પાણી પાંચ પ્રકાર નું હોય છે જાણો સૌથી ઉત્તમ પાણી કયું છે અને સાથે RO નાં પાણી ની અસલિયત

આજની આપણી ચર્ચા નો વિષય છે “(RO) નું પાણી” આ (RO) નું પાણી સારું છે કે નહિ ,તમને બે ત્રણ મિનિટમાં જ ખબર પડી જશે. આયુર્વેદનું માનવું છે કે સૌથી ઉત્તમ પાણી છે તે છે વરસાદનું પાણી. જો તમે વરસાદનું પાણી એકઠું કરી ને આખું વર્ષ પીઓ તો તમારાથી નશીબદાર બીજું કોઈ નથી.

હવે તમે વિચારી રહ્યા હશો કે અરે વરસાદનું પાણી કેવી રીતે એકઠું કરી શકાય. તો તેનો જવાબ ખૂબ જ સરળ છે. તમારા ઘરનું જે ધાબુ છે તે તમે સિમેન્ટનું જ બનાવેલ હશે, ધાબામાં જે પાણી પડશે તે પાઇપ દ્વારા કોઈ ટાંકીમાં લગાડી દો. અન્ડરગ્રાઉન્ડ ટાંકી બનાવી દો. તેમાં બધું જ પાણી ભરી દો.

વરસાદના પાણીની કોઈ એક્ષ્પાયરી ડેઈટ હોતી નથી, જો તમે અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં પાણી એકઠું કરી લીધું તો તે પાણી તમે બે થી ત્રણ વર્ષ સુધી પી શકો છો. તેમાં કોઈ મુશ્કેલી નહિ આવે.

રાજસ્થાનમાં દરેક ગામમાં પાણીની ટાંકી હોય છે, ત્યાં વરસાદ ઓછો થાય છે, એટલા માટે ત્યાંના લોકો એક એક ટીપું પાણી જમા કરે છે, ત્યાં જોન્ડિસની બીમારી ક્યારે પણ નથી થતી. કેમ કે ત્યાંના લોકો વરસાદનું પાણી પીવે છે જે અમૃત જેવું કામ કરે છે, બીજું પાણી જે સૌથી સારું ગણવામાં આવે છે, તેને નદીઓનું પાણી માનવામાં આવે છે, તે નદીઓ જે ગ્લેશિયરથી જોડાયેલ છે જેમ કે ગંગા નદી, કેમ કે ગ્લેશિયર નો બરફ જામે છે પછી ઓગળે છે અને ફરી તેમાંથી પાણીબનીને નદીઓમાં જાય છે, એટલા માટે આ પાણી પણ આરોગ્ય માટે લાભદાયક છે.

ત્રીજું સૌથી સારું પાણી તળાવોનું હોય છે. અને ચોથું સારું પાણી બોરનું જે વરસાદના પાણીને જ રિચાર્જ કરીને બોરમાં આવે છે. અને પાંચમું સૌથી સારું પાણી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનનું.

હવે તમે જરા વિચારી લો મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું પાણી બધાથી છેલ્લે છે એટલે કે બીજા પાણીઓથી ખરાબ છે. મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના પાણી થી તો તે વધુ સારું પડે કે તમે બે થી દસ હજારનો એક વખત ખર્ચ કરીને તમારા ધાબા ઉપર એક સ્લોપ બનાવી લો. આ સ્લોપમાં પાઇપ લગાડીને પાણીને અન્ડરગડાઉન ટાંકીમાં જમા કરી લો.

રાજીવજીએ જણાવ્યું છે કે તેમણે પોતાના ઘરમાં સ્લોપ બનાવ્યો છે જેનો આશરે 22000 ખર્ચ થયો. અને દર વર્ષે તે સ્લોપ વડે એક લાખ લીટર પાણી ભેગું કરે છે. રાજીવજીએ જણાવ્યું છે કે તેમનું ઘર સેવાગ્રામમાં છે. તેમનું ઘર નાનું એવું છે. આ ઘરમાં જ તેમણે સ્લોપ બનાવીને વરસાદનું પાણી અન્ડરગ્રાઉન્ડ ભેગું કરવાની વ્યવસ્થા કરી છે. અને તે અને તેમના પાડોસી ફક્ત આજ પાણી પીવે છે.

રાજીવજી પ્રમાણે પંજાબ વાળા તેમનાથી પણ વધુ પાણી ભેગું કરી શકે છે કેમ કે પંજાબમાં વરસાદ વધુ પડે છે. આજકાલ પાણીનો ઉપયોગ વધી રર્હ્યો છે પરંતુ જમીનની નીચેવાળું પાણી સુકાતું જાય છે. એક દિવસ આ પાણી ખલાશ થઇ જશે. એટલા માટે બધા વરસાદનું પાણી ભેગું કરવાનું શરૂ કરી દો.

