કોરોનાથી બચવા માટે રિક્ષાવાળાએ બદલી રીક્ષાની ડિઝાઇન, આનંદ મહિન્દ્રાએ આપી નોકરીની ઓફર

રીક્ષાવાળાએ કોરોનાથી બચવા માટે બદલી પોતાની રીક્ષાની ડિઝાઇન, આ જોઈ આનંદ મહિન્દ્રાએ નોકરીની ઓફર આપી

મહિન્દ્રાગ્રુપના ચેરમેન આનંદ મહેન્દ્રએ કહ્યું કે ‘આપણા દેશના લોકો ઝડપી નવી શોધની તરફ અને નવી પરિસ્થિતિમાં અનુકૂળતા સાધી લેવાની ક્ષમતા જોઈને હું હંમેશા હેરાન થઇ જાઉં છું,

કોરોના સંક્રમણને રોકવા માટે દેશ આખામાં 3 મે સુધી લોકડાઉન ચાલુ છે, આ વાયરસથી બચવા લોકોને સોસીયલ ડિસ્ટેંસીન્ગની ભલામણ કરવામાં આવે છે, લોકો પણ સોસીયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરવા માટે નવા નવા ઉપાયો કરે છે, આ બધાની વચ્ચે સોસીયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક રિક્ષાવાળાએ પોતાની રિક્ષાને એવી રીતે ડિઝાઇન કરી છે કે કોરોનથી બચવા માટે સોસીયલ ડિસ્ટેંસીન્ગના બધા નિયમોનું પાલન થઇ જાય. રિક્ષાની ડિઝાઇન જોઈને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા રીક્ષાવાળાને નોકરીની ઓફર કરી છે.

ડિઝાઇન કરેલ રીક્ષાનો વિડિઓ આનંદ મહિન્દ્રાએ પોતાના ટવીટર એકાઉન્ટ ઉપર શેયર કર્યો છે, આ રિક્ષાને કૈંક એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે કોઈ પણ પેસેન્જર એક બીજાને ટચ ના થઇ શકે, રિક્ષાવાળા સિવાય 4 પેસેન્જર આમાં આરામથી બેસી શકે છે, દરેક પેસેંજરને બેસવા માટે અલગ સેક્સન બનાવામાં આવ્યું છે, જેનાથી કોરોના સંકટમાં પણ સોસીયલ ડિસ્ટેંસીન્ગના નિયમોનું પુરે પુરા પાલન થઇ શકે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે, તમે પણ જુઓ વિડિઓ.

આનંદ મહેન્દ્રા એ આપી નોકરીની ઓફર

આનંદ મહિન્દ્રાને આ રિક્ષાવાળાનો વિડિઓ બહુ પસંદ પડ્યો છે, તેમણે તે વ્યક્તિને નોકરી ઓફર કરી છે. મહિન્દ્રાએ કંપનીના કાર્યકારી નિર્દશક(ઓટો અને ફાર્મ સેક્ટર) રાજેશ જેજુરીકરને આ ડ્રાઈવરને રિસર્ચ અને ડેવલોપમેન્ટ ટીમમાં સલાહકાર તરીકે નીમવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે ‘આપણા દેશના લોકોની ઝડપી શોધવાની અને નવી પરિસ્થિતિઓમાં અનુકૂળ થઇ જવાની ક્ષમતા જોઈએને હું ખુબ આશ્ચર્ય ચક્કિત છું.

આ વિડિઓ ક્યાંનો છે હમણાં તો એની ખબર નથી, પરંતુ વિડીઓમાં જોવાથી રિક્ષાવાળો પશ્ચિમ બંગળાનો હોય એવું લાગી રહ્યું છે, સોસીયલ મીડિયા ઉપર આ વિડિઓ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.