વિડીયો : ગજબ છે આ સાધુ બાબાની સાધના, બરફવાળા ડુંગર પર પણ કપડાં વિના કરે છે પ્રાર્થના

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે. જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

બરફના પહાડોમાં કંપાવી દે તેવી ઠંડી હોય છે. તેવા વિસ્તારમાં આપણે ઘણા બધા કપડા પહેરીને જ જવાનું પસંદ કરીએ છીએ. આ પ્રકારના ઠંડા સ્થળો ઉપર કપડા વગર ફરવું તો દુર તેના વિષે વિચારી પણ નથી શકતા, તેવામાં એકદમ વિપરીત વિચારસરણી વાળો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણી ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ખાસ કરીને આ વિડીયોમાં એક સાધુ બાબા બરફના પહાડોમાં કપડા પહેર્યા વગર ફરતા જોવા મળી રહ્યા છે. તેની સાથે એક કુતરો પણ છે, જે વ્યક્તિએ આ વિડીયો શેર કર્યો છે. તેનો દાવો છે કે આ હિમાલયનો વિડીયો છે અને અહિયાંનું તાપમાન માઈનસ ૪૫ ડીગ્રી છે. તેનુ કહેવું છે કે સાધુ બાબા સવાર સવારમાં પોતાના કુતરા સાથે અહિયાં પ્રાર્થના કરવા આવે છે.

IndiaDivine નામના આ ટ્વીટર યુઝરનું કહેવું છે કે આ અદ્દભુત વિડીયોને ઇન્ડીયન આર્મીના જ એક જવાને રેકોર્ડ કર્યો છે. તેણે આ વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, આ વિડીયો હિમાલયના માઈનસ ૪૫ ડીગ્રી તાપમાનમાં એક આર્મી જવાન દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે, તેની મુલાકાત બરફમાં સવારે પોતાના કુતરા સાથે પ્રાર્થના કરી રહેલા સાધુ સાથે થઇ ગઈ હતી, આવો તમે બધા પણ પહેલા આ વાયરલ વિડીયો જોઈ લો.

આ વિડીયોને ટ્વીટર ઉપર અત્યાર સુધી ૯૩ હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે. કોઈએ આ સાધુની તપસ્યા અને સાધનાનો જાદુ ગણાવ્યો તો કોઈ વિડીયોને ખોટો કહીને તેની સત્યતા ઉપર જ પ્રશ્ન ઉઠાવવા લાગ્યા. આ વિડીયો વાયરલ થયા પછી એક બીજો વિડીયો શેર કરવામાં આવ્યો. આ બીજા વિડીયોમાં સાધુ બાબા બરફના પહાડો ઉપર કપડા પહેર્યા વગર ગુલાટો મારી રહ્યા છે.

આ બે વિડીયો પછી ત્રીજો વિડીયો પણ સામે આવી ગયો. તેમાં એક સાધુ બાબા બરફ ખોદી પાણી કાઢે છે અને પછી તે ઠંડા પાણીથી સ્નાન કરવા લાગે છે. આ વિડીયો જોઈ તમને પણ ધ્રુજારી છૂટી જશે.

આ વિડીયો વાસ્તવમાં ક્યાનો છે? અને આ સાધુ બાબા કોણ છે? તેના વિષે હાલમાં કોઈ પાક્કી માહિતી નથી. બસ સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો આગની જેમ ફેલાઈ રહો છે. લોકો તે જોઇને જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આમ તો તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવો. તમને શું લાગે છે આ સાધુ બાબા ખરેખરમાં આટલી ઠંડીમાં બરફના પહાડોમાં કપડા વગર રહી શકે છે? શું તમે ક્યારે પણ ઠંડીમાં આ રીતે કોઈ વસ્તુ અનુભવી છે? તમારી તો ખબર નહિ પરંતુ અમને તો વિડીયો જોઇને ઠંડી લાગવા લાગી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.