સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રના બધા બેંકમાં ખાતા ધરાવનારને પોતાના એકાઉન્ટ સાથે આધાર લીંક કરાવવાનું કહેવામાં આવેલ છે. તેની વચ્ચે, સુચનાનો અધિકાર (આરટીઆઈ) ના જવાબમાં દેશની કેન્દ્રીય બેંક અને બધી બેન્કોનું નિયંત્રણ કરતી ભારતીય રીઝર્વ બેન્કે આવી જાતનો કોઈપણ આદેશ જાહેર કરવાની સ્પષ્ટ ના પાડી છે. પત્રકાર યોગેશ સાપકલે દ્વારા દાખલ કરેલ આરટીઆઈ અરજીના જવાબમાં રીઝર્વ બેન્કે કહ્યું છે કે તેમની તરફથી આવી જાતનો કોઈપણ આદેશ બેન્કોને નથી જાહેર કર્યો. રીઝર્વ બેન્કે ચોખવટ કરી કે આવી જાતનો નિર્ણય કેન્દ્ર સરકારનો છે.
યોગેશે આરબીઆઈ ને પૂછ્યું હતું કે બેંક ખાતા સાથે આધાર લીંક કરાવવાનું નોટીફીકેશન/નિર્દેશ સર્ક્યુલર રજુ કરવામાં આવે જેને લઈને ખાતાધારકોને આવું કરવાનું કહેવામાં આવે છે. તેના જવાબમાં આરબીઆઈએ લખ્યું છે, “1 જુન 2017 એ કેન્દ્ર સરકારે મનીલોન્ડ્રીગ રોકથામ (રેકોર્ડને સાંચવવા), બીજું સંશોધન નિયમ 2017 ગેઝેટમાં જીએસઆર 538 (ઈ) માં જાહેર કર્યું છે જેના લીધે આધારને (તે વ્યક્તિઓ માટે જે બેંક ખાતા ખોલવા માટે) સ્થાયી નંબર (પાન) બનાવવા અને બેંક ખાતા ખોલવા માટે ફરજીયાત કર્યું છે. તે સબંધમાં તે ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે આરબીઆઈ એ તેને લગતો કોઈ આદેશ જાહેર નથી કર્યો.
ન્યુઝ રીપોર્ટ નાં આધારે લખાયેલી હકીકત