રિયાલિટી શો ‘નચ બલિયે’ ની આ 12 જોડીઓ અસલ જીવનમાં બની ગઈ લાઈફ પાર્ટનર, જાણો તેમના વિષે.

નચ બલિયેમાં સાથે ડાંસ કરનાર આ 12 જોડીઓએ અસલ જિંદગીમાં કરી લીધા છે લગ્ન, જાણો આ યાદીમાં કોનું કોનું નામ છે.

રિયાલિટી ડાન્સ શો ‘નચ બલિયે’ ના ઘણાં યુગલો એકબીજાને એટલા પસંદ આવ્યા હતા કે વાસ્તવિક જીવનમાં પણ તેઓએ તેમના જીવનસાથી તરીકે તેને જ પસંદ કર્યા. તો ચાલો આવી જોડીનો તમને પરિચય કરાવીએ.

ગ્લેમરસ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે’ એ યુવાન અને ગતિશીલ ટીવી સ્ટાર્સને એક એવું પ્લેટફોર્મ આપ્યું. જ્યાં તેઓ તેમના અભિનય પછી નૃત્યની પ્રતિભાને પણ વિશ્વ સામે મૂકી શકે. ડાન્સ શોની પ્રેક્ટિસ કરતા કરતા, આ યુગલો ક્યારે એકબીજાની નજીક આવી ગયા, તેને પણ તેની ખબર ન પડી.

‘નચ બલિયે’ શોની ઘણી સીઝનમાં એવા યુગલો જોવા મળ્યા જેની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને પણ પસંદ આવી ગઈ અને જ્યારે શો પૂરો થયો, ત્યારે તેઓએ તેમના જીવનસાથી બનીને આ સંબંધને લગ્નનું નામ આપી દીધું. ખાસ વાત એ છે કે ‘નચ બલિયે’ એ એક એવો શો બનાવ્યો. જ્યાં ઓછામાં ઓછા 12 યુગલોએ તેમના પાર્ટનર સાથે જ લગ્ન કર્યા. તો ચાલો જાણીએ આ જોડી વિશે.

કૃષ્ણા અભિષેક-કાશ્મીરા શાહ

કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેકની લવ સ્ટોરી થોડી અલગ છે. બંને 2006 માં આવેલી ફિલ્મ ‘પપ્પુ પાસ હો ગયા’ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા હતા. બંને વચ્ચે અચાનક દોસ્તી થઇ ગઈ અને વન નાઇટ સ્ટેન્ડ પછી, તેમને લાગ્યું કે તે એકબીજા માટે જ બન્યા છે. કૃષ્ણા કહે છે, “આવું દરેક સાથે બને છે, ફરક માત્ર એટલો જ છે કે દરેક જણ તેને વ્યક્ત કરતા નથી.” તે રાત્રે બનેલા એક વિશેષ સંબંધ પછી, કાશ્મીરાએ મારી સંભાળ લેવાનું શરૂ કર્યું, મારા માટે ભોજન વગેરે પણ લાવવા લાગી.”

નચ બલિયે-6 ‘પછી, કૃષ્ણાએ તેમની લિવ-ઇન પાર્ટનરને લગ્ન માટે દરખાસ્ત કરી. તેઓએ જુલાઇ 2013ના રોજ લાસ વેગાસમાં તેમના કેટલાક નજીકના લોકોની હાજરીમાં ખૂબ જ સરળ રીતે લગ્ન કર્યા હતા. આ વાતનો અંદાજ તેના ઉપરથી લગાવી શકાય છે કે લગ્નના લગભગ બે વર્ષ પછી લોકોને તેના વિશે ખબર પડી.

રવિ દુબે અને શર્ગુન મેહતા

‘નચ બલિયે-5’ ના રનર્સ અપ રવિ દુબે અને શર્ગુન મેહતાની પહેલી મુલાકાત ટીવી શો ‘કરોલ બાગના’ ના સેટ ઉપર થઈ હતી. ખાસ વાત એ છે કે બંનેમાંથી કોઈએ એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ન હતો. તે કહે છે, “અમે એક બીજાની અનુભૂતિ સમજ્યા અને અમારો સંબંધ આપમેળે આગળ વધતો ગયો.” રવિએ શો ‘નચ બલિયે’ શો દરમિયાન જ બોલીવુડ શૈલીમાં પોતાની ગર્લફ્રેન્ડને હીરાની વીંટી પહેરાવીને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો.

