અલ્ઝાઈમર રોગ – નબળી યાદશક્તિ અને મગજની નબળાઈ દુર કરી IQ વધારવા માટે સફરજનનો પ્રયોગ

જો તમારી યાદશક્તિ ખુબ જ નબળી છે, વારંવાર ભૂલી જવાની તકલીફ છે, બાળકોનું મગજ નબળું થઇ ગયું છે, આઈ કયુ વધારવો છે, અલ્ઝાઈમર રોગ છે તો તેના માટે આજે અમે તમને માત્ર આયુર્વેદ નો ખુબ સરળ એવો કુદરતી ઈલાજ જણાવી રહ્યા છીએ.

અલ્ઝાઈમર રોગ (Alzhemers’s diseade) રોગ ‘ભૂલવાનો રોગ’ છે. તેનું નામ અલોઈસ અલ્જાઈમર ઉપર રાખવામાં આવ્યું છે, જેણે સૌથી પહેલા તેનું વિવરણ આપ્યું. આ બીમારીના ચિન્હો માં યાદશક્તિ નું ઓછું થવું, નિર્ણય ન લઇ શકવો, બોલવામાં તકલીફ થવી અને પછી તેના લીધે સામાજિક અને કોટુમ્બિક સમસ્યાઓ ની ગંભીર સ્થિતિ વગેરે જોડાયેલ છે.

બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, આધુનિક જીવનધોરણ અને માથામાં ઘણી વખત ઘાવ લાગવાથી આ બીમારી થવાની શક્યતા વધી જાય છે. લગભગ 60 વર્ષ ની ઉંમર આજુ બાજુ થવા વાળા ને આ બીમારી થતી હોય છે જેનો હાલમાં કોઈ ચોક્કસ ઈલાજ નથી.

હાલમાં થયેલ શોધમાં જાણવા મળ્યું છે કે રોજના એક કે બે સફરજન ખાવાથી કે સફરજન નો રસ પીવાથી અલ્જાઈમર રોગ ને અટકાવવા અને ઈલાજ કરી શકાય છે તેની સાથે જ મગજ ની એજિંગ ની પ્રક્રિયાને પણ ધીમી કરી દે છે.

આ છે તેની પાછળના કારણ.

સફરજનનું જ્યુસ પીવાથી Acetylcholine નામનું Neurotransmitter ને ઓછું થવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે Acetylcholine મગજ ની કાર્યક્ષમતા ને વધારવા માટે જરૂરી હોય છે તે ઉપરાંત સફરજનમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ યાદશક્તિ ને વધારવા માટે પણ ખુબ ઉપયોગી હોય છે. જેના લીધે તે મગજને વધારે અને મસ્તિક ને લગતી બધી બીમારીઓમાં ખુબ કામની વસ્તુ છે.

કેવી રીતે કરવો સફરજનનો ઉપયોગ.

કહેવામાં આવે છે કે ‘An apple aday Keeps the doctor away’ એટલે કે રોજ એક સફરજન ખાવાથી તમે જીવનભર સ્વસ્થ રહી શકો છો. અને તેનો સૌથી ઉત્તમ સમય છે સવારે ખાલી પેટ ટોયલેટ ગયા પછી તેનું સેવન કરો. સફરજન ની સાથે તેનાથી બનેલી વસ્તુઓ જેમ કે મુરબ્બો, સિરકા, જ્યુસ વગેરે પણ સેવન કરી શકો છો. ધ્યાન રાખશો કે જયારે તે ખાઓ કે પીવો તેના એક કલાક ની અંદર કંઈપણ ખાવું પીવું નહી.