વરસાદના પાણીને ચોખ્ખુ રાખવા માંગો છો તો ,તેમાં કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોન ન કરો પરંતુ ચૂનો નાખી દો. વરસાદ જેવો શરૂ થાય એટલે ચૂનાના પથ્થર નાખી દો તેનાથી જેટલું પાણી કોન્ટેક્ટ માં આવશે તે બધું જ ચોખ્ખુ થઇ ને આવશે. એટલે તેનાથી માટીનો તેમાં દુષ્પ્રભાવ દૂર થઇ જશે તો ધાબા નું પાણી એકઠું કરવાનું ની કોશિશ કરો. નાં કરી શકો તો તમારી પાસે કોર્પોરેશનનું પાણી છે તેને ઉકાળ્યા સિવાય ન પીવો તેને ઉકાળી ને જ પીવો .

હવે તમે કહેશો કે આ પાણીને RO માં નાખીને શુધ્ધ કરી ઉકાળવું અને પછી પીવું? તો બંનેમાં શું સારું છે? અમારું માનો તો ઉકાળવું સારું છે. કેમ કે આરો માં પાણી શુદ્ધ કરતી વખતે તેમાંથી અમુક એવા કેમિકલનો નાશ થઇ જાય છે જે આપણા શરીરને ખુબ જ ઉપયોગી હોય છે એટલા માટે આરોનું પાણી તો મજબૂરીનું પાણી છે. જયારે કઈ જ ન મળે ત્યારે આરોનું પાણી પી લો.

રાજીવજીએ જણાવ્યું કે તેમણે દરેક કંપની ના આરો ઉપર સઁશોધન કર્યું તેનાથી જાણવા મળ્યું કે આના થી પાણીની પર્ફોમન્સ ઓછી થઇ જાય છે, ક્યારેક કેલ્શિયમ તો ક્યારેક આયરન. તો તેમને આરો બનાવવા વાળા ને પત્ર લખ્યો તેની ગુણવત્તા સારી કરી આપો. તો તેમનો જવાબ આવ્યો કે અમે પાણી સાફ કરવાના મશીન બનાવીએ છીએ ક્વોલિટી સારી કરવાનાં નહી?.

ભગવાન ના પાણી થી વધુ ચોખ્ખુ પાણી કોઈ હોઈ જ ન શકે. વરસાદના પાણીને માટીની ટાંકીમાં રાખવું સૌથી સારું ગણાય, કાચની બાટલીમાં પણ ચાલશે, તે માટીનું જ બીજું સ્વરૂપ છે. સિલિકાને થોડું પ્યુરીફાઈ કરવામાં આવે છે તો કાચ બની જાય છે.

જેને બારામકેલાં,અસ્થમા, ટ્યુબરક્લોસીસ વગેરે જેવા રોગ છે તેમણે દરેક સમયે ગરમ પાણી જ પીવું જોઈએ

કોઈ પણ કંપની નાં પોતાના ઉત્પાદન વેચવા માટે બીકાયું મીડિયા સાથે મળી ને RO ની ઝૂઠી મનઘડંત વાર્તાયો સાંભળાવાઈ અને પૂરી દુનિયા ઘેટા ની જેમ ગાંડી થઇ ને એમાં ચાલવા લાગી અને બધાયે લગાવડાવી દીધી આ સીસ્ટમ બધા પોતાની જાતે એક્સપર્ટ બની બેઠા ને કહે છે, આટલા TDS નું પાણી સારું, આટલા TDS ખોટું, RO આ કરી દેશે ને પેલું કરી દેશે બધું બોગસ ને એકદમ બકવાસ છે.

અરે મારા ભાઈ એટલું તો વિચારી લેતા કે જ્યારે RO નહોતું તો શું બધા બીમાર હતા? પીવાનું શુદ્ધ પાણી નહોતું મળતું? હવે કેટલાક મૂર્ખા એવો તર્ક કરશે કે અત્યારે પાણી ગંદુ થઇ ગયું એટલે હવે RO ની જરૂર પડી પહેલી વાત તો મહાન જ્ઞાની યો આ વાત ને સમજો કે પાણી ગમે એટલું ગંદુ થાય એના માટે આપણી પાસે મફત ની ટેકનીક હા બિલકુલ મફત ની ટેકનીક છે એને છોડી ને તમે કેમ મુર્ખ બની ને નાચો છો? અને હજુ પણ RO પરથી વિશ્વાસ નાં તૂટતો હોય તો વાંચી લો નીચે નો ફોટો

વિશ્વ કક્ષાએ જોઈએ તો બંધ બોટલનો પાણીનો વેપાર ખરબો રૂપિયા માં માં પહોંચી ગયો છે. શુધ્ધતા અને સ્વચ્છતાના નામ ઉપર બટલીઓમાં ભરીને વેચવા માં આવતું પાણી જ આરોગ્ય માટે ખતરનાક છે. આ વાત કેટલાય અધ્યયનોમાં ઉભરીને સામે આવી છે. આ સિવાય બંધ બોટલના પાણી ના ઉપયોગ પછી મોટી સંખ્યામાં બાટલીઓ કચરામાં રૂપાંતરીત થઇ રહી છે. અને આ પર્યાવરણ માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યા છે.

નીચે નાં વિડીયો માં જુયો પાણી નું સત્ય

વિડીયો – ૧ 

 

વિડીયો – ૨