ઋષિ કપૂર પોતાના જમાનામાં સૌથી પ્રસિદ્ધ રોમાંટિક હીરો ગણવામાં આવતા હતા. તેમણે ઘણા પ્રકારની રોમાન્ટિક ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ દર્શકોને તેમની જોડી ૭૦ના દશકમાં અભિનેત્રી નીતુ સિંહ સાથે સૌથી વધુ પસંદ આવી અને તેમણે વર્ષ ૧૯૮૦ માં નીતુ સિંહ સાથે લગ્ન કરી લીધા. લગ્નના આટલા વર્ષો પછી આજે પણ જયારે આ જોડી પડદા ઉપર દેખાય છે. તો લોકો વખાણ કરવાનું નથી ભૂલતા. ઋષિ કપૂર અને નીતુ સિંહ વચ્ચેનો પ્રેમ જોતા જ રહે છે.
ઋષિ અને નીતુને બાળકો છે. જેમના નામ રણબીર અને રિદ્ધીમાં કપૂર છે. તમને જાણીને નવાઈ થશે કે ઓનસ્ક્રીન રોમાન્ટિક રોલ કરવા વાળા ઋષિ કપૂર રીયલ લાઈફમાં પણ ઘણા રોમાંટિક છે, તે આજે પણ નીતુ સાથે એટલો જ પ્રેમ કરે છે. જેટલો પહેલા કરતા હતા. પરંતુ ૬૬ વર્ષના ઋષિ કપૂર હાલના દિવસોમાં ઘણા બીમાર રહી ગયા છે અને ન્યુયોર્કમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. હાલમાં જ તેમના થોડા ફોટા સામે આવ્યા છે. જેમાં તે ઘણા નબળા દેખાઈ રહ્યા છે.
ન્યુયોર્કમાં ચાલી રહી છે સારવાર :-
જણાવી આપીએ કે ત્રણ મહિનાથી ઋષિ કપૂરની ન્યુયોર્કમાં સારવાર ચાલી રહી છે. તેમણે પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોતાના ખરાબ આરોગ્ય વિષે જાણકારી આપી હતી, પરંતુ તેમણે ક્યારેય સ્પષ્ટ નથી કીધું કે તે કઈ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. એવા સમયે લોકોએ અંદાઝ લગાવવાનું શરુ કરી કીધો કે તેમને કેન્સર થઇ ગયું છે અને તે સારવાર કરાવવા ન્યુયોર્ક ગયા છે. સોસીયલ મીડિયા ઉપર ઘણા લોકો એ કહ્યું છે કે તેને કેન્સર થઇ ગયું છે. જે થર્ડ સ્ટેજ ઉપર પહોચી ગયું છે. આમ તો પરિવાર વાળા એ ક્યારે પણ કેન્સર હોવાની વાતની પુષ્ટિ નથી કરી.
નવા ફોટામાં જોવા મળી રહ્યા છે ઘણા નબળા :-
હાલમાં જ સોસીયલ મીડિયા ઉપર ઋષિ કપૂરના થોડા ફોટા વાયરલ થયા છે. જેમાં તે ઘણા નબળા દેખાઈ રહ્યા છે. આ ફોટામાં તેના હાવ ભાવ અને લુક ઘણું બદલાયેલું જોવા મળી રહ્યું છે. આ ફોટામાં એને ઓળખવા ઘણા મુશ્કેલ છે. જણાવી આપીએ કે હાલના દિવસોમાં બોલીવુડ કલાકારો ઋષિ કપૂરને મળવા ન્યુયોર્ક પહોચ્યા છે. એક વખત ઋષિ કપૂરનું નવું વર્ષ ન્યુયોર્કમાં પસાર થયું. તેમણે ન્યુયોર્કમાં જ પોતાના પરિવાર સાથે નવું વર્ષ મનાવ્યું. તે દરમિયાન તેમના થોડા ફોટા વાયરલ થયા. જેમાં તે ઘણા નબળા દેખાઈ રહ્યા છે.
સફેદ વાળ, ચહેરા ઉપર કરચલી અને હાસ્યની પાછળ ખરાબ તબિયતને છુપાવતા તેમના આ ફોટા સોસીયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં તેની સાથે રિદ્ધીમાં કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ કપૂર અને ભરત સાહની છે. ફોટામાં ભલે ઋષિ કપૂર હસતા રહેતા હોય, પરંતુ તેમની નબળાઈ જણાવી રહી છે કે તેમની તબિયત સારી નથી. તેવા સમયે ઋષિ કપૂરના ફેંસ તેમની સલામતીની પ્રાર્થના કરવા લાગ્યા છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.