ગણેશ હવેરકર મુજબ પ્રિયંકા સુશાંતના બિઝનેસના નિર્ણય લેતી હતી, તેને કારણે રિયાએ પ્રિયંકાને ટાર્ગેટ કરી.

કોરિયોગ્રાફર ગણેશ હવેરકરે જણાવ્યું : રિયાએ પ્રિયંકા દીદીને એટલા માટે ટાર્ગેટ કરી કારણ કે તે સુશાંતના બિઝનેસના નિર્ણય લેતી હતી.

ગણેશ હેવરકરના જણાવ્યા મુજબ ‘છીંછોરે’ પછી મારો ફોન નંબર બદલી નાખવામાં આવ્યો હતો અને સુશાંતનો પણ બદલી નાખવામાં આવ્યો હતો. સાથે જ તેમનું વોટ્સઅપ એકાઉન્ટ પણ ડીલીટ કરવા લાગ્યા હતા.

સુશાંત સિંહ રાજપૂતના 12 વર્ષના સાથી રહેલા કોરિયોગ્રાફર ગણેશ હેવરકરે અભિનેતા સાથે જોડાયેલી ઘણા રહસ્યમય ખુલાસા કર્યા છે. દૈનિક ભાસ્કર સાથે થયેલી વાતચીત મુજબ સુશાંતના મેનેજરો પછી તેની બહેન પ્રિયંકા તેના બિજનેસના નિર્ણયો લેતી હતી. તેના કારણે જ તે રિયાની આંખમાં ખટકતી હતી.

તેની સાથે જ ગણેશે જણાવ્યું કે સુશાંત દારુને સ્પર્શ પણ કરતા ન હતા. તેવા માં ડ્રગ્સની વાત તો એકદમ ખોટી છે. ગણેશના જણાવ્યા મુજબ રિયાએ જાણી જોઇને પ્રિયંકા ઉપર મોલેસ્ટેશનનો આરોપ લગાવ્યો હતો, જેથી તેને સુશાંત અને તેની વચ્ચેથી દુર કરી શકે. રજુ કરીએ છીએ તેની વાતચીતના થોડા અંશ.

પ્રશ્ન – રીયાએ તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યુંમાં સુશાંતના કુટુંબ ઉપર જે ફરિયાદ કરી છે તેની ઉપર શું કહેશો?

ગણેશ – એટલું જ કે જે કુટુંબ 34 વર્ષથી તેની સાથે રહ્યું. જયારે સુશાંત કાંઈ જ ના હતા. ત્યારે સાથ આપ્યો. વર્ષ 2007માં મુંબઈમાં જયારે સુશાંત પાસે બાઈક પણ ન હતી, ત્યારથી લઈને વર્ષ 2019 સુધીમાં સુશાંતને ઓળખતો હતો. સંઘર્ષના દિવસોમાં બસમાં મુસાફરી કરતો હતો. જો અંકિત આચાર્ય 24 કલાક તેની સાથે રહ્યા, તમે તે લોકો ઉપર વિશ્વાસ કરશો કે રિયાનો કરશો, જે માત્ર એક વર્ષ પહેલા જ તેના જીવનમાં આવી હતી. જે પણ આરોપી છે.

પ્રશ્ન – તો ખરેખર મોટા પ્રોડક્ટ્શન હાઉસ તેને સાઈડ લાઈન કરવામાં લાગ્યા હતા?

ગણેશ – ‘કાય પો છે’ ના હીટ થતા જ યશરાજે પોતાની પરંપરા મુજબ સુશાંત સાથે ત્રણ ફિલ્મોની ડીલ કરી. ‘શુદ્ધ દેસી રોમાન્સ’ ના ટાઈમફ્રેમ ઉપર રિયાનો આરોપ છે કે તે સમયે પણ સુશાંત ડીપ્રેસ્ડ હતો અને દવાઓ લેતો હતો, જે ખરેખર ખોટું છે. તે તો સુશાંતનો સુવર્ણ સમય હતો. આમ તો સુશાંત ઘણો સમજુ વ્યક્તિ હતો. લોકો ઓડીશંસ આપે છે, થવું કે ન થવું પ્રક્રિયા ઉપર હોય છે.

જેમ કે અભિષેક બચ્ચને સંપૂર્ણ મેકઅપમાં ‘રોકસ્ટાર’ માટે ઓડીશંસ આપ્યું હતું. પણ તે ફિલ્મ તેને ના મળી હતી. તે આ જોબનો પાર્ટ એંડ પાર્સલ છે. તેને લઈને તે મેંટલી પ્રીપેયર્ડ હતો. તમે તેની પાસેથી સંપૂર્ણ કમાણી છીનવી લો. તેને કોઈ ફરક નથી પડવાનો. તે તો મેન્ટલી સ્ટ્રોંગ હતો.

પ્રશ્ન – અને જે નશા વાળા આરોપ છે, તેની ઉપર તમારું શું કહેવું છે?

ગણેશ – તે તો એકદમ ખોટા આરોપ છે. તે તો દારુને સ્પર્શ પણ કરતો ન હતો. ડ્રગ્સની તો વાત જ ન કરો. હું જ્યારે કોઈ ડ્રીંકસ લેતો, તો તે વાત ઉપર મારી સાથે ઝગડી પડતો હતો. હવે પ્રશ્ન એ થાય છે કે આત્મહત્યા એન્ગલનો તો વર્ષ 2007માં તેણે મને આત્મહત્યા કરવાથી બચાવ્યો હતો. એક છોકરીના લફરામાં હું આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. પણ સુશાંતે મને બચાવ્યો હતો. તે છોકરી સાથે પેચઅપ પણ કરાવ્યો. તો આત્મહત્યા વાળી વાત તો રહેવા જ દો તમે.

