રીક્ષા ડ્રાઈવર અચાનક રહેવા લાગ્યો 1.6 કરોડના બંગલામાં, પકડાયો તો કહ્યું ‘ગીફ્ટમાં મળ્યો છે’ આઈટી વિભાગ પરેશાન.

આવક વેરા વિભાગ (Income Tax Department) એ બેગ્લોરના એક રીક્ષા ડ્રાઈવરના ૧.૬ કરોડના ઘર ઉપર દરોડો પડ્યો. રીક્ષા ડ્રાઈવરનું નામ નલ્લુરાલી સુબ્રમણી બતાવવામાં આવી રહ્યું છે. રીક્ષા ડ્રાઈવર સુબ્રમણીએ જણાવ્યું કે અમેરિકામાં રહેવા વાળી એક વિદેશી મહિલાએ તેને આ ઘર ગીફ્ટ તરીકે આપ્યું છે. જે સાંભળીને આઈટી વિભાગ પણ દંગ રહી ગયા.

બેંગ્લોરના સૌથી મોટા રહેણાક વિસ્તાર વાઈટ ફિલ્ડમાં આ ઘર છે. ૧૬ એપ્રિલે આવક વેરા વિભાગે દરોડો પડ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે બીજેપી એમએલએ અરવિંદ લીંબાવાલી સાથે પણ સંબધ છે. પરંતુ તેમણે આ બાબતમાં કોઈપણ પ્રકારની ભાગીદારીનો અસ્વીકાર કર્યો છે.

રીક્ષા ડ્રાઈવરના જણાવ્યા મુજબ આ ઘર અમેરિકી મહિલાએ તેને ગીફ્ટમાં આપ્યું છે. NewsMinute ના સમાચારો મુજબ, ૭૨ વર્ષીય લારા ઈવીસન ૨૦૦૬ માં બેંગ્લોર આવી હતી, તે ત્યાં ૨૦૧૦ સુધી રોકાઈ. ૪ વર્ષ સુધી સુબ્રમણીએ મહિલાની મદદ કરી, તે તેને ઘરે લેવા આવતા અને મુકવા જતા હતા. તે દરમિયાન લારાને ખબર પડી કે સુબ્રમણી ઘણા ગરીબ છે અને તેમની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે. ત્યાર પછી તેને મદદ કરવાનું વચન આપ્યું.

લારાએ આઈટી વિભાગને જણાવ્યું કે તેમણે ન માત્ર ગીફ્ટ તરીકે ઘર આપ્યું છે, પરંતુ બાળકોના અભ્યાસ માટે પણ પૈસા આપ્યા છે. સુબ્રમણીએ જણાવ્યું – અમેરિકી મહિલાએ મને મદદ કરી છે. તે જયારે પણ બેંગ્લોર આવે છે. તો તેના ઘરમાં પરિવાર સાથે રોકાય છે.

ટીપ્પણીઓ :-

સુબ્રમણીએ જૂની વાતો જણાવતા કહ્યું – તેને વરસાદના દિવસોમાં ટેક્ષી કે રિક્ષા નહોતી મળતી. મેં તે દિવસે તેને ઘરે મુક્યા હતા. બીજા દિવસે પણ તેમની મદદ કરી હતી. જયારે પણ તમને ટ્રાંસપોર્ટેશનની જરૂર પડે તો તે મને કોલ કરતા હતા. ત્યાર પછી અમે મિત્ર બની ગયા અને મેં તેને મારા પરિવાર વિષે જણાવ્યું. તો તેમણે મને ઘર આપી દીધું અને પૈસા પણ આપ્યા, આઈટી વિભાગ તેમની ઉપર નજર રાખી રહ્યું છે.

થોડા દિવસો પછી જયારે લારાને આ વાતની ખબર પડી ત્યારે.

લારાએ પોતે કર્યો આઈટી ડીપાર્ટમેન્ટ સાથે સંપર્ક :

જયારે નલ્લૂરલ્લીના આયકર વિભાગની ઝપેટમાં આવવાના સમાચાર લારા સુધી પહોંચ્યા, તો એમણે પોતે આઈટી વિભાગ સાથે વાત કરી. એમણે આ બાબતે પોતાની દરેક વાત સ્પષ્ટ કરતા જણાવ્યું કે, એમણે એમેરિકી ચેરીટીના નિયમોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ દસ્તાવેજીકરણ પછી જ આ વિલાને ખરીદવા માટે નલ્લૂરલ્લીને પૈસા આપ્યા છે.

ત્યાર બાદ આયકર વિભાગે બધા દસ્તાવેજોની તપાસ કરી અને પછી નલ્લૂરલ્લીને ક્લીન ચિટ આપી દીધી. જાણકારી અનુસાર નલ્લૂરલ્લીએ પૈસા ૧૦-૧૦ લાખ રૂપિયાના ૧૬ ચેક આપીને ચૂકવ્યા હતા, જે લારાએ તેમને આપ્યા હતા. અને પૈસામાં કોઈ ગરબડ નીકળી નહિ.

નિઃસ્વાર્થ ભાવે કરેલી કોઈની પણ સેવા ક્યારેય નકામી જતી નથી. જો વ્યક્તિ કાઈ આપી શકે નહિ તો કુદરત તો ચોક્કસ આપે છે. અને જો આપણી સેવાને સમજે નહિ તો પણ કુદરત તો બદલો ચોક્કસ આપે જ છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ખબર એનડીટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.