મિગ 21 થી F-16 ઉડાવ્યા પછી રશિયાએ આપી પ્રતિક્રિયા, કહ્યું મિગ-21 કરતા વધારે મોટી ભૂમિકા કોઈ બીજાની હતી.

ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાંડર અભિનંદનની પ્રશંસા આ સમયે આખી દુનિયામાં કરવામાં આવી રહી છે. અને દરેક વ્યક્તિ અભિનંદનને એક ઉત્તમ પાયલટ જણાવી રહ્યા છે. જે રીતે અભિનંદને પાકિસ્તાની લડાકુ વિમાન F-16 ને પોતાના મિગ-21 થી ધૂળ ચટાડી છે, આ ઘટનાને લઈને બધા ચકિત છે. અભિનંદનની વીરતા માટે 5000 લાઇક અને 1000 શેયર અવશ્ય કરશોજી.

કારણ કે F-16 એક અત્યાધુનિક લડાકુ વિમાન છે અને આ જેટને અભિનંદને જે વિમાનથી ઉડાવ્યું હતું એટલે કે મિગ-21 એક 60 વર્ષ જૂનું વિમાન છે. આ બંને માંથી એક F-16 ઘણું શક્તિશાળી અને નવી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ વિમાન છે. જયારે મિગ-21 જૂની ટેક્નોલોજીનું વિમાન છે.

આખી દુનિયામાં થઈ રહી છે અભિનંદનની પ્રશંસા :

F-16 અને મિગ-21 વચ્ચે થયેલી ડૉગફાઈટ (જયારે બે અથવા વધારે વિમાનોનું યુદ્ધ થાય ત્યારે આ શબ્દ વપરાય છે.) માં જે રીતે અભિનંદને F-16 વિમાનને હરાવ્યું છે, એની ચર્ચા આખી દુનિયામાં કરવામાં આવી રહી છે. અને દુનિયાભરના ઘણા રક્ષા વિશેષજ્ઞ અભિનંદનની પ્રશંસા કરી રહ્યા છે.

હાલમાં જ આ ડૉગફાઈટને લઈને રુસના સમાચાર પત્ર રુસ ટુડેમાં એક લેખ છાપવામાં આવ્યો છે. અને આ લેખમાં અભિનંદનની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. એ લેખમાં લખવામાં આવ્યું છે કે બંને વિમાનની લડાઈમાં કયું વિમાન જીત્યું એ એટલું જરૂરી નથી. જે વાત મહત્વપૂર્ણ છે તે એ છે કે F-16 વિમાનને હરાવવામાં સૌથી મહત્વની ભૂમિકા મિગ-21 ચલાવી રહેલા પાયલટની છે.

તેમજ રુસની વાયુસેનામાં કર્નલના પદ પરથી રિટાયર થયેલા મિખાઇલ ખોદારનોકે પણ પોતાનું મંતવ્ય, આ વિમાનો વચ્ચે થયેલી લડાઈ પર રાખતા કહ્યું કે, આ બંને લડાકુ વિમાન એક બીજા કરતા એકદમ અલગ છે. જ્યાં F-16 એક એડવાન્સ ટેક્નોલોજી વાળું વિમાન છે, ત્યાં મિગ-21 જૂની ટેક્નોલોજી વાળું વિમાન છે. એટલા માટે કોઈ પણ સ્થિતિમાં મિગ-21 લડાકુ વિમાન F-16 લડાકુ વિમાનનો મુકાબલો કરવાને લાયક હતું નહિ.

ઘણા રુસ વિશેષજ્ઞએ આ વાતને માની છે કે રુસ દ્વારા બનાવેલા મિગ-21 વિમાનથી પાકિસ્તાનના F-16 વિમાનને ધૂળ ચટાવવા પાછળ ફક્ત વિંગ કમાંડર અભિનંદનનો હાથ છે. કારણ કે રુસનું મિગ-21 વિમાન F-16 ને ટક્કર નથી આપી શકતું.

જાણો, કેમ F-16, મિગ-21 કરતા સારું છે?

તમે વિચારી રહ્યા હશો કે કેમ લોકો મિગ-21 લડાકુ વિમાનથી F-16 લડાકુ વિમાનને હરાવવાની વાત પર આટલી બધી પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને પાયલટ અભિનંદનની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. હકીકતમાં મિગ-21 લડાકુ વિમાનને રૂસમાં 1959 માં બનાવવામાં આવ્યું હતું. અને આ વિમાન ભારતે 1964 માં ભારતીય વાયુસેનામાં શામેલ કર્યુ હતું.

જો કે F-16 લડાકુ વિમાનને અમેરિકાએ વર્ષ 1974 માં બનાવ્યું હતું અને આ વિમાનમાં ઘણી એવી વિશેષતાઓ છે, જે મિગ-21 માં નથી. જ્યાં મિગ એક થર્ડ જનરેશનનું ફાઈટર જેટ છે, ત્યાં F-16 એક ફોર્થ જનરેશનનું ફાઈટર જેટ છે.

જો આ બંને વિમાનોની તુલના કરવામાં આવે તો F-16 ઘણું સારું વિમાન છે. અને આ વિમાનની હરીફાઈમાં મીગ-21 લડાકુ વિમાન કંઈ પણ નથી. પરંતુ જે રીતે અભિનંદને 20 વર્ષ પહેલા રિટાયર થઇ ચૂકેલા મિગ-21 થી આધુનિક લડાકુ વિમાન F-16 ને હરાવ્યું છે, એણે મિગ-21 ને એક ઉત્તમ વિમાન સાબિત કરી દીધુ છે.

અભિનંદને કેમ ઉડાવ્યું આટલું જૂનું વિમાન :

હાલમાં જ ભારતના એયરચીફ માર્શલ બીએસ ધનોવાને એ જ સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શા માટે એમણે પાકિસ્તાનના F-16 વિમાનનો મુકાબલો કરવા માટે ભારત તરફથી મિગ-21 વિમાન જ મોકલ્યું. આ સવાલ પર બીએસ ધનોવાએ કહ્યું હતું કે, જયારે પાકિસ્તાની વિમાનોએ ભારતીય સીમામાં પ્રવેશ કર્યો હતો, ત્યારે અભિનંદનને જે વિમાન ઉપલબ્ધ મળ્યું તે વિમાન લઈને એમણે ઉડાન ભરી લીધી હતી. અને F-16 ને પાછું પાકિસ્તાનની સીમામાં મોકલવા પ્રયત્ન કર્યો હતો.

બીએસ ધનોવાના આ નિવેદનથી સ્પષ્ટ છે કે અભિનંદન F-16 વિમાનની શક્તિને વિચાર્યા વગર મિગ-21 વિમાનથી એનો સામનો કર્યો હતો, અને બહાદુરી સાથે F-16 વિમાનને 60 વર્ષ જુના વિમાનથી હરાવ્યું અને એને નષ્ટ કરી દીધું. અભિનંદનની વીરતા માટે 5000 લાઇક અને 1000 શેયર અવશ્ય કરશોજી. જય હિન્દ…