રોજ આ પિતા પોતાની દીકરી સાથે સુવે છે કબર મા કારણ જાણીને નહી અટકાવી શકો તમારા આંસુ

કોઈપણ વ્યક્તિના જીવનમાં પિતા બનવું સૌથી સુખદાયક પળ હોય છે. દરેક વ્યક્તિ આ પળની આતુરતા પૂર્વક રાહ જુવે છે. ભલે કોઈ કેટલા પણ પૈસાદાર કે સ્વાર્થી કેમ ન હોય, એક દિવસ તેમનો આ ભ્રમ તેમના બાળકો તોડી જ નાખે છે. બાળકને આ દુનિયામાં ભગવાનનું રૂપ માનવામાં આવે છે. એ જ કારણ છે કે દરેક તેમની ઈચ્છા પૂરી કરવો પોતાનો ધર્મ સમજે છે. એક બાપ દીકરી વચ્ચે અતુટ પ્રેમ અને વિશ્વાસ વાળો સબંધ હોય છે. એક બાપ પોતાની દીકરીને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરે છે.

તેવા માં જો કોઈ બાપને તેની દીકરીના મૃત્યુ પહેલા જ ખબર પડી જાય તો વિચારો તેના દિલ ઉપર શું વીતશે. બાપ પોતાને ભલે કેટલો પણ દિલાસો આપે પણ તે અંદર થી નબળો પડવા લાગે છે. હાલમાં એક એવો જ કિસ્સો ચીનમાં સામે આવેલ છે. જેમાં એક બાપને ખબર પડી કે પોતાની દીકરીને એક અસાધ્ય બીમારી છે. દીકરી પોતાના પિતાને ઘણા થોડા દિવસોમાં જ છોડીને જતી રહેવાની છે. તેવા સમયે એક પિતા ઉપર શું વીતે છે, તેના વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ભલે કોઈ વ્યક્તિ પાસે રહેવા ઘર ન હોય પણ તે ક્યારે પણ કબરમાં નથી સુતા. કબરમાં મૃત્યુ પામ્યા પછી લોકો માટે બનાવવામાં આવે છે. શું તમે ક્યારે પણ તેના વિષે વિચાર્યું છે કે એવી કઈ મજબુરી છે, જે એક વ્યક્તિને જીવતા હોવા છતાંપણ કબરમાં લાવી શકે છે? જાણકારી મુજબ ચીનમાં લીયાંગ ની એક ૨ વર્ષની નાની દીકરી છે. તે એક અસાધ્ય બીમારી થી પીડિત છે અને ડોક્ટરોએ પહેલા જ કહી દીધું છે કે તે હવે વધુ દિવસો સુધી નહી જીવી શકે. ત્યાર પછી જ લીયાંગ દરરોજ પોતાની દીકરી સાથે કબરમાં સુવે છે અને ત્યાં જ તેની સાથે રમે પણ છે.

ઘણી એવી ગંભીર બીમારી છે, જેનો કોઈ ઈલાજ નથી. ભલે પોતાની પાસે કેટલા પણ પૈસા કેમ ન હોય આ બીમારી પછી પોતાને બચાવી શકવું અશક્ય હોય છે. ભારત જેવા દેશમાં દરરોજ અસાધ્ય બીમારીથી સેંકડો લોકોના મૃત્યુ થઇ જાય છે. પણ ચીન જેવા દેશમાં પણ લોકો અસાધ્ય બીમારીથી મોટી સંખ્યા માં મૃત્યુ પામે છે. ચીનના સીચુઆન પ્રોવીંસ ના ઝાંગ ઝીનલેઈ ગામના ખેડૂત લીયાંગની દીકરીને બ્લડ ડીસઓર્ડર (થેલેસીમિયા) નામની જીવલેણ બીમારી છે. ત્યાર પછી દરરોજ પિતા પોતાની દીકરીને કબરમાં જીવતી રહેવાનું શીખવી રહ્યા છે.

પોતાની દીકરીને છેલ્લા એક વર્ષના જીવનને લીયાંગ કબરમાં જ જીવતા શીખવી રહ્યા છે. આજકાલ આ દિલ હચમચાવનારી ખબર સોસીયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહેલ છે. આ ખબરને જાણીને ઘણા લોકોએ પોતાનું દુખ રજુ કરેલ છે. લોકો મુજબ બાળકીનો ઈલાજ કરી રહેલ ડોકટરો નું કહેવું છે કે તેની લોહીની કોશિકાઓ સારી રીતે કામ નથી કરી રહેલ. ડોકટરોનું કહેવું છે કે આવી સ્થિતિમાં બાળકી વધુમાં વધુ એક વર્ષ સુધી જીવતી રહી શકશે. બાળકીનું મરવાનું નક્કી છે.