5 કલામાં માહિર સાઇરામ દવે. અથાગ મહેનત પછી સિદ્ધી મળતી હોય છે. હાસ્ય કલાકાર તરીકે ઘણી નામના મેળવી છે. સાંઇરામે શરૂઆત કવિ તરીકે કરી હતી. સાંઇરામે એન્જીનિયરિંગ કર્યું છે. પિતા 40 વર્ષથી લોક સંગીત સાથે સંકળાયેલા છે. પિતા સાંઇરામને કલાકાર બનાવવા ઇચ્છતા હતા. એન્જીનિયરિંગ પછી સારી જોબ ઓફર મળી હતી. પિતાની વાત માની કલા ક્ષેત્રે આગળ વધ્યા. પિતાએ શિક્ષક બનવાની સલાહ આપી.
સાંઇરામ મુળ ગોંડલના છે. કોલેજકાળથી કવિતા લખતા હતા. સાંઇરામને સારા ગુરૂજીનું માર્ગદર્શન મળ્યુ છે. અમરેલીમાં ભજનના કાર્યક્રમ શરૂ કર્યા. શરૂઆતમાં ભજનની આવકથી મિત્રો મળીને ગાંઠિયા ખાતા. હવે આંતરરાષ્ટ્રિય ક્ષેત્રના કલાકાર બન્યા છે. સંગીતનો વારસો પરિવારથી મળ્યો છે. પિતા ભજન કલાકાર હતાં. સાંઇરામને ગઝલમાં પહેલાથી રસ હતો. સાંઇરામ ગઝલ પણ લખે છે. માતા તરફથી રમુજ વૃતી વારસામાં મળી છે. લોક સાહિત્ય ક્ષેત્રે હાસ્ય કલાકાર બનવાનું નક્કી કર્યું.
દિગ્ગજ હાસ્ય કલાકારોને સાંભળતા. 22 જેટલા કલાકારોની મિમિક્રિ કરી શકતા. પિતાજીએ અન્યની કલાનું અનુકરણ ન કરવા કહ્યું. પિતાજીએ જાતે કલાનું સર્જન કરવા કહ્યું. ડુપ્લીકેટ ન બની ઓરજીનલ કલાકર બનવા પિતાએ પ્રેર્યા. 2000ની સાલમાં પહેલી હાસ્ય કલાકાર તરીકેની કેસેટ બહાર પડી. વીરપુરનાં વેપારી દ્વારા પહેલી ભજનની કેસેટ બનાવાઇ. “ચમન બનેગા કરોડપતિ” પહેલી હાસ્ય કલાકાર તરીકેની કેસેટ હતી. લોકોએ આ કેસેટ ખૂબ પસંદ કરી.
આ કેસેટથી સાંઇરામ દવેની ઓળખ બની. સાંઇરામ દવેએ 16 વર્ષ પહેલાથી પોતાની વેબસાઇટ બનાવી છે. પ્રોગામનું બુકિંગ ઇમેલ દ્વારા કરે છે. સાંઇરામ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. YouTube અને વાૅટ્સઅપનો પણ ઉપયોગ કરે છે. ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા નવી પેઢી સુધી પહાેંચી શકાય છે. સાંઇરામ કવિતા અને ગઝલ લખે છે. સાંઇરામ દવે સારા ગાયક પણ છે. પરિવારના દરેક સભ્યોનો સહયોગ મળે છે. પ્રવાસ દરમિયાન કવિતા લખે છે. શિક્ષક હોવાથી અંદરનો બાળક સદાય જીવંત રહે છે. સાંઇરામ દવેની કવિતા. સાંઇરાવના કંઠે ગઝલ. નરેન્દ્ર મોદીને ગમે છે સાઇરામની કવિતા.
સાંઇરામ 25 દેશનો પ્રવાસ કર્યો છે. દરેક દેશની સ્કુલોની મુલાકાત લીધી. સાંઇરામ નચિકેતા સ્કુલ ચલાવે છે. સ્કુલમાં બેલ નથી વાગતા. દરેક 30 મિનિટે સંગીત વગાડાય છે. બાળકોને દરેક પ્રકારનું સંગીત સંભળાવવામાં આવે છે. સ્કુલમાં 5 તત્વોની પ્રાથના કરાવાય છે. સ્કુલમાં યજ્ઞ કરાવાય છે. સંસ્કૃતિ અને ટેક્નોલોજીનો સમન્વય નચિકેતા સ્કુલ. નચિકેતા એક્ટિવિટીબેઝ લર્નિંગ સ્કુલ છે. ભાગડા લાફ્ટરથી શરૂ થાય છે એસેમ્બલી. બાળકમાં રહેલી વાતને બહાર લાવવોનો પ્રયાસ કરાય છે.
વિડીયો પાર્ટ – ૧
આઈ.પી.એલ પર સાંઈરામ દવે નો કટાક્ષ :
IPL ની ધબધબાટી ચાલી રહી છે. ક્રિકેટરસિયાઓના તો જીવનમાં ક્રિકેટ વણાઇ જાય છે.
આપણા દેશમાં દરેક યુવાનને જુવાનીમાં એક વાર તો સચીન બનવાનું સપનું આવે જ છે પણ વાસ્તવિકતા અને જવાબદારી સમજાતા ઈ જુવાન પણ સચીનને બદલે ચીનની વસ્તુઓ વેંચવામાં મચી પડે છે.
મને તો આ સ્પર્ધા ઓફિશ્યલ સ્પોર્ટ્સ કેસીનો કે જુગાર ક્લબો લાગે છે. કાઠિયાવાડમાં ભીમ અગિયારસના દિવસે ગામડાંઓમાં ભરચક જુગાર રમાય છે. આ IPL તો દુર્યોધન અગિયારસ છે. માળી બેટી સો દિવસ હાલે છે.
BCCI ની મેચોમાં તો ટીમ ઇન્ડિયા બીજા દેશને હરાવતી હોય એટલે રાષ્ટ્રપ્રેમની ભાવના ડાયરેક્ટલી જોડાય જાય છે પણ આ IPLમાં આપણે કઈ ટીમ બાજુ રહેવું એ યક્ષપ્રશ્ન છે. સેહવાગ વિરાટની વાંહે પડયો છે. સચીન ગંભીરને પાડી દેવા મથે છે. આથી મને તા IPL એ યાદવાસ્થળીનું મોડર્ન વર્ઝન લાગે છે.
મારા માટે તો સૌથી દર્દનાક વાત તમારી હરાજી થાય એ છે. ગુલામ કે ગણિકાની જેમ વેચાઈને રૂપિયા કમાવા એના કરતાં તો ભૂખ્યા સૂઈ જાવું સારુ.
– સાંઈરામ દવે