘણા કિમતી ડેટા સેવ કરીને રાખેલા હોય છે. જે ગાયબ થઈ જવા પર આપણા ઘણા કામ અટકી પડે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.