ભારતમાં ફ્લાઈટ લેટ કે કેન્સલ થવા પર મુસાફરોના ક્યા અધિકાર હોય છે? જાણો એના વિષે

ભારતમાં આંતરિક એયર પ્રવાસીઓની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં ૧૪.૨૫% નો વધારો થઇ ગયો છે. અને હવે ભારતમાં આંતરિક ફ્લાઈટમાં પ્રવાસીઓની સંખ્યા ૨૦૧૯ માં ૧૭૧ મીલીયન થઇ ગઈ છે. જો કે ભારતમાં વિમાનના ક્ષેત્ર માટે ઘણા સારા સમાચાર છે. ઈન્ડીગો ભારતની સૌથી મોટી એયરલાઈન્સ છે, જેનો માર્કેટમાં ૪૬.૦% ભાગ છે.

એવા સમયે ભારતના વિમાનનું ક્ષેત્ર ઘણું ઝડપથી આગળ વધી રહ્યું છે. તો પ્રવાસીઓની ફરિયાદોની સંખ્યામાં પણ અનેક ગણો વધારો થયો છે. નગર વિમાનના મહાનીદેશાલય (DGCA) ના અહેવાલ મુજબ, જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૧૭ વચ્ચે લગભગ ૫.૧૨ લાખ પ્રવાસીઓએ ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદો ખાસ કરીને રીફંડની લડાઈ, કેન્સલ ફ્લાઈટ કે રીશેડ્યુલિંગ કે ફ્લાઈટમાં ન બેસવા દેવા સાથે સંબંધિત હતી. તે દરમિયાન જુદા જુદા એયરલાઈન્સે પ્રવાસીઓને લગભગ ૨૨ કરોડ રૂપિયા વળતર આપ્યું હતું. ભારતના આંતરિક માર્કેટમાં સૌથી વધુ ભાગીદારી (૪૭%) ઈન્ડીગો એયરલાઈન્સની છે. ત્યાર પછી ૧૩.૬% ની ભાગીદારી સાથે જેટ એયરવેઝનો નંબર છે. જયારે ૧૨.૭% ભાગીદારી સાથે એયર ઇન્ડીયા ત્રીજા નંબર ઉપર છે.

આવો આ લેખમાં જાણીએ કે, જો કોઈ એયરલાઈન્સ કોઈ પ્રવાસીને હેરાન કરે છે, કે પ્રવાસીએ ફ્લાઈટ સાથે સંબંધિત કોઈ બીજા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તેવામાં પ્રવાસીઓ પાસે ક્યા ક્યા અધિકાર છે?

૧. સામાન ખોવાઈ જવાની બાબતમાં :

જો એયરપોર્ટ ઉપર તમારો કોઈ સામાન ગુમ થઇ જાય છે, કે ફાટી જાય છે, કે તેમાં કોઈ બીજા પ્રકારના નુકશાન થાય છે. તો તે સ્થિતિમાં તમારે તરત એયરલાઈન્સને એક લેખિત ફરિયાદ આપવી જોઈએ. તે ઉપરાંત તમારે એયરપોર્ટ છોડતા પહેલા સંપત્તિ અનિયમિતતા રીપોર્ટ (તેને PIR પણ કહેવામાં આવે છે) લેવો પણ જરૂરી હોય છે.

ક્ષતિગ્રસ્ત સામાનની બાબતમાં, એયરલાયન્સ તમને સામાનના રીપેરીંગ માટે ચુકવણી કરી શકે છે કે, તે બેગ કે સુટકેશને બદલે બીજી બેગ કે સુટકેસ ઉપલબ્ધ કરાવશે. સામાન ખોવાઈ જવાની બાબતમાં એયરલાયન્સની એ ફરજ છે કે, તે પ્રવાસીને ‘દ કેરીઝ બાય એયર એક્ટ ૧૯૭૨’ મુજબ કોમ્પન્સેશન પૂરું પાડે.

૨. બોડીંગ માટે મનાઈ :

તમામ એયરલાયન્સને એ વાતનો ડર છે કે, તેની સીટો ટીકીટ કેન્સલ થવાને કારણે ખાલી રહી શકે છે, એટલા માટે આ કંપનીઓ ઓવરબુકિંગ કરે છે. કોઈ ખાસ ફ્લાઈટમાં ઓવરબુકિંગને કારણે પ્રવાસીની સંખ્યા ઉપલબ્ધ સીટોથી વધુ હોઈ શકે છે. આ સ્થિતિમાં એયરલાઈન્સ કન્ફર્મ બુકિંગ હોવા છતાં પણ ફ્લાઈટ ઉપર બોર્ડ કરવાથી પ્રવાસીને રોકી શકે છે.

પરંતુ DGCA એ તેના માટે એવો નિયમ બનાવ્યો છે કે, હવે જો કોઈ પ્રવાસીને ઓવરબુકિંગને લીધે બોડીંગ કરવાથી મનાઈ કરવામાં આવે છે, તો એયરલાઈન્સની એ ફરજ છે કે પ્રવાસીને કોઈ બીજી વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરે.

