પહેલી વાર રસ્તાના ખાડા ભરવાનું મશીન બનાવ્યું, 2 લોકો દિવસમાં 100 ખાડા ભરી શકશે

આજના સમયમાં વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે. વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો રોજ નવી નવી શોધો કરતા રહે છે, અને તેનો લાભ આપણે લોકો ઉઠાવતા હોઈએ છીએ. આજે આવી જ એક શોધ વિષે આપણે વાત કરીશું, અને તેના વિષે જાણીશું.

રોડ ઉપર ખાડાને કારણે એક વર્ષમાં ૯ હજારથી વધુ અકસ્માત થયા. તેમાં લગભગ સાડા ત્રણ હજાર લોકોના જીવ જઈ ચુક્યા છે. ખાડાને કારણે થતા આ અકસ્માતો ઓછા કરવા માટે સેન્ટ્રલ રોડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (સીઆરઆરઆઈ) એ મશીન તૈયાર કર્યા છે. તેની મદદથી પહેલાથી પાંચ ગણી ઝડપથી ખાડા પુરી શકાશે. સીઆરઆરઆઈએ પહેલી વખત દેશમાં આ ટેકનીક ઉભી કરી પેટેન્ટ કરાવી લીધી છે. તેને જેસીબીમાં ઉપયોગ કરવામાં આવશે.

સીઆરઆરઆઈ મુખ્યાલય દિલ્હીમાં સોમવારે મશીનનું પ્રદર્શન સફળ રહ્યું. સીઆરઆરઆઈના નિર્દેશક સતીશ ચંદ્રાએ જણાવ્યું કે, આવતા વર્ષે એપ્રિલથી મશીન બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. પહેલા તબક્કામાં ૫૦૦ મશીનો તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેની કિંમતની જાહેરાત પાછળથી કરવામાં આવશે.

આ મશીનોથી સ્થાનિક કામો અને પીડબ્લ્યુડીને સૌથી વધુ મદદ મળશે. અત્યાર સુધી મેન્યુઅલ ખાડા ભરવામાં આવતા હતા, તેમાં ત્રણ મશીન અને ૬-૮ લોકોની ટીમની જરૂર પડતી હતી, જે આખા દિવસમાં વધુમાં વધુ ૨૫ ખાડા ભરી શકતા હતા. પરંતુ આ મશીનથી ૨ લોકો એક દિવસમાં ૧૦૦-૧૦૦ ખાડા ભરી શકે છે.

મશીન, રોલર, કટર, મિક્ચરનો ઉપયોગ કરશે :

મશીન ચલાવવા માટે બે લોકોની જરૂર પડશે. એક મશીન ચલાવવા વાળા ઓપરેટર અને બીજા ગાઈડ કરવા વાળા કર્મચારી હશે. મશીન, રોલર, કટર, મિક્ચર ત્રણેનું કામ કરશે. તેના ઉપયોગથી પર્યાવરણને જાળવી રાખવામાં પણ મદદ મળશે, કેમ કે તેમાં કોલ્ડ મિક્સ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી તારકોલને ગરમ કરવાની જરૂર નહિ પડે. આ રીતે ધુમાડો નહિ થાય.

ખાસ મુદ્દા :

સેન્ટ્રલ રોડ રીસર્ચ ઇન્સ્ટીટયુટે અકસ્માત ઘટાડવા માટે અપનાવી ટેકનીક, દિલ્હી મુખ્યાલયમાં સોમવારે પ્રદર્શન સફળ રહ્યું.

આવતા વર્ષે એપ્રિલમાં ૫૦૦ મશીનો વેચાણ માટે ઉપલબ્ધ થશે.

મશીનની કોલ્ડ મિક્સ ટેકનીકથી તારકોલને ગરમ કરવાની જરૂર નહિ પડે, તેમાં ધુમાડો નહિ ફેલાય.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.