વિડીયો માં જોઈ મહારાષ્ટ્રિયન સાડી પહેરતા શીખો જેને પેશ્વાઈ સાડી, નવવારી તરીકે પણ ઓળખાય છે

સાડી (કેટલાક વિસ્તારોમાં સારી પણ કહેવામાં આવે છે.) ભારતીય મહિલાઓનો મુખ્ય પહેરવેશ છે. સાડી કદાચ વિશ્વમાંના સૌથી વધુ લંબાઇ ધરાવતા તથા પુરાણા પરિધાનોમાંથી એક ગણાય છે. સાડી લગભગ ૫ થી ૬ યાર્ડ લંબાઇ ધરાવતો સીવવા વગરનો કાપડનો એક ટુકડો હોય છે, જે બ્લાઉઝ અથવા ચોળી તથા ચણિયા ઉપર લપેટીને પહેરવામાં આવતો હોય છે.

સાડી પહેરવા માટેની જાત જાતની અલગ અલગ રીતો હોય છે, જે ભૌગોલિક સ્થિતિ તથા પરંપરાગત મૂલ્યો અને રુચિઓ પર નિર્ભર કરે છે.

અલગ-અલગ શૈલીની સાડીઓમાં કાંજીવરમ સાડી, બનારસી સાડી, પટોળા સાડી અને હકોબા મુખ્ય હોય છે. મધ્ય પ્રદેશની ચંદેરી, મહેશ્વરી, મધુબની છપાઈ, આસામની મૂંગા રેશમ, ઓરિસ્સાની બોમકઈ, રાજસ્થાનની બંધેજ, ગુજરાતની ગઠોડા, પટોળા, બાંધણી, બિહારની ટસર, કાથા, છત્તીસગઢની કોસા રેશમ, દિલ્હીની રેશમી સાડીઓ, ઝારખંડની કોસા રેશમ, મહારાષ્ટ્રની પૈથાની, તમિલનાડુની કાંજીવરમ, બનારસી સાડીઓ, ઉત્તર પ્રદેશની તાંચી, જામદાની, જામવર તેમજ પશ્ચિમ બંગાળની બાલૂછરી તથા કાંથા ટંગૈલ વગેરે ભારતીય પ્રદેશોની પ્રસિદ્ધ સાડીઓ છે.

એવુ જરૂરી નથી કે તમે જે સ્ટાઈલની સાડી પહેરી છે, તેને જ કાયમ પહેરો. સાડીને પહેરવાની પણ ઘણી સ્ટાઈલ છે. તમે તમારી હાઈટ, હેલ્થ અને પ્રસંગના અનુરૂપે તેને પસંદ કરી શકો છો,

જેવી કે : ફ્રી પાલવ સાડી, પિનઅપ સાડી, મુમતાજ સ્ટાઈલ, બંગાળી સાડી વગેરે સ્ટાઈલોની સાડિયોને તમે તમારી પસંદથી ચેંજ કરીને પહેરી શકો છો.

તહેવારો અને લગ્નસરાની મોસમ માં સ્ત્રીઓને સૌથી વધુ ચિંતા ‘શું પહેરવું?’ ની હોય છે. વારંવાર નવા નવા વસ્ત્રો લેવાનો સમય અને નાણાં ક્‍યાંથી લાવવા? અને એકાદ-બે વખત પહેરેલા પોશાક કાઢી નાખવાનો જીવ શી રીત ચાલે?

પણ તમારી આ ચિંતા સાવ સોંઘા ભાવે દૂર થશે. કહેવાનો અર્થ એ છે કે તેઓ પરંપરાગત પરિધાન કે વોર્ડરોબમાં પડી રહેલા મોંઘાદાટ વસ્ત્રો ને જુદી જુદી રીતે પહેરીને તેમાં નવીનતા લાવવાના નુસખા થી તમારી ચીન્તાયો દુર થશે.

આને ધોતી સાડી, પેશ્વાઈ સાડી, બાહુબલી ૨ સાડી, નવવારી પણ કહે છે જુયો નીચે ની વિડીયો અને શીખો એમાં જોઈ ને પહેરતા. ખુબ સરળ રીત છે.

વિડીયો – ૧ (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)

વિડીયો – ૨ 

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.