ભાત ખાવાનો શોખ ધરાવતા લોકો જરૂર વાંચો આ સમાચાર, વધુ ભાત ખાવાથી શું નુકશાન થાય છે?

ઘણા લોકો ભાત ઘણા હોંશથી ખાય છે. જો તેમના ખાવામાં ભાત રહેલા ન હોય તો એમને ખાવાનું જ અધુરુ લાગે છે. તે લોકો રોટલી વગર રહી શકે છે પરંતુ ભાત વગર નહિ. તેમના માટે ખાવામાં ભાત હોવા જરૂરી છે. દાળ, ભાત, રોટલી અને શાક એક પૂરું ડાયટ માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને ખાવામાં ભાત ન મળે તો તેમનું ડાયટ પૂરું થતું નથી. ખાવામાં ભાત ન હોવા તેમના માટે દાળમાં ચટાકો ન હોવા બરોબર છે.

હાવર્ડ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના એક અભ્યાસમાં જણાવ્યા મુજબ રોજની એક વાટકી પોલીશ ચોખા ખાવાથી ટાઈપ 2 ડાયાબીટીસ થવાનો ભય વધુ રહે છે. એટલું જ નહિ, તેના વધુ સેવનથી પેટ પણ વધવા લાગે છે. એટલા માટે ભાત લીમીટમાં રહીને ખાવા જોઈએ. માત્ર એક વાટકી ભાતને જ તમારા ડાયેટમાં સામેલ કરો. તેનાથી વધુ ખાવા તમારા આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. તો આવો જાણીએ વધુ ભાત ખાવાથી થતા ૫ મોટા નુકશાન વિષે.

વધુ કેલેરી :

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ભાતમાં કેલેરીનું પ્રમાણ વધુ હોય છે. કદાચ તમને એ નહિ ખબર હોય કે પાકેલા ભાતમાં ૧૦ ચમચી શુગર બરોબર કેલેરી હોય છે. એટલા માટે ભાતને જો વધુ પ્રમાંણમાં ખાશો તો ડાયાબીટીસ થવાનો ભય રહે છે.

વધુ કાર્બોહાઈડ્રેટ :

પાકેલા ભાતમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ ખાવાથી વજન વધવા લાગે છે. જો તમે રોજ ભાત ખાવ છો તો તેનાથી તમારા આરોગ્ય ઉપર ખરાબ અસર પડે છે. એટલા માટે ઓછામાં ઓછા ભાતને તમારા ડાયેટમાં સામેલ કરો.

ઓવરઈટીંગ :

ભાત ખાવાથી જેટલું જલ્દી પેટ ભરાય છે એટલું જ જલ્દી ખાલી પણ થઇ જાય છે. કહેવાનો અર્થ છે કે ભાત જલ્દી પચી જાય છે, જેથી કે સમય પહેલા જ ભૂખ લાગવા લાગે છે. તેવી સ્થિતિમાં લોકો વધુ ખાઈ લે છે અને તેને ખબર પણ નથી રહેતી.

નબળા હાડકા અને ઓછું ન્યુટ્રીએન્ટસ :

ભાતમાં વિટામીન સી નું પ્રમાણ ઘણું ઓછું હોય છે. વિટામીન સી હાડકાને મજબુત બનાવે છે. એટલા માટે ભાત ખાવાથી આપણા હાડકાને કોઈ ફાયદો નથી પહોંચતો. ભાત બસ સ્વાદ માટે સારા છે. જોવામાં આવે તો તે ખાવાનો કોઈ ફાયદો નથી. તેમાં બીજા જરૂરી ન્યુટ્રીએન્ટસનું પ્રમાણ પણ ઘણું ઓછું હોય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

વધુ સાલ્ટ ઇનટેક

ભાત નો કોઈ સ્વાદ ન હોવા ને કારણે જ લોકો તેનું સેવન સાલ્ટી વસ્તુ સાથે વધુ કરે છે. વધુ સાલ્ટી અને ભાત એક સાથે ખાવા આરોગ્ય માટે નુકશાનકારક હોય છે. બની શકે તો સફેદ ભાત ની જગ્યાએ બ્રાઉન ભાત કે ઉકળેલા ભાત ખાવી ટેવ પાડો.