દુઃખદ : રોડ એક્સિડન્ટમાં દેશના 4 રાષ્ટ્રીય હોકી ખેલાડીના થયા મોત, 3 ની હાલત હજી ગંભીર

દુઃખદ : રોડ એક્સિડન્ટમાં દેશના 4 રાષ્ટ્રીય હોકી ખેલાડીના થયા મોત, 3 ની હાલત હજી ગંભીર

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, ઘણા દુઃખ સાથે જણાવવાનું કે, મધ્યપ્રદેશના હોશંગાબાદમાં 14 ઓક્ટોબર સોમવારના રોજ થયેલા એક રોડ એક્સિડન્ટમાં, આપણા દેશના રાષ્ટ્રીય સ્તરના 4 હોકી ખેલાડીઓ મોતને ભેટ્યા છે. અને એમની સાથેના બીજા ત્રણની હાલત હજુ પણ ગંભીર છે.

મળેલી જાણકારી અનુસાર આ તમામ લોકો હોશંગાબાદમાં યોજાયેલી એક ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવ્યા હતા. પણ એ દરમિયાન તેમની કાર ઈટારસી અને હોશંગાબાદ વચ્ચેના નેશનલ હાઈવે-69 પર એક ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. જેમાં 4 જણાના મોત થયા છે અને 3 ગંભીર રીતે ઘાયલ થયા છે, એમની સારવાર ચાલી રહી છે.

એવું જણાવવામાં આવ્યું છે કે, આ તમામ ખેલાડીઓ હોશંગાબાદમાં ધ્યાનચંદ એકેડમી અખિલ ભારતીય હોકી ટ્રોફીની સેમીફાઈનલ રમવા માટે આવ્યા હતા. અને એમાંથી આદર્શ હરદુઆ નામના એક ખેલાડીનો રવિવારે તેનો જન્મ દિવસ હતો. એટલે આ તમામ ખેલાડીઓ તેનો જન્મદિવસ ઉજવવા માટે આયોજકોની મંજૂરી લઈને રવિવારે ઈટારસી ગયા હતા. અને સોમવારે સવારે ત્યાંથી પાછા આવતા સમયે આ દુર્ઘટના બની હતી.

આ બાબતે ટૂર્નામેન્ટના આયોજક નીરજને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું છે કે, આ દુર્ઘટના સવારે 6.45 વાગ્યે બની હતી. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ખેલાડીઓને હોશંગાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં જે 4 ખેલાડીઓના મોત થયા છે તેમના નામ આદર્શ હરદુઆ, ગ્વાલિયરના અનિકેત, ઈન્દોરના શહનવાજ અને આશીષ લાલ હતા. પહેલા ત્રણ ખેલાડી ઈટારસીના રહેવાસી હતા અને ચોથો ખેલાડી જબલપુરનો રહેવાસી હતો.

મિત્રો આ અકસ્માત કઈ રીતે થયું એના વિષે વધુ માહિતી મળી નથી. પણ એમાં દેશના 4 રાષ્ટ્રીય હોકી ખેલાડીના મોત થવાથી એમના પરિવારની સાથે સાથે હોકી જગતમાં પણ શોકની લહેર ફરી વળી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બીજા ત્રણ ખેલાડી જલ્દીથી સાજા થઈ જાય એવી પ્રભુને પ્રાથના. અને મૃત્યુ પામેલા 4 ખેલાડીનોની આત્માને શાંતિ આપે એવી આપણા સૌની પ્રાર્થના. ૐ શાંતિ. તમે પણ કોમેન્ટમાં ૐ શાંતિ જરૂર લખજો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

મિત્રો, આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.