ઉપવાસ માટે ઘરે આવી રીતે બનાવો સાબુદાણાના લાડુ, જાણો તેની રેસિપી

ઉપવાસમાં કંઈક અલગ અને મીઠું બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ રીતે બનાવો સાબુદાણાના લાડુ. શિવરાત્રી આવવાની છે અને તે દરમિયાન મોટાભાગના લોકો ઉપવાસ હોય છે. ઉપવાસ દરમિયાન આપણે હંમેશા સાબુદાણા ખાવા સારા લાગે છે, પરંતુ દર વખતે માત્ર સાબુદાણાની ખીચડી બનાવવી પણ યોગ્ય નથી. જો જોવામાં આવે તો સાબુદાણા માંથી લોકો ઘણા પ્રકારની વાનગી બનાવી લે છે, પરંતુ જયારે ગળ્યાની વાત આવે છે તો માત્ર સાબુદાણા ની ખીર જ યાદ આવે છે. એવું નથી કે સાબુદાણા માંથી આપણે કોઈ બીજી વાનગી બનાવી નથી શકતા. આજે જે વાનગી વિષે અમે તમને જણાવી રહ્યા છીએ તો શિવરાત્રી પહેલા જ બનાવીને રાખી શકાય છે અને તેને થોડા અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકાય છે. તો આવો આજે અમે તમને રેસીપી જણાવીએ છીએ સાબુદાણા લાડુની.

સામગ્રી

2 કપ સાબુદાણા

1 કપ ડેસીકેટેડ નારીયેલ

½ કપ ઘી

8-10 કાજુ (રફ ચોપ કરેલા)

1.5 કપ દળેલી સાકર

½ નાની ચમચી ઈલાયચી પાવડર

¼ નાની ચમચી જાયફળ પાવડર

રીત

સૌથી પહેલા સાબુદાણાને સારી રીતે ડ્રાઈ રોસ્ટ કરવાના છે. ઘણા લોકો ત્યાં ભૂલ કરી બેસે છે કે તે ઘી કે મગફળીના તેલનો ઉપયોગ કરી લે છે, પરંતુ તે યોગ્ય નથી. તમારા માટે સાબુદાણાનું ટેક્સચર યોગ્ય બનાવવા માટે તેને માત્ર ડ્રાઈ રોસ્ટ કરવું જ પુરતું છે. તેને ઓછામાં ઓછી 25-30 મિનીટ સુધી નોન સ્ટીક કડાઈમાં રોસ્ટ કરો અને તને ઠંડું કરી પાવડર બનાવી લો.

હવે તમે ડીસેકેટેડ કોકોનેટને ડ્રાઈ રોસ્ટ કરો અને તેની સુગંધ આવે ત્યાં સુધી તેને સારી રીતે પકાવો. ધ્યાન રાખશો કે ક્યાય પણ ઘી કે તેલ કાંઈ પણ ઉપયોગ નથી કરવાનો. ત્યાર પછી તમારે તેમાં રોસ્ટ કરેલા સાબુદાણા પાવડર ભેળવવાનો છે.

હવે વારો આવે છે ઘી નો. તેને પણ તમારે પાવડરમાં હજુ નથી ભેળવવાનો પરંતુ એક અલગ નોન સ્ટીક કડાઈમાં ઘી નાખીને તેમાં કાજુ શેકવાના છે જ્યાં સુધી તે આછા બ્રાઉન ન થઇ જાય. અને ત્યાર પછી તેમાં નારીયેલ સાબુદાણાનું મિક્ષ્ચર નાખીને સારી રીતે હલાવવાનું છે. આ સ્ટોકમાં તમે દળેલી સાકર, ઈલાયચી પાવડર, જાયફળ પાવડર ભેળવીને સારી રીતે મિક્સ કરવાનું છે અને 5-7 મિનીટ માટે એમ જ રાખવાનું છે.

ધ્યાન રાખશો કે આ રેસિપીનો સંપૂર્ણ આધાર મિક્સચર ઉપર રહેલો છે એટલા માટે તેને સારી રીતે મિક્સ કરો અને ઘી નું પ્રમાણ જો ઓછું લાગી રહ્યું હોય તો તેને થોડું વધુ ભેળવી લો. તે બાઈડીંગ માટે ઘણું જરૂરી છે.

હવે મિક્સચરને થોડું ઠંડું કરો અને સરખા ભાગમાં વહેચીને લાડુ બનાવી લો. તમે તેને સ્ટોર કરીને એયરટાઈટ ડબામાં રાખી શકો છો કે પછી તમે તેને તરત સર્વ કરી શકો છો. આ લાડુ એયર ટાઈટ ડબામાં રાખીને 15-20 દિવસ માટે સ્ટોર કરી શકાય છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.