વિડીયો : મેટ્રોમાં રોમાંટિક થતા જોડાને જોઈને ભડકી ગઈ હરિયાણવી બાઈ, કઠોર ભાષામાં ખંખેરી નાખ્યા

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને સારી જાણકારી મળતી હોય છે. જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે, જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે.

તમે અત્યાર સુધીમાં ઈન્ટરનેટ ઉપર ઢગલાબંધ વિડીયો જોયા હશે, જ્યાં છોકરા છોકરી જાહેરમાં રોમાન્સ કરે છે. તેમને પોતાની આજુ બાજુના લોકોથી કોઈ ફરક પડતો નથી. તે એ વાત ઉપર ધ્યાન નથી આપતા કે, કોણ તેને જોઈ રહ્યું છે અને કોણ નહિ. તે બસ પોતાની રાસલીલામાં લાગેલા રહે છે, અને લોકોને પણ મફતમાં ખેલ જોવા મળી જાય છે.

જ્યાં અમુક લોકો તેના દ્વારા કરવામાં આવેલી આવા પ્રકારની હરકતને જોઈને મજા લે છે, અને ઘણા લોકો શરમથી પાણી પાણી થઈ જાય છે. ઘણા લોકો મેટ્રોમાં કુટુંબ સાથે મુસાફરી કરે છે તો તેવામાં તેમના માટે આવી હરકતો શરમાવા જેવી વાત બની જાય છે. તે લોકો અસહજ હોવા છતાં પણ આવા પ્રકારની હલકી હરકત કરવા વાળા જોડાને કશુ કહી શકતા નથી.

પરંતુ હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણી ઝડપથી વાયરલ થયો છે, જેમાં એક મહિલા એક પ્રેમી જોડાને હરિયાણવી ભાષામાં પાઠ ભણાવી રહી છે. વિડીયોમાં તમે એક છોકરીને એવું કહેતા સાંભળશો કે, અમે ૧૮ વર્ષથી મોટા થઈ ગયા છીએ, પરંતુ મહિલાએ પોતાના જવાબથી છોકરીની બધી હોંશિયારી કાઢી નાખી. મહિલાએ કહ્યું કે, લાગે છે કે હવે માર ખાઈને જ રહીશ. આમ તો માથાકૂટ વધવાથી લોકોએ મહિલાને સમજાવીને વિવાદ શાંત કર્યો.

લોકોએ મહિલાની કરી પ્રસંશા :

સોશિયલ મીડિયા ઉપર લોકો મહિલાની ઘણી પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, આમના જેવા વૃદ્ધોને કારણે જ આપણી સંસ્કૃતિ ટકી છે. એક જણે તો મહિલાની પ્રશંસા કરતા લખ્યું કે, તમારા જેવા મોટા વડીલોને કારણે જ આપણી સંસ્કૃતિ ટકી છે અને નમન છે તમારી બહાદુરીને, જે આટલી ભીડમાં તમે કહેવાની હિંમત કરી.

અને એક બીજી વ્યક્તિએ લખ્યું કે, મેટ્રોમાં છોકરા અને છોકરીની અશ્લીલ હરકતો જોઈને ગ્રામીણ મહિલાએ તેને પાઠ ભણાવ્યો. એક બીજા યુઝરે લખ્યું, જાહેરમાં પ્રેમ કરવા વાળાના ત્રાસથી મુકિત અપાવવા માટે દિલ્હી મેટ્રોએ આવી હરિયાણવી તાઈઓની ભરતી કરવી જોઈએ.

તે પહેલા પણ સામે આવી ચુક્યા છે કિસ્સા :

આ પહેલા પણ ઘણા પ્રેમી જોડા મેટ્રોમાં આવા પ્રકારની અશ્લીલ હરકત કરતા જોવામાં આવી ચુક્યા છે. હાલમાં જ દિલ્હી મેટ્રોમાં એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં છોકરો અને છોકરી આપત્તિજનક હાલતમાં હતા. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થયો હતો, ત્યાર પછી આઝાદપુર પીલીસ સ્ટેશનમાં અજાણ્યા જોડા સામે કેસ દાખલ થયો. અને વર્ષ ૨૦૧૩માં એક મેટ્રો સ્ટેશનમાં એક પ્રેમી જોડાની હરકતોને વેબસાઈટ ઉપર મુક્વામાં આવતા દિલ્હી મેટ્રો તરફથી ફરિયાદ નોંધવામાં આવી હતી.

જુઓ વિડીયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.