હવે તમારે દવાની દુકાને જવાની જરૂર પડશે નહિ, બીમારીઓથી પોતાને બચાવો આ મહૌષધિથી

હવે તમારે દવાની દુકાને જવાની જરૂર નહી પડે, પોતાને બીમારીઓથી પોતાને બચાવો આયુર્વેદની મદદથી

જુના સમયમાં કોઈને તાવ પણ આવતો તો તેમના માટે તે ઘણી મોટી બીમારી ગણવામાં આવતી હતી. જો પહેલાના દિવસોની સરખામણીમાં આજના સમયની બીમારીઓ (Diseases) થી કરવામાં આવે, તો હાલના દિવસોમાં બીમારીઓનો કોઈ હિસાબ જ નથી. હાલના દિવસોમાં બીમારીઓની ગણતરી એટલી વધી ગઈ છે કે બાળકોથી લઈને ઘરડા સુધી દરેક કોઈને કોઈ બીમારીથી ઘેરાયેલ હોય છે. માણસની કમાણીનો એક મોટો ભાગ તો દવાઓમાં જ જતો રહે છે.

બીમારીઓની બાબતમાં વેજ્ઞાનિકો માને છે કે જો બીમારીઓની આવી જ પરિસ્થિતિ રહી તો તે સમય દુર નથી જયારે માણસ ઉપર દવાઓ કામ ન કરે.

એટલા માટે અમે તમને સલાહ આપીએ છીએ અંગ્રેજી દવાઓથી દુર રહો અને આયુર્વેદ અપનાવો.

આજે અમે તમારા માટે એક એવો નુસખો લઈને આવ્યા છીએ કે જે અજમાવવાથી બીમારીઓ તમારાથી ઘણી દુર જતી રહેશે. આ નુસખાની મદદથી તમારી ઈમ્યુન સીસ્ટમને પ્રોત્સાહન મળે છે અને તમને દવાઓથી છુટકારો મળી જશે.

સામગ્રી :

૧ સામાન્ય સાઈઝનું આદુ

૨ લીંબુ

૫૦૦ ગ્રામ મધ

રીત :

લીંબુને પહેલા પાણીથી સારી રીતે સાફ કરી લો પછી તેને કાપી લો. પછી આદુને છોલીને ટુકડા કરીને કાપી લો. આ બન્ને ઔષધિઓને એક ચોખ્ખા કાચના જારમાં નાખીને તેમાં મધ નાખી દો. આ મિશ્રણને એક દિવસ માટે મૂકી રાખો પણ તે ધ્યાન રાખશો જાર ઉપર ખાલી જગ્યા રાખો જેથી ઔષધિઓનો રસ સારી રીતે મિક્સ થઈ જાય.

પછી આ જારને સારી રીતે બંધ કરી દો અને ૧-૨ મહિના માટે ફ્રીજમાં રાખી દો. જ્યાં સુધી આ મિશ્રણ જેલી જેવું બનીને તૈયારના થઇ જાય.

જો તમે ધારો તો સેવન કરતા પહેલા તેને પાતળું કરવા માટે તેમાં થોડું ગરમ પાણી નાખી શકો છો.

તમે દિવસમાં બે ચમચી આ મિશ્રણનું સેવન કરી શકો છો. અને બાળકો માટે ૧ ચમચી પુરતું છે.


Posted

in

, ,

by

Tags: