વગર રોકાણનો ધંધો, ટીફીન સર્વિસ મહેનત કરો નફો કમાયો ક્લિક કરી ને જાણો આના વિષે એ ટુ ઝેડ

ટીફીન સર્વિસ આજે નાનામોટા શહેરોની જરૂરિયાત છે. તેના વિના કામ ઉપર જતા અને ઘરથી દુર રહેતા યુવાનોને કામ કરવું મુશ્કેલ છે. તે રીતે આ ઘંધો માર્કેટમાં ધીમી અને ઝડપી ગતિએ મુશ્કેલીમાંથી બચાવે છે. આ ધંધો એક જ ઝટકામાં વધુ પૈસા કમાવાનો રસ્તો છે, પણ તેના માટે વધુ મોટી રકમની જરૂર પણ નથી પડતી.

આમ તો ઘણા લોકોને તેના વિષે આ ભૂલભરેલ છે કે આ ધંધો ઘર બેઠા કમાવાનો રસ્તો છે, જો કે હકીકતમાં એવું નથી. ટીફીન સર્વિસ શરુ કરવાથી લઈને ખિસ્સામાં પૈસા આવે ત્યાં સુધી તમારે કોઈને કોઈ કામ માટે ઘરની બહાર નીકળવું જ પડશે. અમે તમને આ ઘંધા માટે નીરોત્સાહી નથી કરી રહ્યા, પણ તેની સચ્ચાઈ જણાવી રહ્યા છીએ જેથી તમે તે શરુ કરવા માગો તો તેનાથી થતા નફા નુકશાન અને જરૂરી દોડાદોડ વિષે પહેલેથી જાણી શકો. મેસ ટીફીન સર્વિસ આ નામના ધંધામાં સારા પૈસા મળી શકે છે પણ તે થોડી મહેનત વાળુ કામ હોય છે.

ટીફીન સર્વિસની જરૂર વધુ પ્રમાણમાં કોલેજના વિદ્યાર્થી કે વર્કિંગ બૈચલર ને હોય છે જે ઘરથી દુર રહે છે, તો આવા સમયે લોકો રોજ રોજ હોટલમાં ભોજન તો નથી કરી શકતા. તેમનો પ્રયત્ન તો એવો હોય છે કે કોઈ સારી મેસ મળી જાય તો તેમને ઘર જેવું સારું ખાવાનું ખવરાવે જો તમે તેમની આ ભાવનાને સમજો છો તો તમે આ ધંધામાં ખુબ પૈસા કમાઈ શકો છો.

જો તમે એક મહિલા છો તો સરળતાથી આ ધંધો કરી શકો છો પણ તમે એક પુરુષ છો તો તેમાં તમારે બહેન કે માં ની મદદ લેવી પડશે.

ધંધાને સમજો :

સૌથી પહેલા સમજી લો મેસ ટીફીન સર્વિસ ધંધો કેવી રીતે ચાલે છે તેનું એક નાનું રિસર્ચ કરો, નજીકના કોઈ ટીફીન સર્વિસ માં જાતે ગ્રાહક બનીને જાવ અને જાણકારી લો, મહિનામાં કેટલા પૈસા આપવા પડે છે, કુપન સીસ્ટમ કેવી છે, રોજ ટીફીનમાં કેટલા શાક મળશે, કેટલી રોટલી મળશે, મીઠાઈ કે અલગ વેરાઈટી અઠવાડિયામાં કેટલી વખત મળશે એવી થોડી મહત્વપૂર્ણ જાણકારી લીધા પછી તમે આ ધંધો શરુ કરી શકો છો.

