‘નોકરીમાં આરક્ષણ મૌલિક અધિકાર નથી’, સુપ્રીમ કોર્ટે જણાવી આ મોટી વાત, રાજ્યોને કોટા લાગુ કરવાનો નઇ આપી શકે નિર્દેશ

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું કે, સરકારી નોકરીમાં આરક્ષણનો દાવો કરવો મૌલિક(અસલ) અધિકારી નથી. તેથી કોઈ પણ અદાલત રાજ્ય સરકારોને એસસી-એસટીને આરક્ષણ આપવાનું સૂચન નથી આપી શકતી. અદાલતે કહ્યું કે, આ સંપૂર્ણ રીતે રાજ્ય સરકારના વિવેક પર નિર્ભર છે કે, તેમણે આરક્ષણ અથવા પ્રમોશનમાં આરક્ષણ આપવું છે કે નથી આપવું. એટલા માટે રાજ્ય સરકારો આને અનિવાર્ય(ફરજિયાત) રૂપથી લાગુ કરવા માટે બંધાયેલ નથી.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે, રાજ્ય સરકારો જયારે આરક્ષણ આપવા માંગે છે, તો સરકારી સેવાઓમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના પર્યાપ્ત પ્રતિનિધિત્વ માટે ડેટા ભેગા કરવા માટે બંધાયેલ છે.

શુક્રવારે જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને હેમંત ગુપ્તાની પીઠે આ વિષય પર સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયો પણ ભરોષો કર્યો. રાજ્ય સરકાર આરક્ષણ આપવા માટે બંધાયેલ નથી. પ્રમોશનમાં આરક્ષણનો દાવો કરવા માટે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ મૌલિક અધિકાર નથી. અદાલત રાજ્ય સરકારોને આરક્ષણ આપવા માટે કોઈ પણ સૂચન આપતા સમયે માપદંડ જાહેર નથી કરી શકતી.

અદાલતે કહ્યું કે, SC/ST ના પક્ષમાં આરક્ષણ આપવા માટે અનુચ્છેદ 16 ના પ્રાવધાન આને સક્ષમ બનાવે છે, અને રાજ્ય સરકારોના વિવેકમાં સમાયેલ છે. પણ રાજ્ય સરકારને સાર્વજનિક પદો પર નિયુક્તિ માટે આરક્ષણ આપવા માટે નિર્દેશિત નથી કરી શકાતી. પીઠે કહ્યું કે, રાજ્ય પ્રમોશનના મામલામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે આરક્ષણ બનાવવા માટે બંધાયેલી નથી.

પીઠે ઉત્તરાખંડ સરકારના લોક નિમાર્ણ વિભાગમાં સહાયક અભિયંતા (સિવિલ) ના પદો પર પ્રમોશનમાં એસસી અને એસટીને આરક્ષણ સાથે સંબંધિત બાબતોને એક સાથે ઉકેલતા આ વ્યવસ્થા આપી. ઉચ્ચ ન્યાયાલયે રાજ્યને એસસી-એસટીના પ્રતિનિધિત્વના સંબંધમાં પહેલા માત્રાત્મક ડેટા ભેગા કરવા અને પછી કોલ કરવાનું સૂચન આપ્યું હતું, જયારે ઉત્તરાખંડ સરકારે આરક્ષણ નહિ આપવાનો નિર્ણય લીધો હતો.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.