આમિર અલી અને સંજીદા શેઠ

‘નચ બલિયે 3’ના વિજેતા આમિર અલી અને સંજીદા શેખે પણ શો પૂરો થયા બાદ લગ્ન કરી લીધા હતા. લગભગ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી 2 માર્ચ 2012 ના રોજ બંને પતિ-પત્ની બન્યા.

મોહિત મલિક અને અદિતિ શિર્વાઈકર

સારા મિત્રથી લઈને પતિ-પત્ની બનવા સુધીની યાત્રા મોહિત મલિક અને અદિતિ શિર્વાઈકર માટે પણ સુંદર રહી છે, ‘નચ બલિયે -4’ માં બંને એકબીજાની નજીક આવી ગયા અને બંનેએ ત્યાર બાદ 1 ડિસેમ્બર, 2010 નાં રોજ લગ્ન કરી લીધાં.

મઝહર સૈયદ અને મોલી ગાંગુલી

મઝહર સૈયદ અને મોલી ગાંગુલીની પહેલી મુલાકાત ‘નચ બલિયે-4’ ના સેટ ઉપર જ થઈ હતી. ત્યાર પછી, બંનેની બીજી મુલાકાત ટીવી સિરિયલ ‘કહી કિસી રોજ’ ના સેટ ઉપર થઈ હતી. તો બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. સાત વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. મોલી કહે છે કે, “અમે અમારા લગ્ન ખૂબ જ સાદાઈ પૂર્વક કર્યા અને અમારા લગ્નમાં તે લોકો સામેલ થયા, જે અમારા માટે મહત્વ ધરાવતા હતા.”

ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટ

આ હોટ કપલની પહેલી મુલાકાત ‘પ્યાર કે દો નામ: એક રાધા એક શ્યામ’ સીરિયલના સેટ ઉપર થઇ હતી. ત્યારે બંનેએ ભાગ્યે જ કલ્પના કરી હશે કે તેઓ ક્યારેય જીવન સાથી પણ બની જશે. તેઓએ 2007 માં ‘નચ બલિયે -3’ માં ભાગ લીધો અને અહીંયાથી તેમને સમજાયું કે બંને એકબીજા માટે જ બન્યા છે. 2 માર્ચ, 2008 ના રોજ તેમણે લગ્ન કરી લીધા. હવે તે એક સુંદર એવી પુત્રી મીરાના મમ્મી-પપ્પા પણ છે.

પરાગ ત્યાગી અને શેફાલી જરીવાલા

‘પવિત્ર રિશ્તા’ ફેમ પરાગ ત્યાગી અને ‘કાંટા લગ ગર્લ’ શેફાલીની પહેલી મુલાકાત પણ ‘નચ બલિયે-5’ ના સેટ ઉપર 2012 માં થઈ હતી. અહીંયાથી જ તેમની વચ્ચે નિકટતા વધતી ગઈ. થોડો સમય સાથે પસાર કર્યા પછી 12 ઓગસ્ટ 2014 ના રોજ, બંનેના લગ્ન થઇ ગયા. પરાગ કહે છે કે, “શેફાલીની દરેક વાત મને ગમે છે. શેફાલી ખૂબ જ સંભાળ રાખે છે અને મારી સંપૂર્ણ સંભાળ રાખે છે. મારા સ્વાસ્થ્યથી માંડીને મારા ડ્રેસ ડિઝાઇનિંગ અને દેખાવ સુધીનું બધું જ તે સંચાલન કરે છે.”

તનાઝ અને બખ્તિયાર ઇરાની

2006 માં તનાઝ અને બખ્તિયાર ‘નચ બલિયે -2’ ની બીજી રનર-અપ જોડી બની હતી. શો દરમિયાન તેમની કેમિસ્ટ્રી લોકોને પણ પસંદ આવી અને તેમણે પણ શો પછી તેમના સુંદર રિલેશનશિપને પતિ-પત્નીનું નામ આપી દીધું. બંનેની પહેલી મુલાકાત સીરીયલ ‘ફેમ ગુરુકુળ’ માં કામ કરતી વખતે થઈ હતી. તેમને ત્રણ બાળકો છે – જ્યૂસ, જીઆના અને ઝારા.

