વર્ષો જુના વૃક્ષને ઉખાડીને બીજી જગ્યાએ રોપે છે આ મશીન, આ વિશેષ ટેકનીકથી છે સજ્જ

‘વૃક્ષ વાવો, વરસાદ લાવો’ આવા પ્રકારના વૃક્ષ વિષે ઘણા સુત્રો આપણે સાંભળતા હોઈએ છીએ. પરંતુ તેમ છતાં આજકાલ નવા રોડ, મેટ્રો, ઓવરબ્રીજ વગેરેનું કામ ઘણું ઝડપથી મોટા શહેરોમાં અને અન્ય સ્થળોએ ચાલતા રહે છે. અને તે બનાવવા માટે તેની હદમાં આવતા અનેક વૃક્ષોને કાપવાની જરૂર રહે છે. અને આપણે ઇચ્છતા હોવા છતાં વૃક્ષોને બચાવી શકતા નથી. તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કરણ કે આજે અમે તમને એક એવા મશીન વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, જે મશીનથી વૃક્ષો કાપવાની જરૂર પણ નહિ રહે અને વ્રુક્ષ બીજે રોપી શકાશે. અને નવા રોડ, મેટ્રો, ઓવરબ્રીજ વગેરે કામો પણ થઇ શકશે, તો આવો તમને તે મશીન વિષે વિસ્તૃતમાં જણાવીએ.

હવે ભારતના મોટા મોટા શહેરોમાં ખરેખર એ વૃક્ષોને કાપવાની જરૂર નહિ પડે, જે ૨૦ વર્ષ સુધી જુના છે, કે જેના મૂળ ૬-૭ ફૂટ ઊંડે સુધી જ ગયા છે. હવે જુદા જુદા પ્રોજેક્ટમાં અડચણ બની રહેલા વૃક્ષને કાપવા નહિ પડે. કારણ કે જર્મનીના એક મશીન દ્વારા તેને ઉખાડીને બીજી જગ્યાએ રોપી શકાય છે. જાણવા જેવી વાત એ છે કે જે વૃક્ષના પાંદડા બદલાય છે, તેમાં ૯૯ ટકા ભીનાશ રહે છે. ઉગાડ્યાં પછી હળવો વરસાદ આ વૃક્ષોમાં પ્રાણ પૂરી દે છે.

જર્મન ટેકનીકથી છે સજ્જ :

જર્મનીથી આયાત કરવામાં આવેલા આ મશીનને ટ્રી-ટ્રાંસપ્લાંટર મશીન કહે છે. ભારતમાં આ મશીન જર્મનીથી મંગાવ્યું છે. વિશેષ પ્રકારના બુલડોઝર જેવું દેખાતું આ મશીન ૧.૭૫ કરોડ રૂપિયાનું છે. ખાસ કરીને આખી સીસ્ટમ એક ભારે વાહન તરીકે અસેંબલ્ડ છે. નિષ્ણાંતે જણાવ્યું કે માત્ર ૧૦ લીટર ડીઝલમાં આ મશીન એક કલાકમાં એક વૃક્ષ ઉખાડીને તેને બીજી જગ્યાએ રોપી દે છે.

ફીટ છે મોટા વૃક્ષ ઉપર સફળ :

ટ્રી ટ્રાંસપ્લાંટર મશીનથી ૩૬ ઇંચ (ત્રણ ફૂટ જાડાઈ) વાળા વૃક્ષને સરળતાથી ઉખાડી શકાય છે. મશીનને ઓપરેટ કરવા વાળા ઇશ્તીયાક અહમદે જણાવ્યું કે તેનાથી ૧૫-૨૦ વર્ષ જુના વૃક્ષને સરળતાથી ઉખાડીને શિફ્ટ કરી શકાય છે. એવા દરેક વૃક્ષનું સ્થળાંતર કરવું આ મશીનથી શક્ય છે, જેના મૂળ ૬-૭ ફૂટ ઊંડાઈ સુધી હોય.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.