ધ્યાનમાં રહે કે બીજી ફ્લાઈટ છૂટવાનો સમય પહેલા વાળી ફ્લાઈટના સમયથી માત્ર એક કલાકની અંદર થાય. જો એયરલાઈન્સ વૈકલ્પિક એયરલાઈનની વ્યવસ્થા નથી કરતી, કે પ્રવાસી વૈકલ્પિક એયરલાઈનથી નથી જવા માંગતા, તો તેને પૂરું ભાડું પાછું આપવું + બેઝીક ભાડાના ૪૦૦% + ફયુલ સરચાર્જ જો કે વધુમાં વધુ ૨૦ હજાર સુધી થઇ શકે છે, તે પાછું આપવાનું રહેશે.

૩. ફ્લાઈટ કેન્સલ થવા ઉપર :

જો ફ્લાઈટ રદ્દ થઇ જાય છે, તો પ્રવાસીઓની પ્રસ્થાનની નિર્ધારિત તારીખથી ઓછામાં ઓછું બે અઠવાડિયા પહેલા જાણ કરવી જોઈએ, અને પાછા કે વૈકલ્પિક ફ્લાઈટનો વિકલ્પ તેને પૂરો પાડવો જોઈએ. પરંતુ જો એયરલાઈન ઓપરેટર પ્રવાસીઓને જાણ નથી કરતા, તો તેને વિમાન ટીકીટની કિંમત પાછી આપવા ઉપરાંત વળતર આપવું જોઈએ. આ વળતર ૫,૦૦૦ રૂપિયાથી ૧૦,૦૦૦ રૂપિયા હોઈ શકે છે.

નોંધ : અહિયાં જરૂરી વાત એ છે કે, ટીકીટ બુક કરાવતી વખતે યોગ્ય માહિતી આપે. તેમાં તમારૂ ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર રહેલો છે. ડીજીસીએના નિયમ કહે છે કે, સંપર્કની ખોટી માહિતી આપવા ઉપર વળતર નહિ આપવામાં આવે.

૪. ફ્લાઈટ મોડી :

ડીજીસીએ મુજબ નિર્ધારિત સમયથી ૨૪ કલાકથી ઓછો સમય મોડું થવા ઉપર તમે એયરપોર્ટ ઉપર ભોજન અને રીફ્રેશમેંટના હક્કદાર છો. જો મોડું ૨૪ કલાકથી વધુ હોય છે, તો તમને હોટલમાં રોકવાની વ્યવસ્થા એયરલાઈનસે કરાવવાની રહેશે. એવી બાબતમાં હોટલના હક્ક સંપૂર્ણ રીતે એયરલાઈન ઉપર આધારિત રહેશે.

૫. ડીજીસીએની વેબસાઈટ મુજબ જો તમે રોકડમાં ચુકવણી કરી છે, તો એયરલાયને તરત રીફંડ કરવાનું રહેશે. તે ઉપરાંત ક્રેડીટ કાર્ડથી ચુકવણી કરવા ઉપર પૈસા ૭ દિવસની અંદર પાછા આપવાના રહેશે. જો ટ્રાવેલ એજન્ટ પાસે ટીકીટ બુક કરાવી છે, તો વ્યક્તિએ એજન્ટનો સંપર્ક કરવાનો રહેશે.

રીફંડમાં પેસેન્જર સર્વિસ ફી, એયરપોર્ટ ડેવલપમેંટ ફી અને સર્વિસ ટેક્સ રહેલા હોય છે. તમારી પાસે વિકલ્પ છે કે, તમે પૈસા રીફંડ કરાવી લો કે બીજી તારીખ ઉપર મુસાફરી કરી લો.

આવો હવે પ્રવાસીઓની ફરજો વિષે જાણી લઈએ.

૧. પ્રવાસી પોતાના સામાનની સુરક્ષા સ્વયં કરે. તે વાત રેલ્વે સાથે વિમાન પ્રવાસ માટે પણ લાગુ પડે છે. એટલા માટે ડીજીસીએના તમામ પ્રવાસીઓને એ વિનંતી છે કે, લોકો પોત પોતાના વ્યક્તિગત પર્સમાં, રૂપિયા, કિંમતી ધાતુઓ, ઘરેણા, મહત્વના ડોક્યુમેન્ટસ, વ્યક્તિગત ઓળખ ડોક્યુમેન્ટસ અને બીજી કિંમતી વસ્તુ મૂકી દો.

૨. જો તમે એક ધુમ્રપાનના બંધાણી છો, તો વિમાનની અદંર કે ટોયલેટમાં ક્યારે પણ ધુમ્રપાન ન કરો.

૩. કોકપીટમાં જવાનો પ્રયાસ ન કરો.

૪. ચાલક દળની મંજુરી વગર સીટો ન બદલો. એટલે કે જે સીટ ઉપર તમને બેસાડવામાં આવ્યા છે તેની ઉપર બેસો.

૫. હંમેશા વિમાન ઉડતી વખતે કેબીન ક્રુ દ્વારા કરવામાં આવેલી જાહેરાત ઉપર ધ્યાન આપો.

ખાસ કરીને એ કહી શકાય કે DGCA એ ગ્રાહકના હિતોનું રક્ષણ કરવા માટે ઘણા નિયમ બનાવ્યા છે. એટલે DGCA ઈચ્છે છે કે, ભારતમાં ‘ગ્રાહક ભગવાન હોય છે’ તે કહેવત સાચી સાબિત થવી જોઈએ.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.