સૈક્રોઇલીઈટીસ (Sacroiliitis PAIN) કારણ લક્ષણ અને ઉપચાર અને ફાયદાકારક યોગ

સૈક્રોઇલીઈટીસ (Sacroiliitis PAIN) : મુખ્ય જાણકારી અને ઉપચાર

સૈક્રોઇલીઈટીસ (Sacroiliitis PAIN) શું છે ?

સૈક્રોઇલીઈટીસ (એસઆઈ) સાંધો રીડ ના હાડકાને પેલ્વીસ અને શરીર ના નીચેના (હાડકાની) ભાગને જોડે છે. સૈક્રોઇલીઈટીસ તમારી એક કે બન્ને સૈક્રોઇલીઈટીસ સાંધાના સોજાને કહેવામાં આવે છે. સૈક્રોઇલીઈટ ને લીધે ઉભો થતો દુખાવો વધુ સમય ઉભા રહેવાને લીધે કે દાદરા ચડતી વખતે વધી જાય છે. તેથી સૈક્રોઇલીઈટીસ સાંધાની કાર્યક્ષમતા માં ખામી તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૈક્રોઇલીઈટીસ (Sacroiliitis) ના લક્ષણો શું છે?

કમરનો દુઃખાવો અને જકડાઈ જવું બધામાં સામાન્ય રીતે જોવા મળે છે જેના લીધે ચાલવા ફરવામાં ખામી આવી જાય છે. દુઃખાવો, જે ચાલવાથી વધુ થાય છે તમારા કુલા ને હાલવા ચાલવાથી તમારા સૈક્રોઇલીઈટીસ સાંધા ઉપર વજન વધુ પડે છે અને તેના લીધે ચાલવામાં લંગડાપણું આવે છે. ખાસ કરીને બેસવાથી દુખાવો વધુ થાય છે. તેનાથી જોડાયલા ઓછા જોવા મળતા લક્ષણો માં, તમારી એક કે બન્ને આંખોમાં સોજો (યુવેઈટીસ કે ઇરીટીસ) અને સોરાયસિસ, ત્વચામાં સોજા જેવી સ્થિતિ વગેરે છે.

આવી સ્થિતિ માં વ્યક્તિએ શું કરવું જોઈએ ?

સંપૂર્ણ આરામ કરવો. અસરવાળી જગ્યા ઉપર ગરમ કે બરફ નો સેક કરો જેથી લોહીના સંચારમાં વધારો થાય અને અસરવાળી ભાગને પોષક તત્વ મળી શકે. તમારી સુવાની સ્થિતિમાં ફેરફાર લાવો જેથી આરામ દરમિયાન તમારા ગોઠણની વચ્ચે ઓશીકું રાખી શકો. તમારા દુખાવાને વધારે તેવી કામગીરી ન કરો.

વ્યક્તિએ કઈ કામગીરીથી બચવું જોઈએ ?

વ્યક્તિએ એક પગની સરખામણી એ બીજા પગ ઉપર વધુ વજન ન આપવું જોઈએ કે વધુ સમય સુધી ઉભા ન રહેવું જોઈએ. દાદરા ચડવા, દોડવું કે લાંબા ડગલા ભરવાથી પણ સૈક્રોઇલીઈટીસ સાંધા ઉપર દબાણ પડે છે.

ડોક્ટર નો સંપર્ક ક્યારે કરવો જોઈએ ?

જયારે એવો દુખાવો થાય કે વધુ સમય બેસવાથી અને પથારીમાં પડખા ફરવાથી વધી જાય છે. જયારે દુઃખાવા સાથે તાવ પણ હોય.

સૈક્રોઇલીઈટીસ : ઘરગથ્થું ઉપચાર, સારવાર અને પરેજી

યોગ અને કસરત

સ્ટ્રેચીંગ, મજબુતી આપનારી કસરત અને ઓછું બળ કરવા વાળા એરોબિક કસરત વગેરે નું નિયમિત શારીરિક પ્રશિક્ષણ ઉપચાર કાર્યક્રમ, સામાન્ય રીતે સૈક્રોઇલીઈટીસ કે સૈક્રોઇલીઈયક સાંધાની કાર્યક્ષમતા માં ઉણપ માટે આપવામાં આવતા વધુ પ્રમાણમાં ઉપચારોનો ભાગ હોય છે.

દુખાવો ઓછો કરનારા યોગાસનોમાં છે :

* પગને ઉપર કરીને દીવાલ જેવી આકૃતિ.

* સુઈને કુલા ને ફેરવવાની સ્ટ્રેચીંગ.

* પગને ઉપાડીને આરામથી સુતા રહેવી ક્રિયા.

* ભુજંગાસન

ઘરગથ્થું ઉપચાર

* તમારા સાંધાને આરામ આપો.

* અસરવાળી જગ્યા ઉપર ગરમ કે બરફ નો સેક નો ઉપયોગ કરો જેથી લોહીના સંચારમાં વધારો થાય અને અસરવાળા ભાગને પોષક તત્વ મળી શકે.

* તમારી સુવાની સ્થિતિ માં ફેરફાર કરો, પડખા ના આધારે સુવો અને આરામ દરમિયાન તમારા ગોઠણ ની વચ્ચે ઓશીકું રાખો.

* માલીશ કરવાથી દુખાવો ઓછો કરવામાં મદદ થાય છે.

* દુખાવો વધારનાર કામગીરી ન કરવી.

વિડીયો