આપણા બધાના ઘરમાં ઉંદરનું હોવું સામાન્ય છે, જો ઘરમાં ઉંદર છે તો નુકશાન પણ થવું સામાન્ય છે. ઉંદર તમારા ઘરનો બધો સામાન કોતરીને ખલાશ કરી નાખે છે. ઉંદર કોઈપણ વસ્તુને કોતરવાથી નથી છોડતા પછી ભલે સોફા હોય કે કપડા હોય, ઉંદર કોઈપણ વસ્તુને નથી છોડતા, જો રસોડામાં ખાવાની વસ્તુને કોતરી નાખે તે અજાણતા ખાવામાં લેવામાં આવે તો આપણા શરીર માટે ગંભીર બની શકે છે. આવો અમે તમને જણાવીએ ઉંદરને ઘરની બહાર ભગાડવાના સચોટ ઉપાય.
ઉંદરને માર્યા વગર ઘરમાંથી ભગાડવાના ઉપાય :-
૧. ફુદીનો :
ફુદીનો જો ઉંદરે આખા ઘરમાં આતંક ફેલાવી દીધો છે તો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફુદીનાના પાંદડા કે ફૂલ લઈને વટો લો અને તેને ઉંદરના દર પાસે કે આવા જવાની જગ્યાઓ પાસે મૂકી દો. તેની ગંધથી ઉંદર તરત જ ભાગી જશે.
૨. તેજ પત્તા :
આમ તો તેજ પત્તા ભાત કે શાકમાં નાખવામાં આવે છે પણ ઉંદર ભગાડવા માટે પણ તે અસરકારક સાબિત થાય છે.
૩. લાલ મરચા :
લાલ મરચા ખાવામાં ઉપયોગ થતા લાલ મરચા ઉંદર ભગાડવા માટે ઘણા અસરકારક છે. જ્યાં થી ઉંદર વધુ આવે છે ત્યાં લાલ મરચાનો પાવડર નાખી દો એટલું કરવાથી ઉંદર ઘરમા નહી રહે ઘરમાંથી બહાર જતા જોવા મળશે.
૪. ફિનાઈલની ગોળીઓ :
ફીનાઇલની ગોળીઓને કપડામાં રાખીને ઉંદરથી બચાવી શકાય છે. આવી રીતે ઉંદર ઘરમાં પણ નહી આવે.
૫. માણસના વાળ :
ઉંદરને ઘરમાંથી ભગાડવા માટે સૌથી સરળ રીત છે માણસના વાળ. તમને જાણીને ભલે જ નવાઈ લાગે પણ ઉંદરને ભગાડવાનો આ સૌથી સારો ઉપાય છે કેમ કે માણસના વાળથી ઉંદર ભાગે છે. કેમ કે તે ગળવાથી તેનું મૃત્યુ થઇ જાય છે તેથી નજીક આવવાથી તે ઘણા ડરે છે.
તમારા ઘરમાં ઉંદર પ્રવેશ ન કરે તેના માટે જરૂરી છે કે ઘરની સાફ સફાઈ કરો. ક્યારેય ઘરમાં ગંદકીને જમા ન થવા દો. ઘરના સામાનને વ્યવસ્થિત રાખો.
ગરોળી, માખી, કીડી, માંકડ, મચ્છર અને વંદાથી છુટકારો મેળવવા માટેના ઘરેલું ઉપાય :-
૧. વંદા આ ઉપાયથી ડરીને ગભરાશે :
ખાલી કોલીન સ્પ્રેની બોટલના ન્હાવાના સાબુનું ઘોળ ભરી લો. વંદા જોવા મળે તો તેની ઉપર તેનું સ્પ્રે કરો. સાબુનું આ ઘોળ વંદાને મારી નાખે છે. રાતના સમયે સુતા પહેલા વોશબેશન વગેરેની પાઈપ પાસે આ ઘોળને સારા પ્રમાણમાં સ્પ્રે કરી દેવું જોઈએ આમ કરવાથી વંદા નાળીના રસ્તેથી ઘરની અંદર નહી આવી શકે.
