સાવધાન, ક્યાંય તમે તો નથી ખાઈ રહ્યા ને સડેલી શાકભાજીથી બનેલા ટામેટા સોસ?

ટામેટા ખુબ મોઘા કે ખુબ સસ્તા થાય છે ત્યારે ખેડૂતો પાસે વધુ ભાવ હોવા છતા ભાવ નથી મળતો અને સસ્તા થાય ત્યારે માર્કેટ માં પહોચાડવા નાં રૂપિયા પણ નથી મળતા એવા ભાવે વેપારી ખરીદતા હોય છે એટલે કે વેપારીયો વચેટિયા ની ભૂમિકા માં ટામેટા માર્કેટ માં પણ નથી આવવા દેતા જેને કારણે નકલી ટામેટા સોસ નું માર્કેટ ધમધમાટ ચાલે છે.

આ ઋતુમાં દુષિત ખાદ્ય પદાર્થોથી બીમારીઓ ન ફેલાય, તેના માટે સાવધાન થયેલું હેલ્થ ડિપાર્ટમેન્ટે અમદાવાદ એક જગ્યાએ થી નકલી સોસ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડ્યો. અહીં ઘણા પ્રકારના રંગો (કેમિકલ) નો પ્રયોગ કરીને ખોટી રીતે નકલી સોસ તૈયાર કરતા હતા. ટીમને ટામેટા નો સોસ, ચીલી સોસ, સોયા સોસ અને ફુદીનાની ચટણી મળી. ત્યાને ત્યાજ આ નષ્ટ કરી દેવામાં આવ્યો.

શરૂઆતની શોધખોળમાં જણાયું કે સોસ બનાવવા માટે સડેલા બટાટા અને ગાજરનો ઉપયોગ કરવા ઉપરાંત તેમાં કેટલાક પ્રકારના કેમિકલનો ઉપયોગ કરાય છે. ટીમે ચાર પ્રકારના સોસના નમૂના લીધા છે. તેની જાંચ માટે લેબ મોકલવામાં આવ્યા. રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરાશે.

આવી રીતે બને છે નકલી સોસ

સોસને લાલ દેખાડવા માટે કેમિકલવાળા રંગનો ઉપયોગ થાય છે. સોસમાં સિન્થેટિક કેમીકલનો પણ ઉપયોગ થાય છે, જેમ કે સિન્થેટિક સિરકા ( વિનેગર ) . સોસમાં થોડી ઘણી શાકભાજી ભેળવવામાં આવે છે, પરંતુ સડેલી. જેમ કે સડેલા બટાટા અને ગાજર. આરોગ્ય માટે હાનિકારક એવા આ સોસમાં અરારોટ પણ ભેળવાય છે.

20-30 રૂપિયામાં મળે છે નકલી સોસ

અસલી અને નાકલીમાં તફાવત એ છે કે અસલી ટમેટા સોસ માત્ર ટમેટા પેસ્ટમાંથી તૈયાર કરવામાં આવે છે. ટમેટા પેસ્ટની કિંમત 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો છે, જયારે નકલી સોસની કિંમત 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી મળી જાય છે.

આને બંનાવવા માટે ગાજર, પેઠા, મેંદા વગેરે તથા અનેક જાત નાં કેમિકલનો પણ ઉપયોગ થાય છે. સ્ટાર્ચ પાવડર નાખીને તેને ઘટ્ટ બંનાવવામાં આવે છે. આ પ્રકારના સોસનાં કેન તમને કેટલીય જગ્યાએ લારીવાળા પાસેથી બર્ગર, પિઝા, ચાઉમીન, ટિક્કી, સમોસા વેચવાવાળા પાસે સહેલાઈથી જોવા મળશે.

આરોગ્ય માટે હાનિકારક

ડીપટી સિવિલના સર્જક ડો. રામભગતે ગરમીની ઋતુમાં લારીઓ પર વેચાતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં સાવચેતી રાખવાની સલાહ સામાન્ય લોકોને આપી. તેમણે કહ્યું કે લારીઓ પર વેંચાતા ચાટમાં ઉપયોગ કરવામાં આવતા તેલ સોસની ગુણવતા ખુબ જ ખરાબ હોય છે.

તેના સિવાય સલાડ પણ વાસી રાખેલ હોય છે જે ખાવાથી ગંભીર પ્રકારની બિમારીઓ પણ થઇ શકે છે. કેમિકલવાળા આ સોસની અસર શરીર પર ખરાબ થાય છે. આવા સોસમાં મેળવેલ કેમિકલ કિડની ઉપર ખરાબ અસર કરે છે, આ લીવરને પણ નુકસાન પહોંચાડે છે.

વિડીયો