જાહેરાત કરો :

પહેલા કરવો પડશે પ્રચાર, લગભગ દરેક શહેરોમાં આજે ટીફીન સર્વિસ મળે છે. તમારે ટીફીન સર્વિસ આપતા પહેલા તેનો પ્રચાર કરવો પડશે કે તે કેવું પોષાય તેવું અને સારું છે. તેના માટે તમારે olx, ફેસબુક, વોટ્સએપ ગ્રુપ વગેરે થી ફ્રી માં કરી શકો એ સિવાય પત્રિકા, એસએમએસ, ઈન્ટરનેટ વગેરે ની મદદ લેવી પડશે. પીજી કે વિદ્યાર્થી અને ઓફીસ જનારા ના વિસ્તારમાં જઈને પોતાની ટીફીન સર્વિસ ની જાણકારી આપવી પડશે અને આ કામ ઘર બેઠા ક્યારેય નહી થઇ શકે.

ડીલેવરી પોઈન્ટ પાસે જ હોય રસોડું : ચતુરાઈ તેમાં જ છે કે જે વિસ્તારમાં તમે ટીફીન સર્વિસ ડીલેવરી કરો છો, ત્યાં તમારું રસોડું હોય. તેનાથી ટીફીન પહોચાડવા માં થતો સમય અને પૈસા બન્નેની બચત થશે. પણ તેના માટે પણ તમારે તમારું ઘર છોડીને રસોડું અને તેની વ્યવસ્થા જોવી પડશે.

તમે આ ધંધો શરુ કરવાનું વિચાર્યું અને આજે જ તમને પહેલો ગ્રાહક મળશે એવું નથી, જયારે તમે ગ્રાહક શોધવાનું શરુ કરશો તો બની શકે કે પહેલો ગ્રાહક તમને એક અઠવાડિયા પછી મળે, તો ધંધામાં ધીરજ રાખવી જરૂરી છે. જાહેરાતમાં તમારી વાત કરવાની પદ્ધતિ, તમારે રહેવાની પદ્ધતિ ખુબ અસર કરે છે, ગ્રાહક પહેલા જુવે છે જે ખાવાનું તે ખાવાના છે જે ખાવાનું કોઈ સારા સ્વચ્છ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલ છે ? ( આ હ્યુમન મેંટાલીટી છે) ભાવ વગેરે ને બીજી જાણકારી તૈયાર જ આપી દો.

ધંધો શરુ કરો :

આ ધંધો માત્ર એક કે બે ગ્રાહકોથી શરુ કરવો સારો રહેશે, કેમ કે તેના માટે ખર્ચ પણ નહી લાગે, માત્ર પોતાના માટે ખાવાનું બનાવતા સમયે બે લોકોનું ખાવાનું વધુ બનાવવું પડશે.

નફો :

કોઈપણ ગ્રાહક પાસેથી મહિનાના પહેલા જ પૈસા લેવાના છે નહી કે મહિનો પૂરો થયા પછી.પછી તમારી મરજી કે મહિના પછી લેવા હોય તો.

તમે ફિક્સ મહીને પેમેન્ટ લઇ શકો છો કે કુપન સર્વિસ આપી શકો છો કુપન સર્વિસમાં તમે ગ્રાહકને પહેલા કુપન વેચો છો અને રોજ ગ્રાહક તમને કુપન આપીને ટીફીન લઇ જાય છે, જો કોઈ દિવસ ગ્રાહક ટીફીન લેવા માટે ન આવે તો તેના એક દિવસના પૈસા બચી જાય છે અને ફિક્સ માસિક પેમેન્ટ માં ટીફીન લો કે ન લો મહીને પૂરું પેમેન્ટ આપવું પડે છે.

આ ધંધામાં 50% થી વધુ નફો મળે છે પછી જેટલા ગ્રાહકો વધે એટલો વધુ નફો મળશે.

માની લો કે એક ગ્રાહક ના મહિનાનું બીલ 2500 રૂપિયા થઇ ગયું તો 10 ગ્રાહકના 25000 તેના 12 થી 14 હજાર સુધી તમને મહીને નફો મળી જાય છે.

