દુનિયામાંથી એકસાથે વિદા થયા બાળપણના 7 મિત્રો, એક સાથે ઉઠી નનામી તો રડી પડ્યું આખું ગામ

ફતેહપુર-સાલાસર બોર્ડર પાસે એનએચ-58 પર થયેલા અકસ્માતે રોલસાહબસર ગામને ઊંડો ઘા આપ્યો છે. અકસ્માતનો શિકાર બનેલા બધા યુવક એકબીજાના ઘણા સારા મિત્રો હતા. સવારથી રાત સુધી બધા એકસાથે રહેતા હતા. ફતેહપુરમાં રહેતા દરમિયાન હંમેશા બધાને એક સાથે જોવામાં આવતા હતા. રાત્રે અકસ્માત થયો ત્યારે દરેક લોકો એક સાથે જ હતા. અકસ્માતમાં 7 મિત્રોના મૃત્યુ થઈ ગયા અને એક ખુશી મોહમ્મદ જ અકસ્માતમાં બચી શક્યા.

આ અકસ્માતની સૂચના ગામ લોકોને મળી તો આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. ફતેહપુરમાં બારી રોડ પર મદ્રેસામાં શબોને રાખવામાં આવ્યા. તે પછી ગુસલની વિધિ પુરી કરવામાં આવી. આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો. મૃતકોના સંબંધીઓના આવ્યા પછી બધાને કબરમાં દફનાવી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન ધારાસભ્ય હાકમ અલી ખાં, સીકર સજાપતિ જીવણ ખાં, આરપીએસ મહમુદ ખાં, પીસીસી સચિવ મોહમ્મદ શરીફ ખાં, ગુલામૂ ખાં, બેસવા સહીત ઘણા લોકો હાજર રહ્યા.

15 મિનિટ પહેલા બદલ્યો હતો ડ્રાઈવર :

તપાસમાં સામે આવ્યું કે, કાર અકસ્માતના 15 મિનિટ પહેલા જ ડ્રાઈવર બદલવામાં આવ્યો હતો. પહેલા ગાજી ખાં કાર ચલાવી રહ્યા હતા. હાઇવે પર આવ્યા બાદ ઈમરાન ઉર્ફ ગાંધીએ પોતે ગાડી ચલાવવા માટે કહ્યું. તેના પર ગાજી સહીત અન્ય મિત્રોએ કહ્યું હતું કે, ભલે ચલાવે પણ ધીરે ધીરે ચલાવજે, કયાંક ઠોકી ન દેતો.

જો ગાડી કયાંક ઠોકી દીધી તો તને ધોઈ નાખશું. તે પછી પણ ગાંધી પૂર ઝડપે ગાડી ચલાવતો રહ્યો. અકસ્માતની થોડી સેકન્ડ પહેલા ટ્રક દેખાઈ તો મિત્રોએ કહ્યું કે ગાડી ટ્રકમાં ઘુસી જશે. તેના પર ગાંધીએ કહ્યું કે, સાઈડ પરથી નીકળી જશે. એવામાં સાઈડ પરથી બીજી ગાડી આવવા પર તેમની ગાડી ટ્રકમાં ઘુસી ગઈ.

જણાવી દઈએ કે, સાલાસરમાં ખારિયા કનીરામ પાસે ફતેહપુર-નાગૌર હાઇવે પર રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે એક કાર ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર સાત લોકોનું દુઃખદ મોત થયું, જયારે એક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. આ દુર્ઘટનામાં કાર ચકનાચૂર થઈ ગઈ. હાઇવે પર આવેલી એક હોટલના સંચાલકે આ ઘટનાની જાણકારી કંટ્રોલ રૂમને આપી હતી.

સાલાસર પોલીસ સ્ટેશનના અધિકારી ડો. મહેંદ્ર સેન જાપ્તે સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા અને ઘાયલ ખુશી ખાંને સાલાસર હોસ્પિટલ પહોંચાડ્યા. પ્રાથમિક ઉપચાર પછી ડોક્ટરોએ ઘાયલને સીકર રેફર કરી દીધો. પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, કારમાં સવાર અન્ય સાત યુવકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. કારમાં સવાર યુવકો લાડનુંમાં લગ્નમાં હાજરી આપવા ગયા હતા.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.