પ્રશ્ન – શ્રુતિ મોદીએ સ્ક્રીનશોટ રજુ કર્યો કે ડૂબીની માંગણી થતી હતી?

ગણેશ – એક પણ સ્ક્રીનશોટ સુશાંતના ફોન કે એના નંબર ઉપરથી આવ્યા છે શું? ડૂબી, મારીજુઆના તો જવા દો, ક્યારેય દારુ માગવાનો મેસેજ આવ્યો છે ક્યારેય. પાર્ટી પણ શેની થતી હતી, પીઝા મંગાવી લીધા. થોડો નાસ્તો મંગાવી લીધો. તેની પાર્ટી ઉપર જતો હતો, તો ત્યાં દારુ ઉપર તો કડક પ્રતિબંધ રહેતો હતો.

પ્રશ્ન – 13 જુનની રાતની પાર્ટી થઇ હતી શું?

ગણેશ – તેની ઉપર સીબીઆઈ તપાસ કરી રહી છે. આમ તો મેં કહ્યું પણ છે કે એવું કાંઈ થયું ન હતું.

પ્રશ્ન – રિયા જયારે ખાસ કરીને તમામ સ્ટાફને દુર કરી રહી હતી, તો સુશાંત રોકતા કેમ ના હતા?

ગણેશ – ખેરેખર સુશાંત પણ વ્યસ્ત રહેલો હશે. તેણે રીયાને ઈમોશનલી જવાબદારી આપી હશે.

પ્રશ્ન – પિતા સાથે સુશાંતના કેવા સંબંધ હતા?

ગણેશ – મેં ઘણી વખત તેના પિતા સાથે વાત કરતા જોયા હતા. ‘રાબ્તા’ ફિલ્મ જોઇને તો તેના પિતાએ ફોન કરીને કહ્યું હતું કે તે સારી ફિલ્મ છે, તે મારામારી, એક્શન, સારી કરી છે. તંદુરસ્ત સંબંધો હતા તેમના.

પ્રશ્ન – તો તે મુંબઈ આવ્યા કેમ નહિ?

ગણેશ – તે પટના પોતે જતા હતા. તેમના પિતા સાથે જ તેમણે ઈન્ટરવ્યુંમાં ઘણી વખત કહ્યું કે તે આઉટ સાઈડર છે તો શું, પિતા જ તેમના ગોડફાધર છે.

પ્રશ્ન – સુશાંત પણ તો પટના એક જ વખત ગયો હતો મુંબઈ ગયા પછી?

ગણેશ – ત્યારે તેની એક બહેન દિલ્હીમાં હતી, બીજી ગોરેગાંવમાં અને ત્રીજી અમેરિકામાં હતી. તે પોતાની કારકિર્દી સુધારવામાં વ્યસ્ત હતા.

પ્રશ્ન – તમારી સાથે તે ક્યારથી સંપર્કમાં ન હતા?

ગણેશ – ‘છીંછોરે’ પછી મારો ફોન નંબર બદલાઈ ગયો હતો. તેનો પણ બદલાઈ ગયો હતો. સાથે જ તેમનું વોટ્સઅપ એકાઉન્ટ પણ ડીલીટ બતાવતું હતું. હું તે મહિનામાં વ્યસ્ત હતો મારા કામ અંગે. પછી 31 ડીસેમ્બરના રોજ ફોન કર્યો હતો, પણ લાગ્યો નહિ. પછી આ વર્ષે કોરોનાનો જ પ્રકોપ રહ્યો. ત્યાં જઈ ન શક્યો. પાછળથી અચાનક મને ખબર પડી.

પ્રશ્ન – પછી તે આરોપ પણ છે કે તેના તો ત્રણ ચાર સાઈકાઈટ્રીસ્ટથી સારવાર ચાલી રહી હતી?

ગણેશ – મેં પણ સાઈકોલોજીનો અભ્યાસ કર્યો છે. જે માણસ અંદરથી ખુશ હોય છે, તે જો નશો કરે તો તે નાચવા લાગે છે. ડ્રગ્સથી તે નફરત કરતો હતો. આત્મહત્યાની વાત જ ન હતી તેમાં. રિયાએ જે ડોક્ટર શેટ્ટીનું નામ લીધું, તેમણે તે વાતને એક ચેનલ ઉપર નકારી કાઢી.

પ્રશ્ન – એટલે ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી મેંટલ હેલ્થ ઈશ્યુ ન હતા?

ગણેશ – ન માનસિક રોગની વાત છે. ન ડ્રગ્સની, ન આત્મહત્યા અને ન ફેમીલી ઈશ્યુની. ઘણા સારા સંબંધ હતા.

પ્રશ્ન – પ્રિયંકા ઉપર જે રિયાના આરોપ છે, તેની ઉપર શું કહેશો?

ગણેશ – પ્રિયંકા દીદી ઉપર રિયાએ એટલા માટે આરોપ લગાવ્યા, કેમ કે તે સુશાંતનું એકાઉન્ટ સંભાળતી હતી. બિજનેસ ડીસીજંસ ફાઈનલ કરતી હતી. એકાઉન્ટની નોમીની પ્રિયંકા દીદી હતી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.