સમાજ ભલે કોઈપણનો હોય તેમાં થોડી નબળાઈ રહે જ છે. આમ તો થોડા સમાજમાં આજે પણ ઘણી નબળાઈ છે, જ્યારે થોડી જગ્યાઓ ઉપર તે ઘણા વહેલા જ પૂરી થઇ ગઈ હતી. તેમાંથી એક સૌથી સામાજિક નબળાઈ છે, અંગના આધારે લોકો સાથે ભેદભાવ.
જી હા હંમેશા કાળા અને ગોરા વચ્ચે વિવાદ ચાલતો આવેલ છે. અમેરિકામાં પણ કાળા અને ગોરની વચ્ચે ઘણો સંઘર્ષ થયેલ છે. એક સમય હતો જ્યારે કાળા રંગના લોકોને ગુલામ બનાવીને રાખવામાં આવતા હતા.
આમ તો આજે ગુલામીની પ્રથા પૂરી થઇ ગયેલ છે, પણ આજે પણ ઘણા લોકો તે વિચારમાં ગુલામ છે. તેમનું માનવું છે કે કાળા લોકો ગોરા લોકો કરતા સુંદરતામાં પાછળ હોય છે. તેને કારણે કાળા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ભારતમાં આ તકલીફ આજે પણ છે. ભારતમાં રંગના આધાર ઉપર ભેદભાવ અમુક લોકો આજે પણ કરે છે. આમ તો જાહેરમાં આ વાતને જાહેર નથી કરતા. પણ જાણવા મળેલ છે કે કાળા લોકો સાથે આજે પણ ભેદભાવ કરવામાં આવી રહેલ છે.
બાળપણમાં કરી હતી ગોરા બનાવાની ક્રીમનું પ્રમોશન :
થોડા સમય પહેલા ભારતમાં એવું માનવામાં આવતું હતું કે જે શામળા વ્યક્તિ છે, તે વધુ સુંદર હોય છે. પણ જ્યારથી બજારમાં ગોરા બનાવવાની ક્રીમે પગ મુકેલ છે, ત્યારથી સુંદરતાની પરીભાષા જ બદલાઈ ગઈ છે. હવે સુંદર એ છે જે ગોરા છે. બોલીવુડની જાણીતી હિરોઈન પ્રિયંકા ચોપડાએ પણ આ તકલીફમાંથી પ્રસાર થવું પડ્યું છે. તેમણે જણાવેલ કે તેમણે એક વખત ગોરા બનાવનારી ક્રીમનું પ્રમોશન કર્યુ હતું, જે જીવનની સૌથી મોટી ભૂલ હતી.
પ્રિયંકાએ પણ ઉપયોગમાં લીધેલ હતું એક અઠવાડિયામાં ગોરા બનાવનારી ક્રીમનો ઉપયોગ :
પોતાના ઈન્ટરવ્યુંમાં જણાવેલ હતું કે તે વાત એ સમયની છે કે જ્યારે તે ૧૮ વર્ષથી પણ ઓછી ઉંમરની હતી. તે સમયે તેની ત્વચા શામળી હતી, જેને કારણે તે ગોરા લોકોથી પોતાને નીચી સમજતી હતી. તેના કારણે હીન ભાવનાથી પીડિત થઇ ગઈ હતી.
તેમણે આગળ જણાવેલ કે ભારતમાં એવી જ માનસિકતા છે, જો તમે ગોરા છો તો તમે સુંદર છો, અને સામળા છો તો બદસુરત. પ્રિયંકાએ જણાવેલ કે તેમણે પણ પોતાના સ્કુલના સમયમાં ગોરા બનાવનારી ક્રીમનો ઉપયોગ કર્યો હતો જે એક અઠવાડિયામાં ગોરા બનાવવાનો દાવો કરતી હતી.
હાલના દિવસોમાં કરી રહેલ છે રીજનલ સિનેમા માટે કામ :
જ્યારે મેં ગોરા બનાવનારી ક્રીમનું પ્રમોશન કરેલ તો મને મારી ભૂ નો અહેસાસ થયેલ કે આ મેં શું કરી નાખ્યું. તેમણે પોતાની આ ભૂલને એક બાળપણની ભૂલ પણ જણાવેલ. પ્રિયંકા હાલના સમયમાં બોલીવુડ ઉપરાંત હોલીવુડમાં પણ પોતાનું સ્થાન બનાવવામાં સફળ થઇ ગયેલ છે. હાલના સમયમાં તે હોલીવુડની ઘણી ફોલ્મો માટે કામ કરી રહેલ છે. બોલીવુડમાં તેમની છેલ્લી ફિલ્મ જય ગંગાજલ હતી. પ્રિયંકા હાલના દિવસોમાં ક્ષેત્રીય સિનેમા ઉપર પણ કામ કરી રહી છે.