અરૂણ પુંજ અને ગુરદીપ કોહલી

અરુણ પુંજ અને ગુરદીપ કોહલીની પહેલી મુલાકાત સીરિયલ ‘સંજીવની’ ના સેટ ઉપર થઈ હતી. બંનેને પ્રથમ નજરમાં જ એક બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. બંનેએ ઘણો સમય સાથે પસાર કર્યો હતો અને ‘નચ બલિયે 2’માં બંનેની મિત્રતા એટલી જોરદાર થઈ ગઈ હતી કે આ શો પૂરો થતાં પહેલા જ તેમણે 10 ડિસેમ્બર 2006 નાં રોજ લગ્ન કરી લીધાં હતાં. ગુરદીપ કહે છે કે, “તેમની અને અરુણની વિચારસરણી એકસરખી છે. અમે બંને કોઈ પણ મુદ્દા ઉપર હંમેશાં બરોબર મેચ છીએ અને અને લગ્ન કરી લીધા.”

આશ્કા ગોરાડિયા અને બ્રેન્ટ ગોબલ

ટીવી સીરિયલ ‘નાગીન’ અભિનેત્રી આશ્કા ગોરાડિયા અને તેના અમેરિકન બોયફ્રેન્ડ ‘નચ બલિયે’ની સિઝન 8 માં તેમની જોડી બનાવી હતી. તે સમયે આશ્કા તેના બોયફ્રેન્ડ રોહિત બક્ષીને ડેટ કરી રહી હતી. રોહિત સાથે 10 વર્ષ ડેટિંગ કર્યા પછી આશ્કાના જીવનમાં બ્રેન્ટ ગોબલે સ્થાન બનાવી લીધું. બંને વચ્ચે ખૂબ જ ઝડપથી મિત્રતા થઇ અને બંનેએ એકવાર નહીં પરંતુ બંનેએ બે વાર લગ્ન કર્યા. પહેલા તેમણે ક્રિશ્ચિયન રીત રિવાજો સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ 3 ડિસેમ્બર 2017 ના રોજ હિન્દુ પરંપરાઓ મુજબ લગ્ન કર્યા.

ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયા

ભારતી અને હર્ષેના લગ્ન પણ 3 ડિસેમ્બર 2017 નાં રોજ જ થયા હતાં. બંને ‘નચ બલિયે-8’માં સાથે આવ્યા હતા. આ પહેલા તેઓ ‘કોમેડી સર્કસ’ ના સેટ ઉપર એકબીજાને મળ્યા હતા. તેઓ 7 વર્ષથી એકબીજા સાથે સંબંધમાં હતા. ભારતી કહે છે કે, “હર્ષ તેને સેટ ઉપર ખૂબ જ ચીડવતો હતો.” તેમ જ હર્ષ જણાવે છે કે, “ભારતીનો બધા સાથે સાથે એક જેવું વર્તન તેને ખુબ ગમતું હતું. તે હંમેશાં દરેક સાથે ખૂબ જ પ્રેમાળથી રહેતી હતી. અમારી બંનેની વચ્ચે ઘણું સામ્ય હતું અને પછી અમે નક્કી કર્યું કે આપણે લગ્ન કરી લેવા જોઈએ.”

દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ

દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ ‘નચ બલિયે-8’ માં જોવા મળ્યા હતા અને અને બીજા જ વર્ષે 22 ફેબ્રુઆરી 2018 ના રોજ તેમણે લગ્ન કરી લીધા. દીપિકાને ‘નચ બલિયે’ ના સ્ટેજ ઉપર શોએબે પ્રપોઝ કરી હતી. દીપિકા અને શોએબ ટીવી સિરિયલ ‘સસુરલ સિમર કા’ ના સેટ ઉપર પહેલીવાર એક બીજાને મળ્યા હતા.

‘નચ બલિયે’ ના આ પ્રખ્યાત યુગલોએ તેમની તેમની રીલ લાઇફને રીયલમાં બદલી દીધી, પરંતુ તમને તેની મિત્રતા કેવી લાગી, કમેંટ બોક્સમાં જરૂર જણાવશો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.