રોડની સાઇડમાં પંચર બનાવે છે આ મહિલા, એમનું કહેવું છે કે દીકરીને ભણાવી ગણાવી ઓફિસર બનાવીશ.

આજની મોંઘવારીના સમયમાં લોકો પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે ઘણા પ્રકારની મહેનત મજુરી કરતા હોય છે, અને પોતાના બાળકોનું ભવિષ્ય બનાવવા માટે પણ ખુબ મહેનત કરતા હોય છે. આવી જ વાત આજે અમે તમને જણાવી રહ્યા છીએ.

ધ્યેય પ્રાપ્ત તેને થાય છે, જેમના સપનામાં તાકાત હોય છે, પાંખોથી કાંઈ નથી થતું, હિંમતથી ઉડી શકાય છે. આ પંક્તિ પાટનગરના જાનકીપૂર્મમાં રહેતા તરન્નુમ ઉપર એકદમ ફીટ બેસે છે, તે છેલ્લા ૨૦ વર્ષથી સાયકલ, રીક્ષા અને કારના પંચર બનાવીને પોતાના ઘરનો ખર્ચ ચલાવી રહી છે.

૩૭ વર્ષની તરન્નુમ જણાવે છે કે તેના પતિ પહેલા જાનકીપૂર્મ એક્સટેંશનના મુલાયમ ત્રણ રસ્તા પાસે પંચર બનાવતા હતા. તે પણ તે કામમાં પોતાના પતિને મદદ કરતી હતી. ધીમે ધીમે તેણે પંચર બનાવતા શીખી લીધું. ત્યાર પછી તે દુકાન ઉપર એકલી બેસીને પંચર બનાવવવા લાગી અને તેની દુકાન તરન્નુમ પંચરના નામથી પ્રસિદ્ધ થઇ ગઈ. તેના પતિ બીજી જગ્યાએ કામ કરે છે. તેને બમણી આવક થાય છે અને તે પોતાના બાળકોને સારી રહેણી કરણી આપી શકે છે. તેનું સપનું છે કે તે દીકરીને ભણાવી ગણાવીને ઓફિસર બનાવે.

૩૦૦-૪૦૦ રૂપિયા સુધી થઇ જાય છે કમાણી : તરન્નુમના બે છોકરા અને એક છોકરી સ્કુલમાં ભણે છે. ઘરની મજબુરીઓને લઇને અને બાળકોને ભણાવવા માટે તરન્નુમને આ કામ કરવું પડ્યું. તે જણાવે છે કે દિવસ આખામાં 300-૪૦૦ રૂપિયા કમાઈ લે છે. તેનાથી તેના ઘરનો ખર્ચ ચાલે છે. તે બાઈક અને કાર બધાના પંચર બનાવી લે છે. ક્યારે ક્યારે તો તે રાતના ૧૨ વાગ્યા સુધી દુકાન ઉપર પંચર બનાવતી રહે છે, પરંતુ તેને કોઈ ડર લાગતો નથી. તેનું કહેવું છે કે એવું કોઈ કામ નથી જે માત્ર પુરુષોઓ કરી શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.