ઋષિ કપૂરે શેયર કર્યો બોની કપૂર અને અનિલ કપૂર સાથે કોલા પીતા હતા એ બાળપણનો ફોટો

ઋષિ કપૂર પોતાના સમયમાં ઘણા જ પ્રસિદ્ધ અને જાણીતા અભિનેતા રહી ચુક્યા છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા એક્ટીવ રહે છે. ઋષિ કપૂર કોઈ પણ વિવાદ કે મુદ્દા ઉપર પોતાનું નિવેદન આપવામાં ક્યારે પણ પાછળ નથી રહેતા. ઋષિ કપૂર હંમેશા પોતાની ઓલ્ડ પીક્સ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા રહે છે. આ વખતે ઋષિ કપૂરે સોશિયલ મીડિયા ઉપર પોતાના ફ્રેન્ડસ સાથે બાળપણમાં કોકાકોલા પિતા હોય તેવો ફોટો શેયર કર્યો છે.

આ ફોટામાં ઋષિ કપૂર સાથે અનીલ કપૂર અને બોની કપૂર પણ જોવા મળી રહ્યા છે. ઋષિ કપૂરે આ ફોટાને કોકાકોલાની સાચી જાહેરાત ગણાવી. તેમણે શેયર કરતા કેપ્શનમાં લખ્યું, કોકાકોલાની સાચી એડ બોની કપૂર, આદિત્ય કપૂર, ઋષિ કપૂર, ટુટુ કપૂર અને અનીલ કપૂર. ફોટામાં ઋષિ કપૂર પોતાના ફ્રેન્ડસ સાથે કોકાકોલા પીવામાં વ્યસ્ત છે અને અનીલ કપૂર એક બાજુ બેઠા છે.

ફોટો શેયર કરવાના થોડા સમય પછી જ ઋષિ કપૂરના આ ફોટા ઉપર તેમના પ્રશંસકોએ કમેન્ટ કરવાનું શરુ કરી દીધું હતું. એક યુઝરે આ પોસ્ટ ઉપર લખ્યું, ઘણી જ રેયર તસ્વીર છે, તમે તમારા કલેક્શનમાંથી આવા જ ફોટા પોસ્ટ કરતા રહો. થોડા સમય પહેલા ઋષિ કપૂરે લેજેંડ અભિનેતા દેવાનંદના ૯૭ માં જન્મ દિવસ ઉપર તેમની સાથેના થોડા સ્પેશ્યલ ફોટા શેયર કર્યા હતા.

જો વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો ઋષિ કપુર ટૂંક સમયમાં ઇમરાન હાશમી સાથે ‘ધ બોડી’ માં જોવા મળવાના છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રીલીઝ થઇ ગયું છે. ઋષિ કપૂર અમેરિકામાં લગભગ ૧ વર્ષ સુધી પોતાની કેન્સરની બીમારીનો સફળ ઈલાજ કરાવ્યા પછી પાછા આવી ગયા છે. પાછા આવ્યા પછી ઋષિ કપૂર એક વખત ફરીથી મોટા પડદા ઉપર આવવા તૈયાર છે. ઋષિ કપૂર ટૂંક સમયમાં ફિલ્મ ‘ધ બોડી’ માં જોવા મળવાના છે. આ ફિલ્મમાં તેમની સાથે ઇમરાન હાશમી પણ છે.

આ ફિલ્મ એક થ્રીલર ફિલ્મ છે. ઋષિ કપૂર પહેલી વખત ઇમરાન હાશમી સાથે સ્ક્રીન ઉપર જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર ઈન્ટરનેટ ઉપર બહાર પાડી દેવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર જોઇને તમે આશ્ચર્યચકિત બની શકો છો. કેમ કે આ ટ્રેલરમાં કોઈ પણ અભિનેતા જોવા નહિ મળે, ‘ધ બોડી’ ફિલ્મના ટ્રેલરના નામ ઉપર વિડીયોમાં માત્ર લોકો અને થોડી લાઈન લખેલી જોવા મળે છે. some thing are exactly as they appear …# thebodymissing and so is the trailer…. કેમ કે ‘ધ બોડી’ એક થ્રીલર ફિલ્મ છે, એટલા માટે ટ્રેલરમાં પણ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે.

આ ફિલ્મ સ્પેનીશ ફિલ્મ “Ei cuerpo” ની સત્તાવાર રીમેક છે. જેનો અર્થ ‘ધ બોડી’ થાય છે. આ ફિલ્મના નિર્દેશક દ્રશ્યમ ફિલ્મના નિર્માતા જીતું જોજફ છે. આ ફિલ્મ દ્વારા જીતું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટોરીયલ ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મ ૧૩ ડીસેમ્બર શુક્રવારના દિવસે રિલીઝ થવાની છે. હવે જોવાનું એ છે કે, ઋષિ કપૂરની આવનારી સસ્પેન્સ થ્રીલર ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર કેવી કમાલ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.