ભારતમાં જે ઓછા ભણેલા લોકો છે, એમના મનમાં એક વાત અવશ્ય આવે છે કે તે જીવનમાં એકવાર સાઉદી અરબ જતા રહે, જેનાથી તે ઘણા બધા પૈસા કમાઈ શકે, અને એમનું જીવન ઘણું આરામથી પસાર થાય. પણ ઘણી વાર સાઉદી જવું બધા માટે સારા સંકેત નથી હોતા. કારણ કે ત્યાં શેખ લોકો મહિલાઓને તો છોડો, પુરુષોને પણ નથી છોડતા. તેઓ ભારતીય લોકોનું કોઈ ને કોઈ રૂપમાં શોષણ કરતા જ રહે છે. આ વાત પર મજબૂત પુરાવો ત્યારે મળ્યો જયારે એક ભારતીય મહિલા ત્યાંથી શેખની કેદ માંથી છૂટીને આવી. સાઉદીથી પાછા આવીને મહિલાએ ખોલી શેખોની પોલ. ત્યાંથી ઘણી મુશ્કેલીથી એને છોડાવવામાં આવી, અને હવે તે પાછી આવીને એની સાથે સાઉદી અરબમાં થયેલા અત્યાચારોને પોલીસ સામે સ્વીકારી રહી છે.
આજનો સમય એટલો ઝડપી છે અને એટલો આગળ નીકળી ગયો છે, કે કોઈના પર ભરોષો કરવો ઘણું મુશ્કેલ થઈ ગયું છે. એવું કરીને આ મહિલાએ પણ ઘણી મોટી ભૂલ કરી હતી, જયારે તેણે પોતાના પરિવારની ખુશી માટે પોતાને એવા નરકમાં ધકેલી દીધી. એક એવી મહિલા જેનો પરિવાર આર્થિક રૂપથી મુશ્કેલીમાં હતો. અને એના પતિએ સાઉદી અરબ જવાનું હતું, પણ સ્વાસ્થ્ય સારું ન રહેવાને કારણે તે જઈ નહિ શકયો. એટલે મહિલાએ જવાની જીદ કરી. પછી એક એજન્ટ દ્વારા તે મહિલા સાઉદી અરબ પહોંચી ગઈ. ત્યાં તે એક શેખના ઘરે ગઈ, જ્યાં થોડા દિવસ સુધી તો એને સારી રીતે રાખવામાં આવી. તે પોતાના કામ સાથે કામ રાખતી હતી. પણ થોડા સમય પછી એનું દરેક રીતે શોષણ થવા લાગ્યું.
એ મહિલાએ ભારત પાછા આવ્યા પછી પોતાની સાથે થયેલી બધી ઘટનાઓ કંઈક આ રીતે જણાવી. ત્યાં એને લોકોના એઠાં વાસણમાં એઠું ખાવાનું આપવામાં આવતું હતું. તેમજ શેખ લોકો એનું રાત દિવસ શોષણ કરતા હતા. અને 24 કલાક માંથી ફક્ત 3 કલાક જ ઊંઘવા દેતા હતા. ઘણી વાર તે સવારે સમય સર જાગી શકતી ન હતી, તો ત્યાંની મેડમ એને લાત મારીને જગાડતી હતી. અને શેખ સિવાય એમના બાળકો પણ એની સાથે ખોટું કામ કરવા પ્રયત્ન કરતા હતા. એ મહિલાની સ્થિતિ ઘણી વધારે ખરાબ થઇ ગઈ હતી. અને ત્યાં એને એક જાનવરની જેમ રાખવામાં આવતી હતી. અને એને પોતાના પરિવાર સાથે વાત પણ કરવા દેતા ન હતા. તે દિવસ રાત રડતી રહેતી હતી, પણ ત્યાં એવું કોઈ ન હતું જે એની ફરિયાદ સાંભળી શકે.
એ મહિલાનો પતિ એની સ્થિતિ જાણવા માટે એ એજન્ટ પાસે ગયો, અને જણાવ્યું કે ઘણા દિવસોથી એની પોતાની પત્ની સાથે વાત નથી થઇ રહી, તો શું તે જણાવી શકે છે કે એની પત્ની કેવી છે. એ એજન્ટે ઘણી વાર વાતને ટાળી દીધી. પણ જયારે વાત વધુ આગળ વધી તો એ માણસે પોલીસની મદદ લીધી. થોડી તપાસ કર્યા પછી પોલીસને જાણવા મળ્યું કે એ એજન્ટ મહિલાઓને મૂર્ખ બનાવીને સાઉદી અરબ મોકલતો હતો, અને ત્યાંના શેખો પાસેથી ઘણા બધા પૈસા કમાતો હતો. જેવી જ પોલીસને એના વિષે ખબર પડી તો પોલીસે એ શેખોના નંબર મેળવ્યા, અને એ નંબરોના આધાર પર ભારતીય દૂતાવાસની મદદથી એ મહિલાને આઝાદ કરાવવામાં આવી.