ફેસબુક ફ્રેન્ડને મળવા 4600 કિમી દૂર રાજસ્થાન આવી રશિયાની અનાસ્તા, જાતે બનાવી મકાઈની રોટલી

આ દુનિયામાં દોસ્તીને ઘણી મોટી માનવામાં આવે છે અને બે દોસ્તો વચ્ચે અંતર કેટલું પણ હોય પરંતુ જો એક દોસ્ત તડપે છે, તો બીજો તેને મળવા આવી જાય છે. કાંઈક એવી જ કહાની રાજસ્થાનના ચિત્તોડગઢના એક ગામ સેગવાના કનૈયા લાલ ગાડરીની પણ છે. કનૈયા લાલનું ઘર હાલના દિવસોમાં આખા રાજસ્થાનમાં ચર્ચાનો વિષય બનેલું છે અને તેનું કારણ એ છે કે ફેસબુક ઉપર થયેલી દોસ્તી પછી રૂસ માંથી અનાસ્તા મળવા આવી છે. ત્યાર પછી જે થયું તે ઘણું રસપ્રદ છે.

દોસ્તને મળવા રૂસથી રાજસ્થાન આવી અનાસ્તા :-

કનૈયાનું ઘર ચર્ચામાં રહેલું છે કેમ કે તેના ઘરે વિદેશી દોસ્તોનો જમાવડો લાગેલો છે અને આ કનૈયાનું ઘર, ગામ અને ખેતરોમાં ફરી ઘણું એન્જોય કરી રહી છે. આ વિદેશી ટુકડીએ તેમના ઘરે બે દિવસ પસાર કર્યા અને બધાને અહિયાં આવવું ઘણું પસંદ પણ આવ્યું.

ખાસ કરીને આખી કહાની રાજસ્થાની છોકરો અને રૂસી છોકરીની દોસ્તીની છે અને તેની દોસ્તી ફેસબુક દ્વારા થઇ હતી. અનાસ્તા કનૈયાની એટલી સારી દોસ્ત બની ગઈ છે કે ૪૬૦૦ કી.મી. નું અંતર પાર કરીને તેના ઘરે આવી ગઈ. શનિવારે અનાસ્તા રૂસ અને નેધરલેંડના ૮ લોકો ભારત ભ્રમણ ઉપર નીકળ્યા હતા, તો આ બધા કનૈયાના ઘરે પણ આવ્યા.

કનૈયાને મળવા માટે અનાસ્તા કારથી પોતાના સાથીઓ સાથે ચિત્તોડગઢ જીલ્લા મુખ્યાલય પહોચી અને પછી ૧૦ કી.મી. દુર આવેલા ગામ પહોચી ગઈ. અનાસ્તા અને તેના સાથીઓનું સ્વાગત માટે કનૈયા લાલ અને તેનું કુટુંબ અને ગામ લોકોએ ઘણી ધામધૂમ પૂર્વક તૈયારી કરી. ઘણી આત્મીયતા સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું અને ફેસબુકના દોસ્તોના ઘરે આવીને આખા ગામના લોકો તેને મળવા આવ્યા.

વિદેશી પર્યટક પોતાના દોસ્ત કનૈયા લાલના ઘરે કાચા ચુલા ઉપર બનેલી મકાઈની રોટલી ખાધી. તે દરમિયાન તેમણે માત્ર દેસી ભોજન જ કર્યું અને શિયાળાથી બચવા માટે તાપણાનો પણ સહારો લીધો. પછી બીજા દિવસે રવિવારે તેને ખેતરોમાં ફરવા લઇ ગયા અને ગ્રામીણ પરિવેશને પણ જાણ્યું. ત્યાર પછી આ વિદેશીઓએ ગ્રામીણ બાળકો સાથે વાતચીત પણ કરી.

કનૈયા લાલને મળીને અનાસ્તા અને તેના દોસ્ત ઘણા ખુશ થયા અને તમામ તેના કુટુંબ સાથે હળી મળી ગયા. રૂસી પર્યટકની ટુકડીમાં જોડાવા એક યુવતીએ તો કનૈયા લાલના ઘરની મહિલાઓ સાથે ખાવાનું પણ બનાવ્યું. કનૈયા લાલે ફેસબુક ઉપર રૂસની અનાસ્તા સાથે વાત કરતા પોતાના કુટુંબ અને દોસ્તો વિષે જણાવ્યું અને એ કારણ હતું કે અનાસ્તા કનૈયા અને તેના કુટુંબને મળવા માટે ઉત્સુક થઇ ગઈ.

કનૈયા લાલે તેના વિષે મીડિયાને એક વિડીયો દ્વારા જણાવ્યું કે અનાસ્તા જરાપણ અલગ ન લાગી. તેને લાગ્યું કે તે આપણા જ કુટુંબનો ભાગ છે. અનાસ્તાના દોસ્ત પણ ઘણા ખુશ થઈને અહિયાથી પાછા ગયા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.