કેમ એક અમીર છોકરાએ ગરીબ છોકરી સાથે કર્યા લગ્ન… દરેક છોકરાએ વાંચવી જોઈએ આ બંનેની વાર્તા

બેંગ્લોરમાં એક અમીર ઘરનો છોકરો હતો શિવમ. તેને એક ગરીબ ખેડૂતની છોકરી સાથે પ્રેમ થઇ ગયો. છોકરી સુંદર હોવાની સાથે સાથે ઘણી સમજદાર હતી. તે તેને પહેલી જ નજરમાં દિલ આપી ચુક્યો હતો પણ તેનો માર્ગ એટલો સરળ નહતો.

એક દિવસ જયારે છોકરાએ તે છોકરીને જણાવ્યું કે તે તેને પ્રેમ કરે છે, અને તેની સાથે લગ્ન કરવા માંગે છે, તો તે છોકરીએ થોડું વિચાર્યા પછી તે છોકરાને લગ્ન કરવાથી નાં પાડી દીધી. કારણ કે તે ગરીબ પરિવાર સાથે સંબંધ રાખતી હતી. થોડા સમય પછી જયારે તે વાત એ છોકરાને ખબર પડી, તો તેણે છોકરીના માતા પિતાને તે વાત કરી અને તે છોકરીને સમજાવી. ઘણી સમજાવ્યા પછી તે છોકરી માની અને બન્નેના લગ્ન થઇ ગયા. લગ્ન પછી, છોકરો તેને ખુબ જ પ્રેમ કરતો હતો. બન્નેનું દાંપત્ય જીવન ઘણું સારું ચાલી રહ્યું હતું.

લગ્નના થોડા મહિના વીત્યા હતા કે છોકરીને ચામડીનો રોગ (skin diseases) થઇ ગયો. જેના કારણે તેની સુંદરતા ઓછી થતી ગઈ. હવે છોકરીને એ ભય પણ લાગતો હતો, કે તેની સુંદરતા ઓછી થવાના કારણે, ક્યાય તેનો પતી તેને છોડી ન દે.

છોકરી તે ચામડીના રોગને મટાડવા માટે શક્ય તેટલો પ્રયત્ન કરતી હતી. સમય વીતી રહ્યો હતો અને છોકરીની સુંદરતા ધીમે ધીમે ઓછી થઇ રહી હતી. એક દિવસ તે છોકરો એક કામથી બીજા શહેર ગયો. છોકરો જયારે ત્યાંથી પાછો આવી રહ્યો હતો. તો રસ્તામાં એક કાર સાથે એક્સીડેન્ટ થઈ ગયું. આ દુર્ઘટનામાં છોકરાની આંખો જતી રહી.

આ દુર્ઘટનાના થોડા સમય પછી તેમનું જીવન ફરીથી સામાન્ય અને સુખી વીતવા લાગ્યું. તે છોકરી ચામડીના રોગના કારણે દરરોજ નબળી અને કરુપી થઇ ગઈ. પણ પતી આંધળો હોવાના કારણે તેમનું દાંપત્ય જીવન બરોબર ચાલતું હતું. અને દેખાતું ન હોવાથી, તે છોકરો તેનાથી પહેલાથી વધુ પ્રેમ કરતો રહ્યો.

થોડા વર્ષો પછી બીમારીને કારણે તે છોકરીની મૃત્યુ થઇ ગઈ. પત્નીની મૃત્યુ થયા પછી, તે છોકરો અંદરથી દુ:ખી થઇ ગયો, અને તે શહેર છોડીને જવાનો હતો. ત્યારે જ તેના પડોશીએ તેને સાંત્વના આપતા કહ્યું – હવે તમે તો પોતાની પત્ની વગર એકલા પડી જશો. તે તમારું ઘણું ધ્યાન રાખતી હતી. હવે તમારું જીવન અંધકારમાં કેમ વ્યતીત થશે.

ત્યારે તે છોકરાએ પોતાના પડોશીની સામે જોયું અને ઊંડો સ્વાસ લેતા કહ્યું – હું ક્યારેય આંધળો હતો જ નહી. પણ હું એમ વિચારીને આંધળો હોવાનું નાટક કરતો રહ્યો કે ક્યાય મારી પત્નીને તેની બીમારી અને કુદરૂપા શરીરને કારણે એવું ન લાગે કે હું તેને પ્રેમ નથી કરતો. તેથી હું આટલા વર્ષો સુધી વગર બોલ્યે પોતાની પત્નીની ખુશી માટે આંધળો બની રહ્યો.

આ વાત સાંભળીને પડોશીની આંખો માંથી આંસુ છલકી આવ્યા અને તે છોકરો ત્યાંથી ઉભો થઈને જતો રહ્યો…! તો મિત્રો આ વાર્તા આપણને સીખ આપે છે જો આપણે કોઈને પ્રેમ કરીએ છીએ તો તેને દરેક સ્થિતિમાં પ્રેમ કરવો જોઈએ. ભલે કોઈ પણ પરિસ્થિતિ હોય આપણે પોતાના પાર્ટનરનો સાથ ન છોડવો જોઈએ. વાર્તા સારી લાગી હોય તો શેયર કરો.