એક સમયે તબ્બુની સાડીઓને ઈસ્ત્રી કરતા હતા રોહિત શેટ્ટી, કર્યું છે સ્પોટ બોયનું પણ કામ.

પોતાની ફિલ્મોથી કરોડોની કમાણી કરતા રોહિત શેટ્ટીએ જોયા છે ખરાબ દિવસો, પૈસા કમાવા માટે છોડવી પડી હતી સ્કૂલ.

બોલીવુડમાં ઘણા એવા મોટા કલાકાર, લેખક અને ફિલ્મ ડાયરેક્ટર છે જેમણે સ્ટ્રગલિંગમાં ઘણો લાંબો સમય પસાર કર્યો છે. પછી વાત નવાઝુદ્દીન સિદ્દીકીની હોય જેમણે વોચમેનનું પણ કામ કર્યું છે, કે પછી પંકજ ત્રિપાઠીની જેમને સંખ્યાબંધ ફિલ્મો કર્યા પછી મિર્ઝાપુર વેબ સીરીઝ પછી જ એક મોટી ઓળખાણ મળી શકી.

જો તમે બોલીવુડનો ઈતિહાસ જોશો તો તમને સ્ટ્રગલિંગના ઘણા દુઃખ ભરેલા અને ચકિત કરી દે તેવા કિસ્સા મળશે. આ ખાસ લેખમાં આજે આપણે જાણીશું બોલીવુડના પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક અને નિર્માતા રોહિત શેટ્ટીની પાસ્ટ લાઈફ વિષે. એક સમય એવો પણ હતો જયારે તેમણે અભિનેત્રી તબ્બુની સાડીઓને ઈસ્ત્રી કરવી પડી હતી.

રોહિત શેટ્ટી બોલીવુડના જોરદાર અને પ્રસિદ્ધ ફિલ્મ ડાયરેક્ટર છે. તેમણે મોટા ફિલ્મ સ્ટાર અને અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. રોહિત શેટ્ટીએ સીંબા, ગોલમાલ, ગોલમાલ રીટર્ન અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી સુપરહીટ ફિલ્મો ડાયરેક્ટ કરી છે.

મીડિયા રીપોર્ટ મુજબ, રોહિત શેટ્ટીએ પોતાની કારકિર્દીની શરુઆત 1991 માં આવેલી અજય દેવગનની ફિલ્મથી કરી. આ ફિલ્મ માટે રોહિત શેટ્ટીએ આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું કામ કર્યું હતું. પાછળથી તેમણે અજય દેવગન સાથે બીજી પણ ઘણી ફિલ્મો કરી. કહેવાય છે કે શરુઆતના સમયમાં તેમણે ઘણી તકલીફોનો સામનો કર્યો, પણ તેમણે દરેક તકલીફોને પોતાના જીવનનો પડકાર સમજી અને તેને પાર કરી ગયા.

પિતાના ગયા પછી બગડી સ્થિતિ : ઘણા લોકોને ખબર હશે કે રોહિત શેટ્ટી બોલીવુડ કલાકાર એમ.બી.શેટ્ટીના દીકરા છે. કહેવાય છે કે જયારે એમ.બી. શેટ્ટીનું અવ સાન થયું ત્યારે રોહિત ઘણા નાના હતા. ત્યાર પછી ઘરની સ્થિતિ બગડવા લાગી હતી. રોહિતની માં એ ફિલ્મોમાં જુનીયર આર્ટીસ્ટ તરીકે કામ કરવું પડ્યું હતું.

અભ્યાસથી વધુ કમાણીની જરૂર : કહેવાય છે કે ઘરની સ્થિતિ એટલી બગડી ગઈ હતી કે તેમનું ઘર પણ વેચાઈ ગયું હતું. ત્યાર પછી રોહિતે તેમની નાનીના ઘરે રહેવું પડ્યું, જે દહીસરમાં હતું. રોહિતની સ્કુલ શાંતાક્રુઝમાં હતી અને તેમણે રોજ દોઢ કલાકની મુસાફરી કરી દહીસરથી શાંતાક્રુઝ જવું પડતું હતું. આગળ જતા સ્થિતિ એટલી બગડી ગઈ કે તેમને અભ્યાસથી વધુ કમાણીની જરૂર પડવા લાગી.

ડાયરેક્ટર કુક્કુ કોહલી સાથે કર્યું કામ : કહેવાય છે કે તે દિવસોમાં રોહિતની બહેન ચંદા ડાયરેક્ટર રાહુલ રવૈલ સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહી હતી. અને રાહુલ રવૈલ સાથે ડાયરેક્ટર કુક્કુ કોહલીનું ઉઠવા બેસવાનું હતું. પછી શું હતું, બહેન ચંદાએ પોતાના ભાઈ રોહિત માટે કુક્કુ કોહલી સાથે વાત કરી, પણ તેમણે રોહિતને શરુ શરુમાં ધ્યાન બહાર કરી દીધો. પણ થોડા સમય પછી રોહિતને કામ આપ્યું. કુક્કુ કોહલી તે દિવસોમાં ફૂલ ઔર કાંટે ફિલ્મ બનાવી રહ્યા હતા, જેમાં રોહિતે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું.

તબ્બુની સાડી ઈસ્ત્રી કરી : મીડ-ડેના એક રીપોર્ટ મુજબ રોહિત શેટ્ટીએ 1995 માં તબ્બુની ફિલ્મ ‘હકીકત’ માં સ્પોટ બોયનું કામ કર્યું હતું અને તબ્બુની સાડીઓને ઈસ્ત્રી પણ કરી હતી. તે ઉપરાંત તેમણે અભિનેત્રી કાજોલ માટે પણ સ્પોટ બોય તરીકે કામ કર્યું છે. રોહિત કાજોલના વાળને ટચઅપ કરતા હતા.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.