મહેનત :

જેટલા વધુ ગ્રાહક એટલો વધુ નફો અને એટલીજ વધુ મહેનત :

લાંબા ગળાનો વિચાર કરીને ખાવાનું બનાવવાના વિચાર કરવો સામાન માટે તમારે જથ્થાબંધ બજાર નો ઉપયોગ કરવો, જેમ કે શાકભાજી ખરીદવા માટે શાકભાજી માર્કેટ તો રાશન ખરીદવા માટે કોઈ સસ્તો અને મોટા સ્ટોર નું. ત્યાં તમને બધો સમાન એક સાથે અને ઓછી કિંમતે મળી જશે. જાહેર છે કે તેના માટે પણ તમારે ઘરનો આરામ છોડવો પડશે.

પૈસા ભેગા કરવા માટે આ કામ : આમાં તમે કે તમારા વિશ્વાસુ માણસ જ કરી શકે છે. હિસાબમાં કોઈ ગડબડ ન થાય કે ગ્રાહકોના મંતવ્યો જાણવા માટે પણ તમારે સમયાન્તરે તેમને મળવું પડશે અને તેના માટે આ સારો સમય છે, કેમ કે જયારે ગ્રાહક કોઈ સેવાના પૈસા આપે છે તો તેની ખામીઓ જણાવે છે, તેથી સમયાન્તરે તે પણ જરૂરી છે. કે જાણી લો અને સુધાર કરતા રહો નહિ તો એ લોકો બીજા કોઈ પાસે જતા રહે એટલે ખાસ ગ્રાહક ને સંતોષજનક આપવા કટિબદ્ધ રહો. તો જેમ ગ્રાહક વધશે તો વધુ માણસોની જરૂર તમારે પડશે.

ક્યાંથી શરુ કરવાનો વિચાર :

હવે જેમ કે તમે મેસ ટીફીન સર્વિસ નો વિચાર શરુ કર્યો છે તો તમારું બીજું પગલું તે નિર્ણય લેવાનું હોવું જોઈએ કે તે એક ધંધો ક્યાંથી કરશે એટલે કે ઘરથી કે જુદી કોઈ દુકાન ભાડે લઈને. આમ તો ધંધાકીય રીતે મેસ ટીફીન સર્વિસ માટે સારી ખાસ જગ્યાની જરૂર નથી હોતી પણ ઘણા ઈચ્છે છે કે તે પોતાનો ધંધા ને સમય પ્રમાણે ધીમે ધીમે આગળ વધારશે તો તે શરૂઆત પોતાના ઘરેથી જ કરી શકે છે. અને જેમ જેમ ધંધો વધવા લાગે અને કમાણી થવા લાગે પછી જુદી જ દુકાન કે ઘર ભાડે કે પોતાની લઇ શકો છો. બહાર ભાડા ઉપર. લોકેશન પસંદ કરવા માટે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે.

ખરીદી કાચો માલ અને સાધનો : હવે તમારી મેસ ટીફીન સર્વિસ માટે જગ્યા છે તો પછીની વાત કાચો માલ equipment અને ખરીદવાનું હોવું જોઈએ. તેના માટે તમારે તમારી વિકસાવેલી રેસીપી ની એક વાર ચેક કરો અને જાણો કે તેમાં કાચી કેરી, આંબળા, ગાજર, લીંબુ, ડુંગળી, ટમેટા, લીલા મરચા. સરસીયું તેલ, મીઠું, મરચું, મસાલા, લસણ, આદુ વગેરે માંથી કયા કયા મટીરીયલ ની જરૂર પડશે. જ્યાં સુધી equipment નો પ્રશ્ન છે, કોઈ ધારે તો જુદા જુદા ફ્રુટ શાકભાજી કટિંગ મશીન નો ઉપયોગ કરી શો છો નહી તો તે કામ ચપ્પુ વગેરેથી પણ લઇ શકાય છે તે સિવાય તમારે પેકેટ માટે ડબ્બા અને થોડું બીજું પેકિંગ મટીરીયલ અને થોડા વાસણ જેમાં ખાવાનું તૈયાર કરવામાં આવશે જરૂર પડશે.