રાશિ અનુસાર જાણો, ઘરમાં ધન રાખવાની યોગ્ય જગ્યા

પૈસા કમાવાની સાથે સાથે જરૂરી છે કે બરકત પણ જળવાઈ રહે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે રાશી મુજબ ઘરમાં કઈ જગ્યા ઉપર ધન રાખવાથી સુખ અને સમૃદ્ધીમાં વધારો થશે.

મેષ રાશી – ઘરમાં પશ્ચિમ દિશામાં ધન રાખવું સૌથી ઉત્તમ રહેશે. જે જગ્યાએ ધન રાખો ત્યાં લોખંડની વીંટી જરૂર રાખો. અને પ્રયાસ કરો કે સાંજે ધનની લેવડ દેવડ ન કરો.

વૃષભ રાશી – ઘરની પૂર્વ દિશામાં ધન રાખવું ઉત્તમ ગણાય. ધન રાખવાની જગ્યા ઉપર પિત્તળ કે સોનાની વસ્તુ જરૂર રાખો. સાંજ પછી ધનની લેવડ દેવડથી દુર રહો.

મિથુન રાશી – ઘરની ઉત્તર દિશા તરફ ધન રાખવું સૌથી વધુ અનુકુળ રહેશે. ઘન રાખવાની જગ્યાએ તાંબાની વસ્તુ જરૂર રાખો. મંગળવારના દિવસે ધનની લેવડ દેવડ ન કરો.

કર્ક રાશી – ઘરની આગ્નેય દિશામાં એટલે પૂર્વ-દક્ષીણ દિશામાં ધન રાખવું શુભ રહેશે. ઘન રાખવાની જગ્યાએ ચાંદીની કોઈ વસ્તુ કે જસતની વસ્તુ જરૂર રાખો. ધનના સ્થાન ઉપર કોઈપણ કાળી વસ્તુ ન રાખો.

સિંહ રાશી – ઘરની પૂર્વ દિશા તરફ ધન રાખવાનું સ્થાન નક્કી કરો તો સારું રહેશે, ઘન રાખવાની જગ્યાએ કાંસાની વસ્તુ જરૂર રાખો. તે સ્થાન ઉપર સોનું રાખવું યોગ્ય નથી.

કન્યા રાશી – ઘરની નૈઋત્ય દિશા એટલે દક્ષીણ-પશ્ચિમમાં ધન રાખવું ઉત્તમ રહેશે. ઘન રાખવાની જગ્યાએ ચાંદીની કે જસતની વસ્તુ જરૂર રાખો. બપોરના સમયે ધનની લેવડ દેવડથી દુર રહો.

તુલા રાશી – ઘરની દક્ષીણ દિશામાં ધન રાખવાનું સ્થાન નક્કી કરો. ઘન રાખવાની જગ્યાએ લાલ કપડું અને તાંબાની વસ્તુ જરૂર રાખો. પ્રયાસ કરો કે તે ધનના સ્થળ ઉપર પ્રકાશની સારી વ્યવસ્થા હોય.

વૃશ્ચિક રાશી – ઘરની વાયવ્ય એટલે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ધન રાખવાનું સ્થાન બનાવો. તે સ્થળ ઉપર એક લીલા કપડામાં બાંધીને થોડી એવી લીલી વરીયાળી મૂકી દો. આ વરીયાળીને દર મહીને બદલી નાખો.

ધનુ રાશી – ધન રાખવાનું સ્થાન જો આગ્નેય દિશામાં હોય તો સારું રહેશે. એટલે કે દક્ષીણ-પૂર્વ દિશામાં, ધન રાખવાની જગ્યા ઉપર સફેદ કપડામાં બાંધીને ચાંદીનો એક સિક્કો મૂકી દો.

મકર રાશી – ધન રાખવાનું સ્થાન ઉતર દિશા તરફ બનાવો. ધન રાખવાની જગ્યા ઉપર ભૂલથી પણ સોનું ન રાખો.

કુંભ રાશી – ધન રાખવાની જગ્યા જો પૂર્વ દિશામાં હોય તો ઘણું સારું રહેશે. તે સ્થાન ઉપર પીળા કપડામાં સોનું કે પિત્તળની કોઈ વસ્તુ મૂકી દો. ક્યારે પણ સવારના સમયે લેવડ દેવડ ન કરો.

મીન રાશી – ધન રાખવાની જગ્યા ઘરની પશ્ચિમ દિશામાં બનાવો. તે સ્થાન ઉપર લોખંડ કે કોઈ વસ્તુ કે લોખંડનો સિક્કો જરૂર રાખો. ધન રાખવાની જગ્યાને વ્યવસ્થિત રાખો તો સારું રહેશે.