૨. કીડી નહી આવે ઘરમાં :
કીડી જો ઘરમાં એક જગ્યા બનાવી લે છે તો તે જગ્યાથી નીકળવા લાગે છે. કીડીનો રસ્તો બંધ કરવાનો સૌથી સારો ઉપાય એ છે કે તેના નીકળવાની જગ્યા ઉપર એકને સ્લાઈસ કડવા ખીરા મૂકી દો. કડવા ખીરાની ગંધથી કીડી દુર ભાગે છે અને જયારે તેમના નીકળવાની જગ્યા ઉપર સ્લાઈસ રાખેલ હશે તો તે નીકળશે જ નહી.
કીડીના દરના મોઢા ઉપર લવિંગ ફસાવીને મૂકી દો કીડીઓ તે રસ્તેથી આવવાનું જ બંધ કરી દેશે.
૩. માખીઓ નજીક પણ નહી આવે :
લીંબુ પર માખી બેસેલી કોઈ દિવસ જોઈ છે ? નહી ને ?
ઘરમાં ઉડતી માખીઓથી મુક્તિ મેળવવા માટે લીંબુનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુ માખીઓને દુર કરવા માટે ખુબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં પોતું લગાવતી વખતે પાણીમાં ૨-૩ લીંબુનો રસ નીચોવી દેવો જોઈએ, લીંબુ ની સુગંધથી ઘણી કલાક સુધી માખીઓ દુર રહે છે અને ઘરમાં તાજગી નો અનુભવ થાય છે.
૪. મચ્છરને ભગાડે :
મચ્છર ભગાડવા માટે રૂમમાં લીમડાનું તેલનો દીવો સાવચેતી પૂર્વક સળગાવો તે ઉપરાંત ઓલઆઉટની ખાલી બોટલમાં પણ લીમડાનું તેલ ભરીને મશીનમાં લગાવીને ઉપયોગ કરી શકાય છે. જે પણ એકદમ સુરક્ષિત છે.
૬. ઘરેલું જીવાતના ઇન્ફેકશનથી બચાવ :
ઘરને તમામ રીતે ઇન્ફેકશનથી દુર રાખવા માટે આંબાની સુકી ડાળી કપૂર અને હળદર પાવડર સળગાવવો જોઈએ. આ દરમિયાન નાના બાળકોનું ધ્યાન રાખવું આગથી દુર રાખવા જોઈએ. આ પ્રયોગ કોઈ મોટા દ્વારા જ કરવો જોઈએ. લગભગ ૧૨ ઇંચ લાંબી ડાળીને સળગાવવી પુરતી છે.
ગરોળી નજરે પણ નહિ ચડે :
૧. ઈંડાના ફોતરા :
ગરોળીઓ ઈંડાના ફોતરાની ગંધથી દુર ભાગે છે. દરવાજા અને બારીઓ અને ઘરમાં એવી જગ્યાઓ ઉપર ઈંડાના ફોતરા મુકવાથી ગરોળી ઘરમાં આવતી નથી.
૨. લસણ :
ગરોળી લસણની ગંધથી દુર ભાગે છે. ગરોળીઓ ને ઘરમાંથી દુર કરવા માટે ઘરમાં લસણની કળીઓ લટકાવો કે ઘરમાં લસણનો રસનો છંટકાવ કરો.
૩. કોફી અને તમાકુની નાની ગોળીઓ :
કોફી અને તમાકુના પાવડરની નાની નાની ગોળીઓ બનાવો અને તે માચીસની સળી કે ટુથપીક ઉપર ચોટાડી દો. તેને કબાટ માં કે એવી જગ્યા ઉપર મુકો જ્યાં ગરોળી હંમેશા જોવા મળે છે. આ મિશ્રણ તેમના માટે જીવલેણ હોય છે તેથી તમને પછી તેને મરેલા શરીરને ફેંકવું પડશે.
આ સરળ ઉપાય અપનાવશો તો ચોક્કસ જ તમે તમારા ઘરમાંથી વંદા, માંખી, મચ્છર, ગરોળી, ઉંદર વગેરે અજાણ્યા મહેમાન ને દુર કરી શકો છો અને તેમની વિદાય હંમેશા માટે કરી દો. એક વખત અજમાવી જરૂર લેશો.